આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Feb 29th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાના સહાયક જુથના સભ્યો

અપંગતાના સહાયક જુથના સભ્યો

Print PDF
Article Index
અપંગતાના સહાયક જુથના સભ્યો
રાજીવ ગ્રોવર.
વિનય ફાટક.
All Pages
કોકીલા શાહ
કોકીલા શાહ બે વર્ષના હતા ત્યારથી બાળ લકવાની સાથે જીવી રહ્યા છે. તેને અપંગતા એટલી બધી ત્રાસ નથી આપતી પણ શહેરમાં મળતી સુવિધાનો અભાવ. તે કહે છે કે નગરનિયોજક ઘણા બધા અપંગ લોકોની જરૂરીયાત તરફ બહુ લાગણીશૂન્ય રહે છે. મને તારી પોતી માટે જો પોશાક ખરીદવા માટે બહાર જવુ હોય તો મારે રિક્ષામાં બેસવુ પડશે અને દુકાનદાર નમુના લાવે ત્યા સુધી રાહ જોવી પડશે. આનુ કારણ એ છે કે શહેરમાં એક પણ પગદંડી નથી જેના ઉપર ઢળતો રસ્તો હોય અથવા કઠેરો હોય કે જેનો આધાર લઈને એક અપંગ વ્યક્તિ પહોચી શકે.

મને ખબર છે કે લોકો બહુ મદદરૂપ છે, પણ વાસ્તવમાં અમારા જેવા અપંગ લોકોને ભાન કરાવે છે કે અમે કોઇ ઉપર નિર્ભર નથી અને તે વસ્તુ અમને મદદ કરશે. પણ પુણે મહાનગરપાલિકા નિગમની મદદ સીવાય અમે પોતાના માટે કાંઈ કરી શકતા નથી. પુણે મહાનગર પાલિકા બિલ્ડર્સ, ઇસ્પિતાલ અને સાર્વજનિક જગ્યાઓને કઠેરા અને ઢળતા રસ્તાઓ બનાવવા માટે ફરજીયાત કેમ કરતા નથી કે જેનાથી અપંગ લોકોને મદદ મળે. અમારે લોકોની ઉદારતા ઉપર શું કરવા નિર્ભર રહેવુ પડે ? મને સમજાતુ નથી કે અમારા માટે વિશિષ્ટ બસની સેવા કેમ નથી કે જે પૈડાવાળી ખુરશીવાળા વાપરી શકે ? અમારા વિષે કોઇ પણ વિચાર કેમ નથી કરતુ ? મેં શહેરના વહીવટી ખાતાના અધિકારી સાથે વાત કરી આવી રીતે પણ મેં વિચાર કર્યો કે આપણે આ બધુ પુરૂ કરી શકીયે જો આપણે એકત્ર મળીને સામનો કરીયે. મને લાગે છે કે લોકો માટે આ મહત્વનુ છે કે મારા જેવા લોકો સાથે મળીને પોતાના અધિકારો માટે ઝુંબેશ કરે. જેઓને આમાં રસ છે તેઓ contact@aarogya.com તેણીને આ સાઈટ ઉપર મળી શકે છે.

સ્વર્ગીય છાયા મેહતા.
હું કુંટુંબંની છ બાળકોમાં સૌથી નાની દીકરી હતી. છાયા એક રમતિયાળ દીકરી હતી જેના ઉપર પ્રેમ અને લાગણી હંમેશા વર્ષાતી. તેની દુખની વાર્તા ૧૯૬૫ ચાયનિઝ આક્રમણ પછી તરત જ ચાલુ થઈ, તેણીએ ૫૫૦ સી.સી. લોહી સૈનિકોને દાન કર્યા પછી, એક ઇસ્પિતાલની પથારી ઉપર કમળાથી પીડિત થઈને પડી.

આ સમયે તેણીના બંને પગમાં તીવ્ર દર્દ થવા લાગ્યુ. તેણી કહે છે " આ થયા પછી હું બીમાર પડવા માંડી. તે દરમ્યાન મેં મારી વિદ્યાની પદવી ગ્રહવિજ્ઞાનમાં એસએનડીટી, મહાવિદ્યાલયમાંથી સંપુર્ણ કરી અને અધ્યાપકની પદવી જાળવી. પણ મારે તે રોકવી પડી કારણકે મને સંધિવા થયો અને પગ ઉપર ચામડીની સમસ્યાઓ દેખાવા લાગી જે ઓસરવા માટે તૈયાર ન હતી. આ ત્યારે થયુ જ્યારે મારો ભાઈ મને the All India Institute of Medical Sciences (AIIMS), Delhi લઈ ગયો. ક્યારેક મારી સારવાર દરમ્યાન કેટલાક ઇંજેકશનો જે મને આપવામાં આવ્યા હતા તેનાથી મારા બંને પગમાં સડો ચાલુ થઈ ગયો. ૧૬ ડૉકટરોના જુથ જે મારા કિસ્સા ઉપર કામ કરતા હતા તેમણે મારા બંને પગ કાપી નાખવાનુ નક્કી કર્યુ. મારી સ્થિતીને લીધે મને ભારે ભુલ આપી શકતા નહી અને ડૉકટરો જે મારા ઉપર શસ્ત્રક્રિયા કરતા હતા તેની મને જાણ હતી."

