આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jan 28th

Last update:04:36:36 AM GMT

મધુમેહ

Print PDF
  • સારા પાકા જાંબુને સુકવી બારીક ખાંડી, ચુર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બેવાર લેવાથી મધુમેહ મટે છે.
  • લસણને પીસીને તેનું પાણી પીવાથી મધુમેહ મટે છે.
  • રોજ રાત્રે દોઢથી બે તોલો મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખુબ મસળી, ગાળીને પીવાથી મધુમેહ મટે છે.
  • આમળાનું ચુર્ણ ફાકવાથી મધુમેહમાં રાહત થાય છે.
  • હળદ ગાંઠિયાને પીસી, ધીમાં શેકી થોડી સાકર મેળવી, રોજ ખાવાથી મધુમેહમાં ખુબ ફાયદો થાય છે.
  • હરડે, બહેડા, કડવા લીમડાની અંત છાલ, મામેજવો ને જાંબુના ઠળીયા સાથે સરખે ભાગે લઈ બારીક ચુર્ણ કરી સવાર - સાંજ લેવાથી મધુમેહ મટે છે.
  • હળદ એક ચમચી અને આમળાનું ચુર્ણ એક ચમચી ભેગા કરી રોજ સવાર- સાંજ લેવાથી મધુમેહમાં ખુબ રાહત થાય છે.
  • ૫૦ ગ્રામ લીલી હળદ, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રના પાન ૩૦ ને વાટી ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજાવી સવારે ખુબ મસળી કપડાથી ગાળી સવારે નયણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઇ ખાવું નહી ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી મધુમેહ મટે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us