આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો આરોગ્ય સંબંધિત વિમો લોકપાલ - સર્વસાધારણ અવલોકન

લોકપાલ - સર્વસાધારણ અવલોકન

Print PDF
તમે એક કાલ્પનિક વસ્તુ જુઓ જ્યારે તમારા ખરાબ સ્વાસ્થયને સુધારવા માટે કેટલાક વૈદ્યકીય ખર્ચો કર્યો છે અને તમને ખબર છે કે તમારી વિમાની કંપની તેનુ ભોગતાન કરશે. તેમ છતા અત્યાર સુધી તમે તમારા વિમાનો હપ્તો નિયમિત ભરતા હતા. પણ હવે જો તમારો વિમાનો દાવો કોઇ કારણને લીધે ત્રીજા જુથના કારભારીઓ નામંજુર કરે અને પછી તમારી વિમાની કંપની પણ નામંજુર કરે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

તમે તમારો કિસ્સો ક્ષેત્રના લોકપાલ પાસે લઈ જાવ જે તમારી અને વિમા કરનાર વચ્ચે દરમ્યાનગીરી કરશે અને જોશે કે તમારો દાવો કાયેદસર છે કે નહી. જો હા હોય તો લોકપાલ ભારતમાં ચાલુ રહેલ બધી સ્વાસ્થયની વિમા કંપનીઓ માટે વિમાના દાવા વિષે થતી દલીલો ઉપર આદેશ આપશે.

લોકપાલ શાંના માટે જોઇએ છે?
આ એક ગ્રાહકના સ્વાસ્થયના વિમાને લગતી ફરિયાદ, અદાલતમાં ગયા વીના, પહોચવાનો જલ્દી રસ્તો છે. આ એક લોકપાલની વિમાની કંપની છે જે IRDA એ બનાવી છે. તે વિમાની કંપનીમાં ગ્રાહકનો વિશ્વાસ અને શ્રદ્ધાનુ નિર્માણ કરે છે. આ સંસ્થા પૉલિસી ધારકોના હિતોનુ રક્ષણ કરવા એક મોટો સુમેળ છે.

લોકપાલની કાર્યાલયની શું કામગીરી છે?
એક વિમાના લોકપાલે બે પ્રકારની કામગીરી બજાવવાની હોય છે.

સમાધાન
વિમાના લોકપાલને કોઇપણ માણસને વિમા ઉતારનાર સામે ફરિયાદ હોય તો તેને તે મેળવવા માટે અને વિચાર કરવા માટે અધિકાર છે. તમારી ફરિયાદ કદાચ નીચે બતાવેલ ગમે તે વિચાર સંબધિત હોય:
 • વિમા કંપનીઓના દાવાનો એક અધુરો અથવા પુર્ણ ભાગ હોય.
 • પૉલિસીનો હપ્તો ભર્યો હોય કે ભરવાનો હોય તેની શરતો વિષે વિવાદ.
 • પૉલિસીના કાનુની શબ્દો વિષે બંધારણ બાબત દલીલ તેવા દાવામાં જેમાં દલીલોનો દાવો છે.
 • દાવાના પતાવટમાં વિલંબ.
 • ગ્રાહકે તેના હપ્તા ભર્યા પછી વિમાના દસ્તાવેજો નહી આપવા.
ઇનામ આપવુ
એક લોકપાલને રૂ.૨૦/- લાખ કરતા વધુ રકમનુ ઇનામ આપવાનો અધિકાર નથી. વિમાની કંપનીઓએ લોકપાલે મંજુર કરેલા વિમાના ઇનામો ત્રણ મહીનામાં આપવા માટે તેનુ માન રાખવુ જોઇએ.