મેહતા માટે આ આઘાત બહુ દર્દનાક હતો. તેણી કહે છે " હું તેમને મારા પગ નહી કાપવા માટે કહેવા લાગી પણ મારા અવાજને ક્યાય જગ્યા ન મળી." પછી ત્યાં કેટલીક ગુચંવણો વિકસિત થઈ કારણકે તેણીએ દુખ ઓછુ કરવા ડૉકટરની સલાહ લીધા વીના દવા લીધી. "તેની આડ અસરને લીધે ઉચુ અને નીચુ લોહીનુ દબાણ ચાલુ થયુ, તેના ગુરદા નિષ્ફળ થયા, તેનુ ડાબુ ફેફસુ પડી ભાંગ્યુ, બંને આંખોમાં મોતિયો આવ્યો, મધુમેહ, હાડકા બરડ થવા લાગ્યા અને રક્તવાહિનીઓ સંકોચાવાને લીધે લોહીનો પ્રવાહ ઓછો થયો. આ એ બતાવવા માટે કે દવાઓ ફક્ત ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઇએ" મહેતા કહે છે.
યથાવિધી દરમ્યાન મેહતાએ કૃત્રિમ અવયવો બેસાડવા માટે કોશિશ કરી, પણ તેણીને નિરાશાનો સામનો કરવો પડ્યો. તેણી કહે છે "મારૂ શરીર આ ભાર નહી લઈ શક્યુ, જે મારા ઉપર એક આઘાત હતો. આ મારા માટે ઘણુ લાગ્યુ કે હું મારા પોતાના પગ ઉપર ઉભી રહી શકીશ. પણ એક પૈડાવાળી ખુરશીની મદદથી હવે હું તેનુ સરસ રીતે સંચાલન કરી શકીશ. ત્યારથી હું હસ્તકલામાં હંમેશા નિપુર્ણ હતો એટલે મે તેને એક વ્યવસાય તરીકે સ્વીકાર્યો. મને મિત્રો અને પડોશી પાસેથી ઘણા બધા નિર્દેશો મળે છે. મને સ્વર્ગીય વિજય મર્ચન્ટ પાસેથી પુન:વસવાટ કરવા માટે એક દુરધ્વની સંચાર કરવાનુ યંત્ર માટે એક કેબીન મળી છે".

આત્મનિર્ભર થવા માટે અને બીજા ઉપર પરવશ નહી થવા માટે એ મારૂ સૌથી મોટુ લક્ષ હતુ. જેઓને આ વિષે વધારે જાણકારી જોઈતી હોય તો તેણીની બેનને kiran@kiranarts.org ઇમેલ કરે.

સ્વર્ગીય છાયા મેહતાની સિદ્ધિઓ.

અપંગો માટે પ્રેરણાત્મક કવિતાઓ.

નરેન્દ્રનાથ દુબે.
જ્યારે ૨૧ વર્ષની ઉમરે નરેન્દ્રનાથ દુબેને રેલ્વેનો અકસ્માત થયો, તેને પગનો લકવા થઈ જશે એમ ધાર્યુ ન હતુ. તે કહે છે " શરૂઆતમાં મને એવુ લાગ્યુ કે કાઇક કપાઇ ગયુ છે. ડૉકટરોએ એમ માની લીધુ કે મને પગનો લકવા થઈ ગયો છે તેમ મને ખબર છે, પણ મને ન હતી. તેમણે મને જણાવ્યુ તે છતા મને કેટલોક સમય લીન થતા લાગ્યો. તે ફક્ત મને ત્યારે ખબર પડી જ્યારે મારા પગને મે હલાવ્યો પણ તે હલ્યો નહી, ત્યારે મને સમજાયુ કે શું થયુ છે."

ઘણાઓને આશ્ચર્ય લાગશે કે હું ઉદાસ અથવા ગુસ્સે નહી થયો અથવા એવી કોઇ વાત જ નહી થઈ. હા, મને ગુમાવવાનો અફસોસ થયો અને હું ચારો તરફ દોડી નહી શકુ તેની ખોટ સમજાઈ અને હવે હું પૈડાવાળી ખુરશીની સીમા સુધી છુ, પણ આ તબક્કામાંથી બહુ જલ્દી બહાર આવી ગયો.

મને વાસ્તવમાં એ વસ્તુ ખબર પડી કે મારી માં ઉજ્જડ થઈ ગઈ. મારા માતાપિતા અસ્વસ્થ થઈ ગયા અને તે હું હતી જેણે તેમને કહ્યુ કે હું જલ્દી ચાલતી ફરતી થઈ જઈશ અને યોગ્ય રીતે સામાન્ય નિયમિત જીંદગી જીવી શકીશ.

