
અમેરિકાના વિખ્યાત વૈજ્ઞાનિક તથા ટોચના એપિડેમિયોલોજિસ્ટ ડેવરા ડેવીએ કહ્યું કે, મોબાઇલ ફોનમાંથી સતત રેડિયો તરંગો પ્રસારિત થતા રહે છે. આ તરંગો આરોગ્ય માટે જટિલ સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેણે કહ્યું કે, મોબાઇલમાં સતત વાતચીત કરવાને લીધે બ્રેઇન કેન્સર થવાનું જોખમ રહે છે.
નપુંસકતાનો ખતરો
સંશોધકોએ કહ્યું કે, રોજ ચાર કલાક મોબાઇલ પેન્ટના ખિસ્સામાં રાખવાથી પુરુષોના શુક્રાણુઓની સંખ્યા સામાન્ય કરતા લગભગ અડધી થઇ જાય છે.
સિગારેટની જેમ સેલફોન પર પણ ચેતવણી લખવી જોઇએ
ડો. ડેવિસે કહ્યું કે, સિગારેટ અથવા તમાકુની કોઇ પણ પ્રોડકટ પર તેના ખતરા સામે સ્પષ્ટ ચેતવણી લખવામાં આવે છે. મોબાઇલ ફોનની બાબતમાં પણ આ પગલું ઊઠાવવાની જરૂર છે.
બાળકો માટે વધારે ખતરારૂપ
આજકાલ નાના નાના બાળકો પણ પોતાનો પર્સનલ મોબાઇલ ફોન રાખતા થઇ ગયા છે. આવી સ્થિતિમાં મોબાઇલની રેડિયો ફ્રિકવન્સીને લીધે બાળકોનું આરોગ્ય જોખમાય છે તથા તેઓને વિકાસ સંબંધિત સમસ્યા પણ ઊભી થાય છે.