હું લોકપાલના સંબધમાં ક્યારે આવીશ?
 • જો તમારો વિમાનો દાવો TPA એ નમંજુર કર્યો હોય તો તમારે વિમા ઉતારનારા સામે દરખાસ્ત કરવાની જરૂર છે.
 • જો તમારી વિમાની કંપની તમારો દાવો નામંજુર કરે અથવા તમારા દાવાને તેના એક મહિના મળ્યા પછી પણ જવાબ ન આપે અથવા તેનો જવાબ તમને સંતોષજનક ન લાગે તો તમે લોકપાલને મળી શકો છો.
હું કેવી રીતે રાજપાલના કાર્યાલયમાં ફરિયાદ કરૂ?
ત્યાં કેટલાક નિયમોનુ પાલન કરવુ પડશે, જો તમારે લોકપાલના કાર્યાલયમાં દાવો કરવો હોય.
 • તમારો દાવો લેખિત હોવો જોઇએ.
 • તમે તમારા વિમાના લોકપાલને અરજી કરવી જોઇએ જ્યાં તેનુ કાર્યાલય વિમા ઉતારવાના ક્ષેત્રમાં હોય.
લોકપાલના કાર્યાલયમાં ફરિયાદ કરવા માટે મારે કેવા કાગળપત્રોની જરૂર પડશે?
 • તમે ચોક્કસરીતે નક્કી કરો કે તમારા વિમાના દાવાના અને તેને લગતા બધા દસ્તાવેજોની નકલો ઇસ્પિતાલમાંથી, શસ્ત્રવૈદ્ય અને બીજા વૈદ્યકીય ખર્ચા વિષે, તેમની પાસેથી લીધી હોય.
તેનો કેટલો ખર્ચો મને લાગશે?
 • જરા પણ નહી, કારણકે લોકપાલના કાર્યાલયની સેવા મફત છે અને તમારે વકીલ રાખવાની જરૂર નથી.
હું લોકપાલના સંબધમાં ક્યાં આવી શકુ?
 • ત્યાં આખા દેશમાં ૧૨ લોકપાલો છે, જેમના ભૌગોલિક વિસ્તારો જુદાજુદા ક્ષેત્રમાં છે કારણકે તેમના સત્તાવિસ્તાર તે ક્ષેત્રમાં છે.
 • લોકપાલ કદાચ તેમના સત્તાવિસ્તારના ક્ષેત્રમાં બેઠકો રાખશે જેને લીધે તમારી ફરિયાદોનો ચુકાદો જલ્દી થાય.
 • વિમાના લોકપાલના કાર્યાલયો નીચે બતાવેલ જગ્યામાં સ્થાપિત છે. ૧) ભોપાલ, ૨) ભુવનેશ્વર, ૩) કોચિન, ૪) ગૌહાટી, ૫) ચંઢીગઢ, ૬) નવી દીલ્હી, ૭) ચૈનાઈ, ૮) કોલકત્તા, ૯) અહમદાવાદ, ૧૦) લખનૌ, ૧૧) મુંબઈ, ૧૨) હૈદરાબાદ.
 • તમારા સંપર્કની જાણકારી માટે અને વિમાના લોકપાલ અને તમારા ક્ષેત્ર માટે IRDA ની વેબસાઈટની મુલાકાત લ્યો.
તો હવે તે કેવી રીતે ચાલે છે?
 • જ્યારે તમારી ફરિયાદ તમારા લોકપાલની દરમ્યાનગીરી પછી ઠરીઠામ થાય, તે એક ભલામણ કરશે જે આ કિસ્સાઓના સંજોગોને અનુકુળ હોય.
 • આ ભલામણ એક મહિના કરતા વધારે સમયમાં નહી કરવી જોઇએ અને તેની નકલો ફરિયાદી અને વિમાની કંપની જે સંબધિત હોય તેને મોકલવી જોઇએ.
 • જો ફરિયાદી ભલામણ સ્વીકાર કરશે, તે લખેલ માહિતી ૧૫ દિવસમાં તેની પતાવટની તારીખમાં મોકલશે.
 • લોકપાલ ફરિયાદ મળ્યા પછી ત્રણ મહીનામાં ઇનામ મંજુર કરશે. આ ઇનામો વિમાની કંપનીઓને બંધનકારક રહેશે.
 • જો તમને પૉલિસીના ધારકના રૂપમાં લોક્પાલે આપેલા પૈસાથી સંતુષ્ટ ન હોય તો તમે ગ્રાહક મંચ અને કાનુનની અદાલત જેવી જગ્યાઓમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
મારે બીજુ શું જાણવુ જોઇએ?
 • વર્તમાન નિયમોને લાગીને દરેક વિમાની કંપનીએ જણાવવુ જોઇએ કે ક્યાં લોકપાલના વિસ્તારમાં તમારા વિમા ઉતારનારનુ કાર્યાલય તમારા પછીની ફરિયાદની નોંધ કરવા માટે પડ્યુ છે. એટલે જો તમે તમારી પોલિસી ખરીદતી વખતે જાણકારી ન જુઓ તો ક્રુપિયા તે માંગો.
 • તમારી ફરિયાદ તમે તમારા કાયદાના ઉત્તરાધિકારીના માધ્યમથી નોંધાવી શકો છો.
 • હંમેશા તમારા બધાય પત્રવ્યવહાર લેખિત હોવા જોઇએ અને બધાય દસ્તાવેજની નકલો તમારી નોંધ માટે રાખવી જોઇએ અને પત્રકમાં નોંધાયેલ ટપાલ (મળ્યાની જાણ સાથે) એ ખાત્રી કરવા માટે કે બીજા આસામીને તમારો પત્ર મળ્યો છે કે નહી.
 • એક વસ્તુ ધ્યાનમાં રાખો કે તમે તમારી ફરિયાદ લોકપાલને એક વર્ષની અંદર તમને વિમા કંપની તરફથી જવાબ મળ્યા પછી મોકલાવવી જોઇએ. આના સિવાય તમારી આ ફરિયાદ કોઇ પણ અદાલતની સામે ગ્રાહક મંચ અથવા મધ્યસ્થીની સામે નિકાલ થાય ત્યાં સુધી રહેવી ન જોઇએ.
શું થશે જો હું લોકપાલના ઠરાવથી સંતુષ્ટ નહી થાઊ?
 • જ્યારે લોકપાલનો નિર્ણય વિમા આપનારને બંધનકારક છે, તે છતા તમને તમારો વિકલ્પ ગ્રાહકની અદાલતમાં લઈ જવા યોગ્ય છે જો તમને તેનો નિર્ણય માન્ય ન હોય. આ વખતે તમારો મુદ્દો આગળ મુકવા માટે એક વકીલની જરૂર પડશે.
 • જ્યારથી આ કાર્યાલય બન્યુ છે, ત્યારથી કેટલાક રાજપાલોને ફરિયાદો સતત આવવા લાગી છે. આ બતાવે છે કે પોલિસી ધારકો લોકપાલની વિમાની સંસ્થામાં આત્મવીશ્વાસ ધરાવે છે. જો તમે કોઇ સ્થિતીમાં હોય અને તમને લોકપાલના દરમ્યાનગીરીનો લાભ લેવાની જરૂર હોય તો તમે નાસીપાસ નહી થતા. તમારા નિશ્ચયમાં અડગ રહો અને જે વાજબી રીતે તમારૂ છે તેને લેવા માટે લડો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us