શરૂઆતમાં એ અઘરૂ હતુ. આંતરડા અને મુત્રાશય ઉપર હું નિયંત્રણ ગુમાવી બેઠો હતો. તમને પૈડાવાળી ખુરશી વાપરવા માટે મુશ્કેલ પડશે પણ હું એ વિચારૂ છુ કે હું તેની સાથે કેવી રીતે સોદો કરી શકીશ. મેં એ નોંધ લીધી કે અપંગ લોકો જેઓ બહાર જનારા છે તેઓ સારી રીતે કરી શકે છે. તે વાસ્તવિક રીતે સરળ છે. જો મને ચોપડી ખરીદવા માટે એક દુકાનમાં જવુ પડે અને હું મારી પૈડાવાળી ખુરશી સાથે આ પગદંડી ચડી ન શકુ તો હું એક આસપાસ જતા વ્યક્તિ પાસેથી મદદ માગી શકુ છુ. લોકો જેને મદદની જરૂર હોય તો તે આપવા આનંદથી મદદ કરશે, જે તેમને કોઇને આપણે કામમાં આવ્યા તેની જાણ થશે અને તેનાથી મારૂ કામ પણ થઈ જશે.

જો હું મારી ખુરશીમાં બેસીને મારી આ સ્થિતી બાબત ઉદાસ થઈ જાઊ અને લોકોને ન મળી શકુ તો મને વધારે દયાપાત્ર લાગશે કે હું પૈડાવાળી ખુરશીમાં બેઠો છુ. મને લાગે છે કે અપંગતાની સાથે લોકોએ સંકોચરૂપ ન થવુ જોઇએ અને મદદ માંગવી જોઇએ. તેમાં કાઈ ખરાબ નથી. જ્યાં સુધી મારો સવાલ છે, હું અપંગ હોવાનુ મહેસુસ નથી કરતો જ્યાં સુધી લોકો મને કાંઈ પુછવા આવે છે.

હું હંમેશા મારા અનુભવો બીજા સાથે વહેચવા માટે તૈયાર રહુ છુ, જેમને તેની જરૂર છે. હું વાસ્તવિકતામાં લોકોને જઈને મળવા માટે તૈયાર છુ, તેમને મદદની જરૂર છે અને અમે અનૌપચારિક રીતે એક બીજાના ઘરે તેમને મળવા જઈએ છીએ. મને લાગે છે કે જો આપણે એક્બીજાને મળીએ તો જ એકબીજાને મદદ કરી શકશુ. સંકોચાયા વીના મારો સંપર્ક સાધો contact@aarogya.com.

દુબેને જાણવુ છે કે ક્યાં તેને હાથેથી ચલાવતા સ્વયંમગતિશીલ ઉપકરણો ભારતમાં મળશે.
રાજીવ ગ્રોવર.
" હું મારા બંને પગ અકસ્માતમાં ગુમાવી બેઠો છુ. એ મારો અનુભવ છે કે ડોકટરો વૈદકિય રીતે દરદીઓનો ઉપચાર કરે છે, પણ પછી એમની સાથે શું કરવુ એ જાણતા નથી. ઘણીવાર ડોકટરો મારી પાસે તેમના દરદીઓ મોકલે છે અને પુછે છે કે હું કેવી રીતે મારા અનુભવની સાથે તેમને મદદ કરી શકીશ. હમણા જ બીજા દિવસે એક સ્ત્રી પૈડાવાળી ખુરશી ઉપર બંધાયેલ હતી અને બહુ નીચુ અનુભવતી હતી. હું તેણીને એક સ્ત્રી મીત્ર જે પૈડાવાળી ખુરશીને આધીન હતી તેને મળવા લઈ ગઈ. પોતાની ભાવનાઓને વહેચીને તેઓ બંને તેમની અપંગતા સાથે રાહત મેહસુસ કરી અને હવે તેઓ સારી રીતે નિરાતથી બેસી ગયા છે. આળી પડેલ જગ્યાને કેવી રીતે સારી કરવી એની મુળભુત જાણકારી, પગને કેવી રીતે બચાવવા, કેવી રીતે ચુડેલ ડોક્ટરથી દુર રહેવુ, જે તમને ઇસ્પિતાલમાં શિખવવામાં નથી આવતુ. હું રસ્તામાંથી આ શીખ્યો છુ."

ડૉ.એચ.એસ.ધાડીવાલ.
ડૉ.એચ.ઘાડીવાલ જે એક જુવાન ડોકટર છે અને કારકિર્દીની શરૂઆતમાં તેને એક દુર્ભાગ્યપુર્ણ અકસ્માતને લીધે પગમાં લકવો થઈ ગયો. ડૉ.ધાડીવાલ આરોગ્યની સાથે એક સહાયક જુથ ચાલુ કર્યુ છે જેનુ લક્ષ ચર્ચા કરવા એક મંચ બનાવવુ અને લકવાવાળાઓની જરૂરીયાતનો ઉકેલ લાવવા કે જેનાથી તેઓ સારી જીંદગી જીવી શકે.

