નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ માટે ગુજરાત જ નહિં સમગ્ર દેશ ગૌરવ લઈ શકે છે. રાજ્યસરકાર હસ્તકની એશિયાની સૌથી વિશાળ સિવિલ હોસ્પિટલ પણ અધતન આરોગ્ય સુવિદ્યા અને તબીબી સ્ટાફથી સુસજજ બની રહી છે. તેમ રાજ્યના આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યુ હતું.
નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં રૂ. ૫ કરોડના ખર્ચે નવનિર્મિત ભુવન અને રૂ. ૩ કરોડના આધુનિક સાધનો મળી કુલ રૂ. ૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલ કેન્સર સેન્ટરને ખુલ્લું મુકતાં જયનારાયણ વ્યાસે રાજ્યના તબીબોને જણાવ્યુ હતું કે, માનવ આરોગ્ય સેવા દેશમાં ગુજરાત રાજ્યઅન્ય રાજયોની સરખામણીમાં અગ્રેસર છે. રાજ્યની ૨૫ ટકા વસ્તીને નિ:શુલ્ક આરોગ્ય નિદાન કરી સારવાર પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. દેશમાં રાજ્યની આ સેવા પ્રેરણાદાયી રહી છે. રાજ્યના કોઈપણ બાળકના કોમ્પલીકેટેડ હાર્ટ ઓપરેશન સરકાર દ્વારા નિ:શુલ્ક કરવામાં આવે છ.
આ પ્રસંગે મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદના મેનેજીંગ ટ્રસ્ટી મહેશ દેસાઈએ મહાનુભાવોનું સ્વાગત કરતાં જણાવ્યુ હતું કે, દરેક વ્યકિત ઉત્કષ્ટ આરોગ્ય સારવાર મેળવવા હકદાર છે. રાજ્યની પ્રજાને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન માટે મુખ્યમંત્રીના ફંડનો ઉપયોગ આવકારદાયક છે. હોસ્પિટલના વિકાસ માટે અમારૂં ટ્રસ્ટ હંમેશા તત્પર રહેશે.
અધ્યતન સમાચાર
Page 14 of 14