
Vatatapika
ઉપચાર શરૂ કરતાં પહેલા નીચે દર્શાવેલ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખો
પંચકર્મમાં દર્શાવ્યા પ્રમાણે વિશિષ્ટ ઉપચાર દ્વારા શરીરમાં પાચનક્રિયાથી નિર્માણ થનાર નકામા પદાર્થને કાઢી શરીરને અંદરથી સ્વચ્છ કરવામાં આવે છે. શરીરમાંથી જે (ખોરાક દ્વારા રોગ નિપજાવતું જે - Toxins) ને કાઢી નાખ્યાં પછી "સાયન" નો ઉપચાર કરવાથી અસરકારક પરિણામ મળે છે. તે ઉપરાંન્ત પણ આ પ્રકિયાનું અસરકારક પરિણામ મળી શકે છે.
"સાયન" ઉપચારનો ઉપયોગ કરેલ વ્યક્તિ આરોગ્યપૂર્ણ સમાજનું નિર્માણ કરે છે, વિચાર, બોલવાનું અને કાર્ય કરવાનું શિખવવામાં આવે છે. વાસ્તવમાં આ ઘટકને આયુર્વેદમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.
સાયન ઉપચાર પદ્ધતી બે પ્રકારે કરવામાં આવે છે
કુટીપ્રવેશિકા
સાયન ઉપચાર કરવામાં આવતો હોવાથી દર્દીને દવાખાનામાં રહેવું પડે છે. વિશિષ્ટ પ્રકારની કૂટીર (ઝૂંપડી)/ઓરડાની વ્યવસ્થા તેને માટે કરવી પડે છે. ડૉકટરના જણાવ્યા પ્રમાણે આહાર અને પરેજીનો દર્દીએ સંપૂર્ણ પણે પાલન કરવું પડે છે. સાયન (Rejuvenation) નો ઉપયોગ કરતાં પહેલા દર્દીએ પંચકર્મનો ઉપચાર કરવો પડે છે. તેને કારણે વ્યવસાય/નોકરી કરનારા માટે આ પદ્ધતી યોગ્ય પૂરવાર થતી નથી.
વાતાતપિકા (Vatatapika)
(ઉચ્ચાર - Vaa-taa-ta-pi-ka) જે વ્યક્તિને આયુર્વેદિક દવાઆનામાં રહેવા માટે સમય નથી તેવા લોકો માટે આ ઉપચાર પદ્ધતી અત્યંત યોગ્ય છે. સાધારણરીતે રોજીંદા કાર્યને નિયમિત રાખવા માટે આ પદ્ધતીનો ઉપયોગ કરી શકાય. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે આયુર્વેદીક ઔષધોમાં સાયન/મિશ્રણનો સમાવેશ હોય છે. આ ઔષધોને સૂર્યોદયના સમયે ખાલી પેટે લેવાની હોય છે. આ ઔષધોનો ઉપચાર પંચકર્મનો ઉપચાર ન કરતા પણ કરીશકાય છે.