આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો આરોગ્ય સંબંધિત વિમો તમને આરોગ્ય વિમાની પૉલિસી ખરીદતા પહેલા અને પછી શું જાણવુ જરૂરી છે

તમને આરોગ્ય વિમાની પૉલિસી ખરીદતા પહેલા અને પછી શું જાણવુ જરૂરી છે

Print PDF
તમને આટલા બધા વિકલ્પો મળે છે, ત્યારે એ ડહાપણભર્યુ છે કે કોઇ પણ એક કંપનીને આપતા પહેલા તમને મળતા આરોગ્ય વિમાની પૉલિસીના બધા વિકલ્પોનો અભ્યાસ કરીને સરખાવવા. ફક્ત હપ્તાની કિંમત ઉપર કેન્દ્રીત કરતા પહેલા પોતાના ભવિષ્યના વૈદ્યકીય જરૂરીયાત ઉપર આધાર રાખી, કેટલાક મૂળભૂત સવાલો મગજમાં રાખીને પૂછવા જોઇએ.

વિમા પૉલિસીના ખરીદાર માટે નામોની યાદી
ચુકવણીના વિકલ્પો
સૌથી પહેલો પ્રશ્ન પૂછવો કે આ કંપની રોકડા પૈસા આપીને પતાવે છે અથવા વૈદ્યકીય ચુકવણીના પૈસા પોતે ભરે છે અને પછી વિમા કંપની પાસેથી તે વસુલ કરે છે. જો પહેલુ નક્કી હોય તો, તમારી જરૂરીયાતના સમયમાં તે ખાત્રી આપે છે કે તમારી વૈદ્યકીય જરૂરીયાતો વિમા કંપનીને જણાવો કે જે તમને મંજુર કરેલી ઇસ્પિતાલની યાદીમાં તમને કઈ ઇસ્પિતાલમાં ઉપચાર મળશે. જો તે પછીનુ હોય તો તમે તમારા કટોકટીના સમયે લાગતા ઘણા પૈસા બાજુમાં મુકવા તૈયાર રહેવુ પડશે. કારણકે તે પૈસા તમને શરૂઆતથી લાગશે. એક સમજદાર રસ્તો એ છે કે તમારા ઘરની આજુબાજુમાં કઈ ઇસ્પિતાલ છે તેની તપાસ કરવી જે તમને કટોકટીના સમયે કદાચ કામ આવે અને જે એક તમારા વિમાની કંપનીની ઇસ્પિતાલના નેટવર્કમાં હોય.

બિમારીઓ જેનો સમાવેશ નથી
તમે તમારા વિમા ઉતારનારને બિમારીઓ અને કાર્યપ્રણાલીની યાદી જેનો આ પૉલિસીમાં સમાવેશ નથી એ માંગવી જોઇએ. દા.ત. દાત અને સૌદર્યવર્ધક શસ્ત્રક્રિયાઓનો મોટા ભાગની સ્વાસ્થયની વિમા કંપનીઓ સમાવેશ નથી કરતી.

કિંમતોનો સમાવેશ નથી
કેટલીક રોગ નિદાન કરવાની અથવા ઉપચાર કરવાની દવાની કિંમતનો પૉલિસીમાં સમાવેશ નથી. બહારના દર્દીઓની સારવાર કરવાના પૈસા પણ આ વિમા કંપનીઓ આપતી નથી. વિમા લાગુ કરવા માટે ઓછામાં ઓછુ એક દિવસ ઇસ્પિતાલમાં ઉપચાર કરાવવો ફરજીઆત છે. બધા ખર્ચાની યાદીની ચકાસણી કરવી તે ઉત્તમ છે જે પૈસા આપણને પાછા મળવાના છે. તે આપણને ભવિષ્યમાં લાગતા પૈસા બચાવવા માટે સારી રીતે યોજના બનાવવા મદદ કરશે.

ભરપાઈ ખર્ચ પાછુ આપવાનો સમય
કેટલીક પૉલિસીઓ દવા ખરીદવા માટે લાગતા પૈસા પહેલા વર્ષમાં નથી આપતી. દા.ત. કેટલીક વિમા કંપનીઓ મોતીબિંદુની શસ્ત્રક્રિયાનો ખર્ચ પૉલિસીના પહેલા વર્ષમાં નથી આપતી. તમને જાણકારી હોવી જોઇએ કે તમે લીધેલ પોલિસી આ વર્ગમાં છે.

પૉલિસીની પેટા સીમા
કેટલીક વાર ત્યાં પેટા સીમા જુદાજુદા ખર્ચા માટે પૉલિસીની અંદર હોય છે. એક ચોક્કસ ખર્ચ માટે વિમા કંપની તમને કેટલા પૈસા આપશે એની જાણ હોવી જોઇએ. પૉલિસીને તમારી સારવાર કરવા બરોબર લાગતી રક્કમની જાણ હશે પણ તેની પેટા સીમા કદાચ તમારી બરોબર સારવાર કરેલા પૈસાને આપતા રોકે.

