આરોગ્ય.કૉમ - ગુજરાતી

Wednesday, Jan 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર

અધ્યતન સમાચાર

હવે બ્રેથ ટેસ્ટથી ચરબીમાં થતો ઘટાડો જાણી શકાશે

Print PDF
બ્રિટિશ વિજ્ઞાાનીઓએ વિકસાવેલું બ્રેથલાઈઝર કસરત દરમિયાન શરીરમાં ક્યારથી ફેટ ઓગળવાની શરૃ થઈ તેની માહિતી આપશે
(પીટીઆઈ) લંડન, તા.૨૩
હવે બ્રેથ ટેસ્ટથી ચરબીમાં થતો ઘટાડો જાણી શકાશે
બ્રિટનના વિજ્ઞાાનીઓએ કસરત દરમિયાન શરીરમાં કેટલા પ્રમાણમાં શરીરની ચરબી ઓગળી હોવાની માહિતી આપતું બ્રેથલાઈઝર વિકસાવ્યું છે. આ સાધનની મદદથી માત્ર બ્રેથ ટેસ્ટના આધારે શરીરને ખોરાક દ્વારા મળતી ઊર્જાનો કેટલો વપરાશ થયો હોવાનો ક્યાસ કાઢી શકાશે. વિજ્ઞાાનીઓ બ્લડ ટેસ્ટ વિના ડાયાબિટિસનું નિદાન કરી શકતા બ્રેથલાઈઝર વિકસાવવા માટેનું સંશોધન પણ હાથ ધર્યું છે. વિજ્ઞાાનીઓએ વિકસાવેલું બ્રેથલાઈઝર ટ્રેડમીલ પર એક્સસાઈઝ કરી રહેલી વ્યક્તિએ કેટલાક પ્રમાણમાં ફેટમાં ઘટાડો કર્યો હોવાનું જણાવે છે. હાલના એક્સસાઈઝ મશીન વ્યક્તિએ કયા સમયે ફૅટ બર્નિંગ ઝોનમાં પ્રવેશ કર્યો હોવાનું જ જણાવે છે, પણ આ સાધનની મદદથી કેટલા પ્રમાણમાં ફૅટનો વપરાશ થયો હોવાનું પણ જાણી શકાશે.

બ્રેથલાઈઝર વ્યક્તિના શ્વાસમાં રહેલા ઍસટૉન નામના મોલેક્યુલના પ્રમાણમાં થતા ફેરફારને આધારે ચરબીના પ્રમાણમાં થયેલી વધઘટની જાણકારી આપે છે. શરીરમાં જ્યારે ચરબી ઓગળવાનું શરૃ થાય છે ત્યારે તેના પ્રમાણમાં વધારો થાય છે. સંશોધનમાં સામેલ વિજ્ઞાાની ગુસ હેન્કોકે જણાવ્યું હતું કે ઍસટૉન એક એવું મોલેક્યુલ છે જે ખોરાક નહિ પણ ચરબી ઓગળવાનું શરૃ થાય ત્યારે પેદા થાય છે.

હેન્કોકે જણાવ્યું હતું કે રમતવીરો માટે તથા ડાયટિંગના અભ્યાસ માટે આ સાધન અત્યંત ઉપયોગી પુરવાર થશે, એટલું જ નહિ જે લોકો શરીરને ચુસ્ત રાખવાની કાળજી લેતા હોય છે તેમને પણ જીમમાં વર્કઆઉટ દરમિયાન આ સાધન ઉપયોગી નિવડશે. વિજ્ઞાાનીઓએ હાલ એવા એક એવા મોનીટર પર કામ કરી રહ્યા છે જેમાં કસરત દરમિયાન ચરબીના પ્રમાણમાં થતા ઘટાડાની ચોક્કસ વિગતો દર્શાવી શકાશે. આ મોનીટર સ્પેક્ટ્રોસ્કોપી નામની મેથડના આધારે કામ કરતું હશે, પદ્ધતિમાં ગેસમાં વિવિધ મોલેક્યુલ્સ દ્વારા શોષવામાં આવતા પ્રકાશની વેવલેન્થનું માપ કાઢવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાાનીઓ બ્લડ ટેસ્ટ કર્યા વિના ડાયાબિટિસનું નિદાન કરી શકતા બ્રેથલાઈઝર વિકસિત કરવા માટે સંશોધન કરી રહ્યા છે, આ સાધન પણ ટૂંક સમયમાં વિકસિત કરી શકાશે એવો વિજ્ઞાાનીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Read more...

Page 5 of 14

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us