સરનામુ :
Dr. H. S. Dhaliwal
C/o Col. S. S. Dhaliwal
12/1, Stavely Road,
Behind Wanawadi Post Office,
Camp, Pune, Maharashtra, India.

સંદિપ ખરાત.
મારી દૃષ્ટી,પર : " હું લકવા સાથે જીવવા કેવુ મહેસુસ કરી રહ્યો છું. મારી જીંદગી ઉપર તેની કેવી અસર થઈ છે અને તેની સાથે હું કેવી રીતે વહેવાર કરી રહ્યો છું." હેલ્લો, હું સંદિપ ખરાત ૩૫ વર્ષનો છું. મારા લગ્ન થયા છે અને મને બે વર્ષનો દિકરો છે. હું વિલ્સન મહાવિદ્યાલયનો વિજ્ઞાનનો સ્નાતક છું. હું DTP ચાલક સહિત કાર્યાલયના મદદનિશ તરીકે, સીપલા કર્ક ઉપશામક દવાનુ કાળજીનુ કેન્દ્ર, વારજે, પુણેમાં કામ કરૂ છુ.

મને ઉમરના પહેલા વર્ષમાં લકવાની અસર થઈ હતી, મને મોઢેથી લકવાની દવાની એક માત્રા સવારમાં અપાઈ અને તરત જ મને સાંજે લકવાના લક્ષણો દેખાવા લાગ્યા. મારા બંને પગને લકવાની અસર થઈ હતી અને હું ચાલવા માટે કૂબડીનો ઉપયોગ કરૂ છું.

એક બાળક અને વયસ્કના રૂપમાં મેં અપંગતાની સાથે જીવવા શીખી લીધુ છે અને ગમે તેવી સમસ્યાઓ જે સામે આવે છે તેના રસ્તાઓ ગોતવા શીખી ગયો છું. હું સ્વભાવથી એક આનંદી માણસ છુ અને જે આપણે વિચારીયે છીએ તે ગણાય છે. જો એક વ્યક્તિ સ્વભાવથી આનંદી હોય તો બધો સમય તે આનંદી રહેશે. એ માનસિક દૃષ્ટીકોણ છે જે માણસને તેની અપંગતાની ઉપર આવવા મદદ કરે છે, ત્યાં લોકો છે જે મદદ કરવા તૈયાર હોય છે, પણ ફક્ત જો તમે તૈયાર હોય તો. એક બાળક જે પોલિયોથી પ્રભાવિત છે, તેમ છતા બાળપણની ઘણી યાદો હસમુખ હોય છે. મારી અંધારી ક્ષણો મારા અપંગતાને લીધે હતી. મને રમત રમવાનો બહુ શોખ છે, પણ દુર્ભાગ્યથી હું રમી શકતો નથી.

એટલે હું ઘણો સમય બાળકોને રમતા જોતો અને ઈચ્છતો કે હું પણ તેમની સાથે રમી શકુ. એક સામાન્ય સમસ્યા જે લોકો સાથે છે તે છે અપંગના ચેહરાની સાથે છોકરાઓ તેમને ચીડવે છે. તેણે નજર અંદાજ કરવા શીખવુ જોઇએ. સૌથી દુખી ભાગ છે કે જ્યારે બાળકો, અપંગ બાળકોને છેડે છે અને કોઇક વાર વયસ્કર લોકો પણ તે કરે છે, આ બાળકોના માતાપિતા આ જોઇને તેઓને ભણતર આપવા માટે બહુ ઓછો પ્રયત્ન કરે છે. આ ખાસ કરીને અશિક્ષિત લોકોમાં થાય છે. બેશક આ ફક્ત બાળકો માટે સાચુ નથી, ઘણીવાર વયસ્કર લોકો પણ તમારી સામે કઢંગી રીતે જુએ છે અથવા સૌથી ખરાબ રીતે ભવા ચડાવે છે. બીજી સમસ્યા બાળકોની સામે છે તે પરિવાહન છે. એક મધ્યમ વર્ગના કુંટુંબમાંથી આવવાથી ફક્ત એક પરિવાહનનો રસ્તો બસ છે. એ દિવસોમાં ત્યાં જનતા બસ ન હતી. અપંગ લોકો માટે અરક્ષિત બેસવાની જગ્યા પણ બસમાં ન હતી. મારે શાળાના સમયમાં બહુ જ ધ્યાન રાખવુ પડતુ, કારણકે શાળા શરૂ થતા પહેલા અને પુરી થયા પછી છોકરાઓ બહુ ઉતાવળમાં જવા અને આવવા ઉત્સુક રહેતા અને ગમે તે રસ્તામાં આવે તેને ધક્કો મારતા.