અકસ્માતનુ વ્યાપેલુ ક્ષેત્ર
આજનુ સામાજીક - રાજકીય વાતાવરણ જોઇ એ પુછવુ સારૂ પડશે કે તોફાન અથવા આંતકવાદીના હુમલાઓ જે મેં પૉલિસી લીધી છે એમાં આવૃત છે.

શાંતી કરવાનો ગાળો
તમારી સ્વાસ્થયની વિમા પૉલિસી ખરીદ્યા પછી, પહેલાના ૩૦ દિવસ શાંતી કરવાનો ગાળો કહેવાય છે. આ ૩૦ દિવસ દરમ્યાન ઇસ્પિતાલમાં કોઇ બિમારી માટે ભરતી થવુ તેનો ઘણી પૉલિસીઓમાં સમાવેશ નથી. તેનો સમાવેશ ૩૧માં દિવસથી શરૂ થાય છે. તે છતા, કોઇ અકસ્માતને લીધે ઇસ્પિતાલમાં દાખલ થાય તો તેનો આ પૉલિસી પહેલા દિવસથી સમાવેશ કરે છે. મહેરબાની કરીને તમે તમારા વિમાનો પ્રબંધ કરનારા પાસેથી શાંતી કરવાના ગાળા વિષે અધિક જાણકારી માંગો.

નવા પૉલિસી ધારકો માટે નામોની યાદી
તો તમે હવે નવી સ્વાસ્થયના વિમાની પૉલિસી લીધી. તમારૂ પહેલુ કામ પુરૂ થયુ. હવે તમે પોતાને સુરક્ષિત રાખવા માટે તમારા કરારની વ્યાવસાયિક શિક્ષણ વિગતવાર વાંચીને સમજવી જોઇએ. અહીયા કેટલીક વસ્તુઓ જોવા લાયક છે.

અજ્ઞાત સ્વાસ્થયની સ્થિતી
સ્વાસ્થયની પૉલિસી આપતા પહેલા ઘણા બધા વિમા ઉતારનારા તમને તમારી આજની આરોગ્યની સ્થિતી વિષે પુછશે. જો તમે કોઇ પણ દવા વિષે તમારા વિમા ઉતારનારને નહી બતાવો તો તમારી પૉલિસી આ બિમારીથી સારા થવા માટે ખર્ચેલા પૈસા તમને આપશે નહી.
ભરપાઈ પાછી આપવાના ઉપરની સીમા
સાધારણ સ્થિતીમાં વિમા કંપનીઓ તેની પૉલિસીની રક્કમ ઉપર મર્યાદા રાખે છે. જો તમારો દવાનો ખર્ચો વધારે થયો હોય તો તમારે બાકીના પૈસા તમારા ખીસામાંથી આપવા પડશે. એટલે તમે વિમો ખરીદ્યા પછી પણ તમે તમારા બચાવેલા પૈસા તમારા આરોગ્યને સંબધિત ખર્ચા માટે બાજુમાં રાખવા પડશે.

ઉમરની સીમા
ઔષધીય વિમાની મર્યાદા સાધારણપણે ફક્ત એક ઉમર સુધી હોય છે. (ઘણી બધી વિમાની કંપનીઓ ૬૫ વર્ષની ઉમર સુધી વિમો કરે છે.) જો તમે આ ઉમરની મર્યાદાથી વધારે હો તો, તમને તમારી અત્યારેની પૉલિસીના આધાર ઉપર અમુક તમારી નવી પૉલિસીનુ નવીકરણ નહી થાય. વ્યંગાત્મક રીતે આ ઉમરમાં એક વ્યક્તિની નાણાકીય મદદની જરૂર લગભગ બધા લોકોને હોય છે, તેમ છતા સરકાર વિમા કંપનીઓ વયસ્કર લોકો માટે ખાસ પૉલિસી કાઢવા માટે પ્રોત્સાહન આપે છે પણ તે હજી સુધી અમલમાં મુકવામાં આવી નથી.

આ માર્ગદર્શક ઉપર ચાલવાથી તમને એક સારો વિચાર આવશે કે તમે અજાણીત બિમારીઓ અને ઔષધીય કટોકટીના સમયમાં કેવી રીતે સુરક્ષિત રહી શક્શો. જો તમારી નાણાકીય માગણીઓ વિમા કંપની તરફથી અસ્વીકાર થાય અથવા અમર્યાદિત સમય માટે મુલતવી થાય તો તમે વિમા વિનિયામક અને વિકાસ અધિકારી (IRDA) નિવારણ કોષને તમારી ફરિયાદ કરી શકો છો. આ કોષ પૉલિસી ધારકોની ફરિયાદો જોવા માટે ખાસ બનાવ્યો છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us