ગુંગળામણ અને ગળુ દબાવવા ઉપર પ્રાથમિક ઉપચાર
દરદીને ખુલ્લી હવામાં બેસાડવો જોઇએ.
જો કોઇક વસ્તુ તેના ગળામાં હોય જે શ્વાસ લેવા માટે અડચણ લાવતી હોય તો તરત જ ઢીલી કરી નાખો.
તેની દાઢી ઉચી કરો જે દરદીને શ્વાસ લેવાની નળીને ખુલ્લો રસ્તો આપશે.
જો ગળુ કોઇ બહારની વસ્તુને તેની શ્વાસ લેવાની નળીમાં ફસાવાથી દબાતુ હોય, તો દરદીને બંને હાથે કમરની પાછળથી પકડીને તમારી પક્કડ અચાનક જોરથી સજ્જડ કરો અને ઉપરથી નીચે સુધી ધકેલો. આ સાધારણ પણે વસ્તુને ઉધરસ ખાઈને બહાર કાઢશે.