મારા જાતિય અનુભવે મને બતાવ્યુ છે કે અપંગ બાળકોના માતાપિતા ખાસ કરીને શરૂઆતના તબક્કામાં તેમના જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. માતાપિતાએ સમજવુ જોઇએ કે તેમના બાળકને કાઇક પ્રતિબંધ છે અને તેઓએ તેમના બાળકને તેમાંથી બહાર નીકળવા માટે યોગદાન આપવુ જોઇએ. મુખ્ય ચાવી એ છે કે તેમના બાળકને સ્વતંત્ર બનાવવા બધા પ્રયાસો કરવા જોઇએ. આજ નહી તો કાલે તમારા બાળકે દુનિયાની સામે તેણે પોતે સામનો કરવો પડશે. ઘણા માતાપિતા તેમના બાળકને ઘણા સમય માટે ઘરમાં જ રાખે છે, તેને લીધે બાળક બીજા બાળકો સાથે હળીભળીને મજા કરી શકતુ નથી અને તે સમાજના રસ્તાઓ શીખી શકતુ નથી. ખરેખર પરિસ્થિતી બહુ જ દયાજનક છે. ઘણા ગામડાના વિસ્તારોમાં અથવા કેટલાક શિક્ષિત શહેરના કુંટુંબમાં જ્યાં તેવા બાળકોને શિક્ષણ આપવાનો ઇન્કાર કરાય છે અથવા કેટલાક કિસ્સાઓમાં આવશ્યક વસ્તુઓ જેવી કે કૂબડી, પૈડાવાળી ખુરશી વગેરેની મનાઈ કરવામાં આવે છે.

આ બાળકો ફક્ત અશિક્ષિત નથી રહેતા પણ તેમાંથી ઘણાઓનુ જીવન સ્થિર અને ગતિશીલતાવાળુ છે. તાજેતરમાં મારૂ વાહન એક અઠવાડીયા માટે ગેરેજમાં હતુ અને આવવા જવા માટે હું ૬ સીટની રિક્ષા વાપરતો. એક રિક્ષા ચાલકે મને પુછ્યુ કે હું કેટલુ ભણેલો છુ અને જો હું કામ કરતો હોય તો ક્યાં કામ કરૂ છુ. ત્યાર પછી તેણે મને કહ્યુ કે તેને એક નાનો ભાઈ છે અને તેને લકવા થયો છે, અને તે બિલ્કુલ ચાલી શકતો નથી. તેઓ તેમના બાળકને શાળામાં નથી મોકલતા. તેને એક પૈડાવાળી ખુરશી પણ નથી આપી એ વિચારીને કે તેઓ તેને ઘરમાં જ સંભાળીને રાખી શકશે. તે બાળક નિરાશ થઈને એકલુ થઈ ગયુ અને કાંઈ પણ કરી શકતુ નહી. તેની સાથે કોઇ રમતુ નહી અથવા તેના ભાઈ અને બહેન સિવાય કોઈની સાથે વાતો પણ ન કરતુ, તેઓ એકદમ સ્વતંત્ર હતા. તેણે બહારની દુનિયા જોઇ ન હતી. અંતમાં જ્યારે તે ૧૬-૧૭ વર્ષનો થયો ત્યારે તે એકદમ નાસીપાસ થઈ ગયો અને તેણે ઘરમાં આત્મહત્યા કરી. મારા વિસ્તારમાં એક કુંટુંબ છે જે સારી રીતે રહે છે અને તેમને એક દિકરો છે, જે ચાલી શકતો નથી. તેમણે તેના માટે એક પૈડાવાળી ખુરશી પણ લીધી નથી. તેઓ તેને શાળામાં એક વાહનમાં લઈ જાય છે. પણ કેટલો સમય તેને ઊપાડીને વાહનમાં બેસાડશે અને તેને ભણવાના ઓરડામાં લઈ જશે. છોકરાએ પોતે પોતાનો પ્રબંધ કરવો પડશે, જેમ તે મોટો થશે તેમ તેનુ વજન વધશે, તેના ભાઈઓ અને બહેનોના લગ્ન થઈ જશે અને તેઓ તેમની જીંદગી જીવવા લાગશે. તેના માતાપિતા તેને મદદ કરવાની સ્થિતીમાં નહી રહેશે જેમ તેઓ ઘરડા થતા જશે. ઘણા બધા કુંટુંબો આવો વિચાર કરતા નથી.

આ માતાપિતાની જવાબદારી છે કે અપંગ બાળકના ભવિષ્ય વિષે વિચાર કરે. તેમને જો મદદની અથવા માર્ગદર્શનની જરૂર હોય તો તેઓ NGO નો સંપર્ક સાધે જે અપંગ માટે કામ કરે છે. માતાપિતાએ યાદ રાખવુ જોઇએ કે જ્યારે તેમના અપંગ બાળકો સ્વતંત્ર થઈ જશે અને ઘણા રોજના કામો પોતાની મેળાએ કરવા લાગશે, ત્યારે તેઓ આરામથી મરી શકશે એ જાણીને કે તેઓ જીવીત રહેશે પણ સારી રીતે સફળ રીતે જીવી શકશે.

