આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 21st

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ Alzheimer's ના રોગનુ નિદાન.

Alzheimer's ના રોગનુ નિદાન.

Print PDF
ત્યાં તાજેતરમાં એક પણ ચકાસણી નથી જે બતાવી શકે કે એક વ્યક્તિને Alzheimer's નો રોગ થયો છે. તેનુ નિદાન એક પદ્ધતિસર આકારણીથી કરાય છે, જેને લીધે તેના સંભવિત કારણો દુર કરી શકાય.

Alzheimer's ના રોગનુ નિદાન થાય છે જ્યારે :
  • ૧. એક વ્યક્તિ પાસે જ્ઞાનાત્મક્નો પુરતો ઘટાડો છે, જે તેના ગાંડપણ માટે માનદંડ છે.
  • ૨. નૈદાનિક પાઠમાળા Alzheimer's ના રોગની સુસંગત છે.
  • ૩. બીજા કોઇ મગજના રોગો અથવા બીજી કોઇ પ્રક્રિયા ગાંડપણનો ખુલાસો કરવા માટે સારી નથી.
Alzheimer's ના રોગનુ નિદાન વૈદ્યકીય ઇતિહાસ અને શારિરીક પરીક્ષા ઉપર આધારિત છે. શારિરીક પરીક્ષા એટલા માટે કરવામાં આવે છે કે તેને કોઇ શારિરીક સમસ્યા નથી ને, જે એક વ્યક્તિના ગાંડપણના લક્ષણોને કારણભુત હોય. આ કેટલીક સમસ્યાઓ કદાચ સુધારવા માટે શક્ય હોય.

નિદાનમાં સમાવેશ.
વૈદ્યકીય ઇતિહાસ.
એક વ્યક્તિને તેના/તેણીના કુંટુંબના સભ્યોને અથવા મિત્રોને તેના આજના અને વીતી ગયેલા કાળના લક્ષણો વિષે Alzheimer's ના રોગના સવાલો પુછવામાં આવે છે. તેને વીતી ગયેલા સમયના રોગ, કુંટુંબનો વૈદ્યકીય ઇતિહાસ, માનસિક રોગ ઉપચારને લગતા સવાલો પુછવામાં આવે છે.

માનસિક સ્થિતીની પરીક્ષા.
આ પ્રક્રિયાના પરિક્ષણમાં સમાવેશ છે, એક વ્યક્તિની સમય અને જગ્યાને ઓળખવાની શક્તિ અને યાદ રાખવાની આવડત પણ, તે/તેણી પોતે સાદી ગણતરી કરવાની તાકાત. તેમાં શબ્દોને અને વસ્તુઓને પાછા બોલવવાની, રેખાકૃતિ અને શબ્દ રચનાને સાદા સવાલો જેવા કે "આ ક્યો મહિનો છે?" ના જેવી કસરતોનો સમાવેશ છે.

શારિરીક પરીક્ષા
બીજા કારણોને દુર કરવા મદદ કરીને શારિરીક પરીક્ષા લેવામાં આવશે. ચિકિત્સક તેનુ હદય, ફેફસા, કાળજુ, ગુર્દા અથવા કંઠગ્રંથીની સમસ્યાને તપાસે છે, જે કદાચ લક્ષણોને નિમિત હોય. મજ્જાતંતુઓની રચનાના વિકારો આ લક્ષણોને કારણભુત છે કે નહી, તેનુ મુલ્યાંકન કરીને. ચિકીત્સક તેના સ્નાયુની માત્રા અને તાકાત, સમન્વય, આંખોનુ હલનચલન, ભાષા અને સંવેદનાની ચકાસણી કરશે.

પ્રયોગશાળાના પરિક્ષણો.
ઘણા પરિક્ષણો કરવામાં આવશે. સવિસ્તર લોહીનુ પરિક્ષણ કરવામાં આવશે એ જાણવા માટે કે તેને anemia, મધુમેહનો વિકાર, કંઠગ્રંથીની સમસ્યાઓ અથવા ચેપની સમસ્યાઓ છે, જે કદાચ આવા લક્ષણોનુ કારણ છે.

બીજા પરિક્ષણો જેવા કે X-rays અને EEG ના ( lectroencephalogram) વિદ્ધુતમસ્તિષ્ક લેખ, કદાચ આવી સમસ્યાનુ મુળ જાણવા માટે વપરાય છે. કેટલાક કેન્દ્રોમાં scans કદાચ વપરાયેલ છે. નીચે જણાવેલની કદાચ ભલામણ કરવામાં આવે છે, પણ હંમેશા તે નિદાન કરવા માટે જરૂરી નથી.

CT (computerized tomography) scan and MRI (magnetic resonance imaging) માં મગજની છબીઓ લ્યે છે.

SPECT (single proton emission computed tomo–graphy) મગજમાં લોહી કેવી રીતે ફરી રહ્યુ છે તે બતાવે છે.

PET (positive electron tomography) મગજના જુદાજુદા ભાગોની કેટલીક પ્રક્રિયાઓ કરતી વખતે જેવી કે વાચવુ અને વાતો કરતી વખતે કેવી રીતે પ્રત્યુતર આપે છે.

માનસિક અને માનસશાસ્ત્ર સંબંધી મુલ્યાંકન.
એક માનસિક મુલ્યાંકન બીજા રોગોને કદાચ દુર કરવા મદદ કરે છે, રોગો જેવા કે ઉદાસિનતા જે Alzheimer's ના રોગના લક્ષણોને નિમિત્ત કરે છે. ચેતા મનોવૈજ્ઞાનિકનુ પરિક્ષણ, યાદશક્તિ, વિચારશક્તિ, લેખન વગેરેનુ મુલ્યાંકન કરે છે.

તેના વધારામાં, એક વ્યક્તિ તેના માનસિક અને કાર્યાત્મક દરજ્જોની પરીક્ષા અને માનસિક આરોગ્યની આકારણીમાંથી પસાર થાય છે. તેનુ અનુસ્થાપન જાણવા આ પરિક્ષણો દરમ્યાન એક વ્યક્તિને સાદા કાર્યો કરવાનુ કહેશે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us