આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો આરોગ્ય સંબંધિત વિમો સ્વાસ્થ્ય વિમા ઉદ્યોગ - મુખ્ય બંધારણ અને તેના કામો

સ્વાસ્થ્ય વિમા ઉદ્યોગ - મુખ્ય બંધારણ અને તેના કામો

Print PDF
તમે જો નક્કી કર્યુ હોય કે તમારા માટે અને તમારા કુંટુંબ માટે સ્વાસ્થયનો વિમો ઉતરાવવો છે, તો એ હંમેશા માટે સૌથી સારૂ છે કે તમારા મહેનતના પૈસાનો કારભાર કેવી રીતે થશે. એક ગ્રાહક તરીકે તમારા હક્કો લાંબા સમય સુધી ચાલે તે માટે તમારે વિમાની સંગઠીત વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે જાણવુ. તમને સાથેસાથ તમારી મુશ્કેલીમાં જોઇતો સહારો મળશે, જો નાણાકીય વિવાદની ઘટના થાય. આ લેખ તમને ઉદ્યોગ, તેના સંવેદનશીલ દેખરેખ રાખનારા, બંધારણ અને પરિભાષા વિષે સામાન્ય જાણકારી આપે છે.

બંધારણ
સરળ રીતે મુકો, તે આવી રીતે કામ કરશે
  • તમે નક્કી કરો કે તમારે સ્વાસ્થયના વિમાની પૉલિસી બનાવવી છે.
  • તમે એવી કંપની નક્કી કરો કે જે તમને સૌથી વધારે વિકલ્પો આપે.
  • તે વિમા કંપની, તમારૂ ખાતુ ત્રીજા પક્ષના પ્રબંધક અથવા TPA ને આપશે કે જેનાથી તમારો ધંધો કુશળતાપુર્વક સંભાળી શકાય.
  • TPA તમારા બધા વિમાને સંબધિત ક્રિયાપ્રતિક્રિયા કરવા તમારા સંપર્કનુ કેંદ્ર બનશે.
  • જો તમને તમારા વિમાનો દાવો કરવો હોય તો TPA તે મેળવવા માટે આયોજન કરશે.
  • જો કોઇ કારણને લીધે તમારો દાવો TPA નામંજુર કરે અને વિમા કંપની પણ, તો તમારી આ વાત આગળ વધારવા માટે એક કહેવાતા તમારી ફરિયાદની તપાસ કરવા માટે નીમેલા અધિકારીને મળો.
  • વિમાની સલાહગાર મંડળે નિયુક્ત કરેલા ત્યાં ફરિયાદોની તપાસ કરવા માટે નિમેલા ૧૨ અધિકારીઓ છે જેઓનો ભૌગોલિક સત્તાવિસ્તારના પ્રમાણે ભાગ પાડ્યા છે.
  • આ બધી વિમા કંપનીઓ, મધ્યસ્થીઓ અને આડતિયા IRDA દ્વારા નજર અંદાજ થાય છે.
જે આપણને IRDA તરફ લાવ્યા છે. તે આપણને યોગ્ય લાગે છે કે કાઇક સરકારના મંડળ વિષે જાણકારી જે વિમા કંપનીનુ નિયમન કરે છે અને ફક્ત આપણને પુનરાશ્વાસન આપે છે કે વિમાની કંપનીઓ તેમની પ્રક્રિયા માટે ઉંચા જવાબદાર અધિકાર તરફથી ગણી શકાય.

IRDA શું છે?
તમારા અધિકારોનુ રક્ષણ કરવા સરકારે ચકાસણી અને સંતુલનની એક રચના કરી છે, જે આપણા વિમાના ઉદ્યોગનો વિકાસ નિયંત્રિત કરે અને વૃદ્ધિ કરે છે. વિમો વ્યવસ્થિત અને વિકસિત અધિકાર અથવા IRDA જેવી એક સંસ્થા. આ એક ભારત સરકારે નીમેલી મૂળભૂત ૧૦ સભ્યોની બનેલી ટોળી છે, જેમાં એક અધ્યક્ષ, પાંચ પુર્ણ સમય કામ કરનાર સભ્યો અને ચાર અંશકાલિક કામ કરનારા સભ્યો છે. આ સંસ્થા, ભારતના સંસદમાં ૧૯૯૯માં IRDA ના બીલ મંજુર કર્યા પછી બની.