હું લોકો પાસેથી એ અપેક્ષા રાખુ છુ કે તેઓ અપંગ લોકોની સામે એક સાધારણ માણસની જેમ જુએ. ઘણા બધા અપંગ લોકો રસ્તા ઉપર આવીને મોટા ભાગની વસ્તુઓ પોતે કરે છે નહિતર તેઓ રસ્તા ઉપર જોખમ કરીને નીકળી શક્યા ન હોત. ક્યારેક સૌથી વધારે જરૂર તેમને મદદની છે. વિશિષરૂપે આ કામગારોને નિર્દેશિત કરે છે. આ લોકોને કદાચ અપંગ લોકો માટે અણગમો છે અથવા તેમની કામ કરવાની ક્ષમતા ઉપર શક છે. મને ઘણી જગ્યાઓ ઉપર આનો અનુભવ છે. એક પ્રસિદ્ધ નોકરી આપતી સંસ્થા જે શિવાજીનગર એસટી બસ મથક ઉપર કામ કરનારી સ્ત્રીએ મને લાજશરમ રાખ્યા વીને કહ્યુ કે પોતે જો આજુબાજુમાં હોત તો તેણી મારૂ નામ નોંધવા ન દેત. તેના કહેવા પ્રમાણે ઘણા નોકરીદાતાઓ અપંગ લોકોને નોકરી આપતા નથી અને મને કહેવા લાગી કે તેઓ ફક્ત શારિરીક દેખાવા ઉપર નક્કી કરે છે. તો તે કેવી રીતે બને છે કે હું મારા બળ ઉપર નોકરી મેળવુ છુ અને બીજા કોઇની મદદ વીના સારી રીતે કામ કરૂ છુ. ત્યાં ઘણા બધા અપંગ લોકો છે જેઓ કાર્યાલયમાં, કારખાનામાં કામ કરે છે.

મને સરકાર ગમે તેવી નોકરીની જગ્યા જે અપંગ લોકો માટે સુરક્ષિત રાખી છે તે ભરશે તો મને ગમશે. મને ખબર નથી કે અપંગ લોકોને વીના મુલ્ય શિક્ષણ આપતી એવી યોજના છે. મને સરકાર વીના મુલ્ય અપંગ બાળકોને અને વયસ્કર લોકો (જે બેરોજગાર છે) માટે શિક્ષણ આપવાની યોજના ચાલુ કરશે તો ગમશે. આ મુખ્ય સાચી વાત એને લીધે છે કે મધ્યમ વર્ગના લોકો માટે તેના બાળકના શિક્ષણ ઉપર ખર્ચો કરવો બહુ અઘરૂ છે કારણકે તેમને પરિવાહન માટે વધારે પૈસા ખર્ચવા પડે છે. આના સિવાય સરકારે પુર્ન:વસવાટ કેન્દ્રો ચાલુ કરવા જોઇએ, જે આવા લોકોને મદદ કરે છે. કુબડી, પૈડાવાળી ખુરશી વગેરે જેવા ઉપકરણો અપંગ લોકોના સતત સાથી રહ્યા છે. તેઓએ આના ઉપર તેમની આખી જીંદગી ખર્ચી નાખવાની છે અને તેથી તેમને ઓછે ભાવે સરળતાથી મળે છે. આ વસ્તુઓ બહુ મોંધી છે અને ઘણીવાર ખાનગી દુકાનોમાં હલ્કી જાતની હોય છે. એક ધાર્મિક સંસ્થામાં કઠેરા મુકવાનો વિચાર બહુ વ્યાવહારિક છે. મને ઘણીવાર આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ કઠેરા સિવાય સીડી ઉપરથી ઉતરવુ બહુ જોખમકારક છે. આ દિવસોમાં એક બીજી સમસ્યાનો ઉમેરો થયો છે, ચમકદાર અને માટીની લાદી ઉપર કૂબડી લપસી જાય છે અને આ કારણને લીધે પણ મારી બેન્ક મેં બદલી નાખી છે. પણ લોકો દરેક જગ્યા ઉપર આ લાદી વાપરે છે. તે એટલી ખતરનાક છે કે જ્યારે જગ્યા ભીની હોય અને તેના ઉપર તમે ચાલો તો તમે પડવા માટે ખુલ્લુ નિમંત્રણ આપો છો.

