આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

કમ્પ્યુટરની દૃષ્ટીના દેખાતા લક્ષણો

Print PDF
કમ્પ્યુટરની દૃષ્ટીના દેખાતા લક્ષણો (CVS) કમ્પ્યુટરના લાંબા વપરાશથી આંખોને થતી તાણને લગતા છે. કમ્પ્યુટરની દૃષ્ટીના દેખાતા લક્ષણો આંખમાં બળતરા થવી, જેવી કે એક સુકી આંખ, લાલ, ખંજોર આવતી અને પાણીથી ભરેલી, થાકેલી અને તેને ધ્યાન કેંદ્રીત કરતા તકલીફ પડે છે. બીજા (CVS) ના લક્ષણો છે - માથુ દુખવુ, વાસો દુખવો અને સ્નાયુઓમાં આકડી આવવી.

કમ્પ્યુટરની દૃષ્ટીના રોગના દેખાતા લક્ષણોના કારણો
એક માણસની દૃષ્ટી ઘણા કલાકો સુધી કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર એકીટસે જોવા અનુકુળ નથી. કમ્પ્યુટરના સ્ક્રીન નાનકડા બિંદુના બન્યા છે, જેના ઉપર આંખો તેનુ ધ્યાન કેંદ્રીત નથી કરી શકતી. કમ્પ્યુટરના વાપરનારાએ એટલા માટે તેનુ ધ્યાન કેંદ્રીત કરવુ જોઇએ અને છબીઓને તીક્ષ્ણ બનાવવા માટે ધ્યાન ફરીથી કેંદ્રીત કરવુ જોઇએ, આને લીધે આંખના સ્નાયુઓને ગ્રહણશીલ તાણ થાય છે.

વધારામાં, કમ્પ્યુટરના લાંબા સમય સુધી વાપરવાથી આંખોના પલકારા વારંવાર થતા ઓછા થઈ જાય છે જેને લીધે આંખો સુકાઈ જાય છે અને તેમાં દર્દ થાય છે. આનું પરિણામ કેંદ્રીત કરવાની શક્તિ ઓછી થાય છે અને દૃષ્ટી કદાચ ઝાંખી પડી જાય છે અને તેથી માથામાં અને ગળામાં દર્દ ચાલુ થઈ જાય છે. ગમે તે માણસ જે દિવસમાં લગભગ બે કલાક કમ્પ્યુટર ઉપર કામ કરે છે તેને કમ્પ્યુટરની દૃષ્ટીના રોગના એક સાથે દેખાતા લક્ષણો થવાનુ જોખમ રહે છે.

કમ્પ્યુટરની દૃષ્ટીના રોગના દેખાતા લક્ષણોની રોકથામ
કમ્પ્યુટર ઉપર કામ કરતી વખતે ત્યાં કેટલાક પ્રતિબંધક માત્રાઓ છે જે આપણી આંખોની તાણ ઓછી કરે છે. સારી સલાહો ધ્યાનમાં રાખવી જોઇએ : મૉનીટરની જગ્યા - આંખોથી ૨૦ થી ૨૬ ઈંચ દુર રાખવી જોઇએ, પ્રકાશનુ મુળ એવી રીતે રાખવુ કે જેને લીધે આંખો ઓછી અંજાય અને સ્ક્રીન ઉપરના પ્રતિબિંબ ઓછા થાય, આંખોને ભીની કરવા માટે વારંવાર પલકારા મારો અને કમ્પ્યુટરથી દૃષ્ટી દુર કરો.
  • તમારા કમ્પ્યુટરનો સ્ક્રીન તમારી આંખોથી ૨૦ થી ૨૪" દુર રહે તેની ખાત્રી કરો અને ૨૦° આંખોની નીચે હોય.
  • જો તમે કોઈ દસ્તાવેજ ધારક વાપરતા હો તો તે સ્ક્રીનની નજીક રાખો.
  • તમારા માથા ઉપરની રોશની ઓછી કરો અને મેજ ઉપરનો દીવો નીચે રાખો અને બરોબર ગોઠવો કે જેને લીધે પ્રકાશ આંખોમાં ન જાય અથવા સ્ક્રીન ઉપર ન પડે.
  • દરેક ૧૫ મિનિટે દુરની વસ્તુ ઉપર તમારી નજર કેંદ્રીત કરો કે જેથી તમારા સ્નાયુઓને આરામ મળશે.
  • જો જરૂર પડે તો પ્રકાશ નહી પાડનારી ગળણી સ્ક્રીન ઉપર વાપરો.
  • આંખો વારંવાર પલકારવા કોશિશ કરો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us