આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો આરોગ્ય સંબંધિત વિમો સ્વાસ્થયના વિમાના પ્રકારો

સ્વાસ્થયના વિમાના પ્રકારો

Print PDF
ત્યાં સ્વાસ્થયની વિમાની પૉલિસીના ઘણા પ્રકારો છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે તમે એકને પસંદ કરશો.

વ્યક્તિ માટે પૉલિસીઓ
પહેલી વ્યક્તિગત મેડીક્લેમ પૉલિસી છે. આ દરેક વ્યક્તિ માટે મૂળભૂત પૉલિસી છે જે તેને બિમારીઓ અથવા ઇજાઓથી સલામત રાખે છે.

અસ્થાયી વિમા પૉલિસી
અસ્થાયી વિમા પૉલિસી તમારા આખા કુંટુંબને એક રકમ માટે અને એક હપ્તા માટે સુરક્ષિત કરે છે. આ વ્યક્તિગત પૉલિસીમાં કરેલ દરેક ખર્ચાનુ ધ્યાન રાખે છે. આ રકમ ફક્ત એક વ્યક્તિને બદલે તે આખા કુંટુંબને આવરી લ્યે છે.

ગંભીર બિમારીની પૉલિસી
ગંભીર બિમારીની પૉલિસી એક વધારે પડતી વિશિષ્ટ છે. તેમાંથી કેટલીક બિમારીઓ વિમા પુરૂ પાડનારે ગંભીર ગણાવી છે. આ દરેક કંપનીથી કંપની માટે બદલાય છે. પણ તેમાં કેટલીક સાધારણ બિમારીઓ અહીયા નોંધાવેલ છે, જે કર્કરોગ, હદયની બિમારી, ગુરદાનુ નિષ્ફળ જવુ, પ્રમુખ શરીરની ઇન્દ્રીયોનો ફેરબદલ, હુમલો, લકવો વગેરે છે. આ પૉલિસી ઘણા બધા વિકલ્પ મર્યાદિત નિશંક ભંડોળમાં આવે છે અને બીજી પૉલિસીના મર્યાદિત સમય માટે. તે અપંગ થયેલાનો પણ સમાવેશ કરે છે અને તે દર્દીઓ માટે નિશ્ચિત કરે છે જેની આવક બિમારીના સમય દરમ્યાન તેઓ ગુમાવે છે.

વિદેશી પૉલિસી
એક વિદેશી મેડીક્લેમ પૉલિસી વિદેશ યાત્રા દરમ્યાન તેનો સમાવેશ કરવાનો પ્રબંધ કરે છે. પરદેશી જમીન ઉપર બિમાર પડવુ એ એક આઘાતવાળો અનુભવ છે અને આ પૉલિસી વૈદ્યકીય સારવારના પૈસા આપવા વિષે દર્દીના મગજ ઉપર અસર કરે છે.

વિદ્યાર્થીનો વૈદ્યકીય વિમો
વિદ્યાર્થીનો વૈદ્યકીય વિમો તેના વિદેશમાં અભ્યાસ દરમ્યાન આરોગ્યની દેખભાળ માટે થતા ખર્ચાનુ ધ્યાન રાખે છે. ઘણા વિદેશી વિશ્વવિદ્યાલયો, વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે આ પૉલિસીઓની માંગ કરે છે. આ વિદેશ કરતા ભારતમાં ખરીદવા માટે સસ્તી છે.

કર બચાવતી પૉલિસી
કર બચાવવા માટે વિમાનો એક નવો વર્ગની શરૂઆત કરી છે. સંપુર્ણ આવક ઉપર થતા કરને બચાવવા જે આવક કરનો કાયદો ૧૯૬૧, પેટા વિભાગ ૮૦D ની નીચે છે. બધી યોજના માટે રૂ.૧૫૦૦૦/-નો હપ્તો નક્કી થયો છે. પ્રોઢ નાગરિકો જેમની ઉમર ૬૫ કરતા વધારે છે તેમનો હપ્તો રૂ.૨૦,૦૦૦/- છે. આ યોજનામાં ઇસ્પિતાલના બહારના દર્દી ઉપર થતો ખર્ચો (OPD) રૂ.૧૦,૦૦૦/-નો ભુગતાનનો સમાવેશ છે. આમાં રોગનુ નિદાન કરવા માટે થતી ચકાસણી, દાતની સારવાર અને તેને લગતા ખર્ચાનો સમાવેશ છે. આ વિમો એવા લોકો માટે અનુકૂળ છે જેઓનો સંપુર્ણ વૈદ્યકીય ખર્ચો કર મુક્ત હોય.

વ્યક્તિગત જરૂરીઆત ઉપર આધારિત તમે તમારી ઉપર બતાવેલ પ્રમાણે પૉલિસી નક્કી કરી શકો છો, જે તમને સૌથી સારી રીતે અનુકૂળ હોય. તમે પોતાને સુરક્ષિત કરો પછી કરતા વ્હેલા કરો કે જેને લીધે ભવિષ્યમાં થનારી વસ્તુઓ માટે તમે સંપુર્ણ રીતે તૈયાર હો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us