મને સહાયત જુથો દરેક શહેરમાં અને ગામડામાં પણ જાય એ જોવુ ગમશે. અપંગ લોકોની બેઠકો યોજીત કરવી, તેમને મંચ આપવા માટે કે જેનાથી તેઓ તેમના જીવનમાં કેટલી સમસ્યાઓનો સામનો કરે છે, તે મૌજુદ કરી શકે. એ બહુ પરોપકારી હશે કે આ જુથના કેટલાક સભ્યો/સ્વયંસેવકો તેમની મુલાકાત લ્યે કે જો અપંગ છે અને જોખમભર્યુ કામ કરવુ પણ તેમના માટે અસંભવ છે. એ મોટી વાત છે કે તમારા કુંટુંબના સભ્યો સિવાય બીજા કોઇ તેમની સાથે વાત કરે. હું જે જગ્યા ઉપર કામ કરૂ છુ ત્યાં એક વ્યવસ્થા છે, જેમાં એક વૈદ્યકીય સામાજીક કામગાર અને સ્વયંસેવક કર્ક રોગથી પીડાતા જીવલેણ રોગના છેવટના તબક્કામાં આવેલ દરદીઓની તેમના ઘરે જઈને મુલાકાત લ્યે છે. આ તેમના કુંટુંબની નાણાકીય પરિસ્થિતીની આકારણી કરીને મદદ કરે છે અને તેમને માર્ગદર્શન આપે છે કે તેમને મદદ ક્યાંથી મળશે.

જેથી કરીને મારી જીંદગીને વ્યવસ્થિત કરવા, હું ગમે તેવા સક્ષમ વ્યક્તિની જેમ જીવવા ઇચ્છુ છુ. હું ઘણા કામ સ્વત કરી શકુ છુ. હું ઓછામાં ઓછુ એક કિલોમીટર ચાલી શકુ છુ અને તેથી બધી ખરીદી હું પોતાને મેળાએ કરુ છુ. મારી પાસે અવરજવર કરવા માટે એક મોટર સાઈકલની પડખે જોડેલી ગાડી છે, જેના ઉપર બજારમાંથી જઈને ઘરે સામગ્રી લાવુ છે. પણ હું સાર્વજનિક પરિવાહન ઉપર યાત્રા કરી શકુ છુ અને કરૂ છુ. ઘણા બધા સમયથી હું અપંગ છુ તેવુ મને લાગતુ નથી સિવાય કે બીજુ કોઇ મને યાદ કરાવે અથવા લોકો જ્યારે રમે છે. હું વિચારૂ છુ કે આ અપંગતા મને ન હોત તો હું નક્કી એક ખેલાડી હોત. હું શારિરીક વ્યાયામ તંદુરસ્ત રહેવા અને મારા હલનચલન માટે કરૂ છુ.વિનય ફાટક.
અપંગતા ઉપર વિન.વી.ફાટકનો લેખ.
મારો જન્મ એપ્રિલ ૩, ૧૯૬૪માં કરોડરજ્જુની વિકૃતિ સાથે થયો હતો. પણ આ હતુ, આની ખબર ઘણા વર્ષો પછી પડી. એક બાળકના રૂપમાં હું નવ મહીનાનો થયો ત્યારથી ચાલવા લાગ્યો. વિચિત્ર વસ્તુ એ હતી કે હું બહુ વ્હેલી ઉમરમાં ચાલવા લાગ્યો પણ હું નિયમિત રીતે પડતો, જે મારી ઉત્સુકતાને લીધે ચાલતો, જ્યારે હું ખરેખર ચાલવા માટે તૈયાર ન હતો. સાચી વાત એ હતી કે આનુ કારણ કોઇ સ્નાયુઓનો વિકાર છે, જેને લીધે હું અંતે પીડિત હતો જેનો કોઇએ વિચાર પણ ન કર્યો હોય.

મને કોઇ સ્પષ્ટ નબળાઈ અથવા ચાલવામાં મુશ્કેલી ન હતી, અને મને ઉઠવામાં પણ તકલીફ નહી પડતી. જેવો હું ઉંચો થવા લાગ્યો ત્યારે આ સમસ્યા હું ભુલી ગયો. હું હવે સરળતાથી પડતો નહી અને આ વાત મેં બંધ કરી નાખી. પણ આ સમસ્યા મને નિશ્ચિત રીતે ચાલુ રહી - હું સરળતાથી પલાઠી વાળીને બેસી શકતો નહી અને તે પરિસ્થિતીમાંથી ઉભો થઈ શકતો નહી. મારા પગની ઘુટી પણ નબળી થઈ ગઈ હતી અને એને લીધે રમતગમતમાં પણ ભાગ લઈ શકતો નહી જેમાં ઝડપી પ્રતિક્રિયા સંબધિત છે. ડૉક્ટરો અને મિત્રો જેવા એવો વિચાર કરતા કે આ કિસ્સો સાદી આળસનો છે અને તેને કાંઈ પણ કરી નહી શકાય. એટલે મેં પ્રવૃતીઓ ચાલુ કરી જેમાં જોમ લગાડવાને આધારીત છે, જેવા કે પર્વતારોહણ, પહાડ ચડવો અને લાંબી દોડ લગાવવી. આવી બધી મુશ્કેલીઓ હોવા છતા તેણે આવી પ્રવૃતીઓમાં ઝંપલાવ્યુ જેમાં તેને આરામ મળતો. હું સ્કાઉટનો છોકરો હતો અને સારો ગોળો ફેકનાર હતો. વધારામાં મને નાટ્યભુમીમાં વધારે રસ હતો.