એના નિર્માણે ભારતીય વિમાના ક્ષેત્રમાં ક્રાંતીકારક ફેરફાર લાવ્યા. તેની સ્થાપના પછીના ૧૦ વર્ષોમાં આ ઉદ્યોગનો જબરદસ્ત વિકાસ થયો. જ્યારે IRDA અસ્તિત્વમાં આવ્યુ ત્યારે ત્યાં વિમાના ઉદ્યોગમાં ફક્ત Life Insurance Corporation of India (LIC) and General Insurance Corporation of India (GIC) ના ખેલાડીઓ હતા. તે છતા ત્યાર પછી ૨૩ નવા ખેલાડીઓ બહાર આવ્યા. આ વિકાસે એક નિરોગી હરીફાઈ આગળ કરી છે જેનો અર્થ સારા વિકલ્પો અને સુવિધાઓ તમારા માટે અને ઘરાક માટે મળશે.

IRDA કેવી રીતે કામ કરે છે?
કાયદેસરપણુ
વિમા આપનાર કંપનીઓએ IRDA ની માન્યતા, બજારમાં તેમના માલ વહેચાતા પહેલા લેવી જોઇએ. આ તેમને નોંધણીનુ પ્રમાણ પત્ર મેળવ્યા પછી થાય છે. આગળ વધીને, નવીકરણ, સુધારાઓ, પાછુ લેવુ અથવા આવી નોંધણીઓનુ રદ્દ કરવુ પણ IRDA ના હાથમાં છે. આ નિશ્ચિત કરે છે કે વિમા આપનારા તેમના નિયમોના ચોકઠામાં એક નિશ્ચિત કાર્યક્ષમતાના સ્તર ઉપર ચાલતા રહે.

તમારા હિતો માટે બહાર જુઓ
IRDA પૉલિસી ધારકોના હિતોની સુરક્ષા કરે છે. ભલે તેણે કોઇપણ વિમાની કંપની સાથે કરાર કર્યો હોય. તે ખાસ કરીને તેવી જે પૉલિસીની સોપણી સંબધિત વાતો, પૉલિસી ધારકોથી નિમણૂક, વિમાયોગ્ય હિત અને વિમાના દાવાનો સંકલ્પ, પૉલિસીની કિંમતનુ સમર્પણ અને કરારની આવી બીજી શરતો અને દરખાસ્તો આ નિશ્ચિત કરે છે. તમને સ્પષ્ટ, ચોક્કસ અને સાચી જાણકારી ઉત્પાદનો અને તેની સેવાઓ વિષે મળે છે.

વ્યવસ્થિત કરનાર વસ્તુ
વિમા પૉલિસીના વ્યવહારમાં જે પક્ષોની કામગિરી સંબધિત છે તેમને IRDA નિયંત્રણમાં લાવે છે. આમાં ઓળખપત્રની આવશ્યકતા અને વિમા કંપનીની જરૂરી યોગ્યતાની અને તેના મધ્યસ્થની જરૂર છે. આ બધા મોજણીદારના આચાર સહિતાની મર્યાદા નક્કી કરે છે અને તેમના ધંધામાં ગુચવાયેલા ન્યાય સલાહકારને થતા નુકશાનની આકારણી કરે છે. તે ઝડપથી ખરા કરવાવાળાના દાવાઓની પતાવટ કરે છે, વિમાની છેતરપીંડીને અને બીજા ભ્રષ્ટાચારને રોકે છે. તે વાદવિવાદની ઘટનામાં પણ અસરકારક નિવારણ પદ્ધતીને જગ્યા ઉપર લાવવા જવાબદાર છે.

નિવારણો
સરકાર દેશમાં તમારા દાવાને અસરકારક નિવારણ કરવા માટે લોકપાલની નિવણુક કરે છે. IRDA આમાં એક દેખરેખ રાખનારની ભુમિકા ભજવે છે અને ત્યારે પછી લોકપાલના કામ ઉપર પણ ધ્યાન આપે છે. તમારી ફરિયાદ પર અમલબજવણી ઝડપી બનાવવા લોકપાલ કાર્યાલયમાં જવુ તે તમારા માટે સુવિધાજનક છે અને પૈસા નથી આપવા પડતા. જો તમને લોકપાલનો ઠરાવ મંજુર ન હોય તો તમે જીલ્લા સ્તર - ગ્રાહકના મંચ ઉપર તમારી અરજી નોંધાવી શકો છો.

તેની અસરમાં IRDA એક સલાહકાર અને વિમાના ધંધા ઉપર ધ્યાન રાખનાર તરીકે કામ કરે છે કે જેનાથી તમને જરૂર પડે ત્યારે સારામાં સારી લાગતી સેવા મેળવી શકો છો. તમારે જો IRDA અને તેના કામ વિષે વધારે જાણકારી જોતી હોય તો તમે વેબસાઈટ www.irdaindia.org ની મુલાકાત લેવી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us