હું મારી આખી જીંદગી બહુ જ દુબળો હતો લગભગ ૧૨ વર્ષો સુધી, અને પછી અચાનક મેં વજન વધારવાનુ ચાલુ થયુ અને હું ઉંચો પણ હતો. મારૂ જીવન સતત ઉંચી જાતનુ કિશોરપણુ, છોકરીઓ સાથે ફરવુ અને મેજબાનીમાં હંમેશા પ્રગતી કરતુ હતુ. પણ ત્યાર પછી તરત જ સમસ્યાઓ દેખાવા લાગી. હું જ્યારે લગભગ ૧૮ વર્ષનો હતો ત્યારે એક દિવસ મેં જાણ્યુ કે હું કુદી નથી શકતો.

આનુ કારણ મારા વજનને (૧૮૦ પાંઉડ) લીધે હતુ અને એટલે મેં તે ઓછુ કરવા જાણીબુજીને પ્રયત્ન કર્યો. પણ આ સમસ્યા દુર જ નહી ગઈ. હકીકતમાં તે પરિસ્થિતી વધારે બગડતી ગઈ અને ટેબલ ટેનિસ અથવા બેડમિન્ટન રમ્યા પછી હું બહુ જલ્દી થાકી જતો. જ્યારે હું મારી B.Sc (Physics) ની છેલ્લી પરિક્ષા આપતો હતો ત્યારે મને સુક્ષ્મ જંતુ દ્વારા તાવ (જે સામાન્ય રીતે માનવામાં આવે છે) આવ્યો જે ૧૦૫ ડીગ્રી ફેરનહાઈટ ૩ થી ૪ દિવસ સુધી રહ્યો અને પછી ચાલ્યો ગયો. આને લીધે ૭ દિવસોમાં મારૂ વજન ૨૦ પાંઉડ ઓછુ થઈ ગયુ અને પછી મારા પગમાં વિશિષ્ટ રૂપે નબળાઈ આવી અને ખાસ કરીને પીંડીના સ્નાયુઓમાં. આ બિંદુ ઉપર મારી નીચે જવાની યાત્રા ખરેખર ચાલુ થઈ.

મને ૨૦ વર્ષની ઉમરે કમરપટ્ટાના અવયવના સ્નાયુઓને સદોષ આહાર (LGMD)નુ નિદાન થયુ. અહિયા હું મારી માતાનો આભાર માનુ છુ. ( જે એક ખરેખર અજ્ઞાત પરોપકારી વ્યક્તિ હતી, તેણીએ મને થોડા વિશ્વાસ સાથે આગળ જોવાનુ બતાવ્યુ). તે જાણતી હતી કે તેનો દિકરો એક દિવસ પૈડાવાળી ખુરશી ઉપર દેખાશે, તેણી બીજી બાજુ જોતી હતી, જ્યારે હું રાતની મેજબાનીમાં જતો, મેં સંબધો રાખ્યા અને પીવાનુ ચાલુ કર્યુ. મને અંતિમ પરિણામની ખબર હતી. હું ગળાડુબ જીંદગીનો આનંદ લુટવા માંડ્યો, જેવુ મને રજુ કરવામાં આવ્યુ હતુ. જીંદગીની વિવિધતા જોવા માટે મેં ઝડપથી વચલા ગાળામાં નોકરીઓ બદલાવાની શરૂ કરી અને કેટલાક મિત્રોને આનાથી શોક લાગ્યો.(તેમને મારા LGMD વિષે ખબર ન હતી). મેં એક શેરના દલાલના કર્મચારી, વિમાનો આડતિયો, નાણાના રોકાણનુ પૃથક્કરણ કરનાર, ખાતાના સંચાલક, EDP નો વડો, કંપનીનો વ્યવસ્થાપક, ખરીદી અને ઉઘરાણી કરવાનુ, મરઘાના ચારોનુ નિર્માતાનો સંપુર્ણ જવાબદારનુ કામ કર્યુ. વર્તમાનની મારી શારિરીક પરિસ્થિતીએ મને મારી છેલ્લી નોકરીમાં રાજીનામુ આપવા મજબુર કર્યો, જ્યાં હું એક પૂણેના પ્રમુખ શેર બઝારમાં સંચાલક હતો. હું વર્તમાનમાં ઈન્ટરનેટની સેવા, મારી કંપનીના માધ્યમથી “Plus Systems” ચાલુ કરીને તેમાં સામિલ છુ.

જેમને આમાં અભિરૂચી હોય તેમણે વિનયનો contact@aarogya.com ઉપર સંપર્ક સાધવો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us