આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jan 28th

Last update:04:36:36 AM GMT

૨૩ સામાન્ય તકલીફો

Print PDF


દમા
 • લસણનો રસ કાઢી ૧૦-૧૫ ટીપા નવશેકા પાણીમાં નાખીને લેવું.
 • દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દિવાની જયોત પર ગરમ કરી પછી તેને છોલીને મરીનો ભુકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
 • બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત મળે છે.
 • રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
 • હળદ, મીરી અને અળદ એ ત્રણેને અંગાલા પર નાંખી ઘુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
 • દસ પંસદ લવીંગ ચાવીતે તેનો રસ ગળવાથી દમ મટે છે.
 • એલચી, ખજૂર અને દ્રાક્ષ મધ સાથે ચાટવાથી દમ મટે છે.
 • દર રોજ થોડી ખજુર ખાઇ ઉપર ગરમ પાણી પીવાથી કફ઼્અ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
 • બે ત્રણ સુકા અંજીર સવેરો અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફ઼્અનું પ્રમાણ ઘટે છે. અને દમ મટે છે.
 • નાગરવેલના પાનમાં રતીભાર ફ઼્ઉલવેલી ફ઼્અટકડી આવાથી દમ મટે છે.
 • અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
 • પંદર વીસ મીરી વાટી મધ સાથે રોજ ચાટવાથી દમ મટે છે.
 • તુલસીના રસ ૩ ગ્રામ. આદુનો રસ ૩ ગ્રામ. અમે એક ચમચી મધ સાથે લેવાથી દમ મટે છે.
 • ફ઼્ઉલવેલી ફ઼્અટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં યાર વખત અર્ધો તોલો જેટલી ફ઼્આક્વાથી દમ મટે છે.
ખોડો
 • પલાળેલી મેથીનો લેપ બનાવીને માથાંના તળીયામાં લગાડવો. એક કલાક રાખીને સાબુથી ઘોઇ નાખવું.
 • લીંબુના રસથી વાળ ધોવાથી નાખવું.
 • સફ઼્એદ બીટના મુળિયાને પાણીમાં ઉકાળીને માથામાં માલીશ કરવું.
 • બે ત્રણ દિવસનું દહીં, લીંબુનો રસ, મધ, વીનેગર, અને આમળાનો રસ પણ ઓડા માટે ઉપયોગી છે.
ઉતરતા વાળ
 • નવશેકું ઓલિવ ઓઇસ રાતના લગાડવાથી અને સવેરો વાળ ધોવાથી વાળ ખરતાં ખટકશે.
 • ટાલ પડી હોય એ જગ્યાએ કાંદો ઘસવો જ્યાં સુધી કાંદો લાલ રંગનો થાય. પછી એ જગ્યાચે મધ લગાડવ
 • આમળાના કટકાને કોપેલના તેલમાં ઉકાળવું. એ તેલ રોજ લગાવવું. આ પ્રયોગ અકસીર છે.
 • રાઇના તેલમાં મેંદીના પાનને ઉકાળવા. પાન બળી જાય પછી ગાળી લેવું. આ તેલથી માલીશ કરવાથી ફ઼્અરક પડે છે.
 • ટાલ માટે લીંબુના બી અને મીના ભૂકાનું મિશ્રણ લગાડવાથી ફ઼્અરક પડે છે.
 • આંગળીના ટેરવાથી ભીના માથામાં (ઠંડા પાણીથી ઘોયેલુ માથુ) મસાજ કરવાથી ઉતરતાં વાળ માટે સૌથી અસરકારક ઉપાય છે.
 • વાળ ઉતરતા હોય તો કોપાનું દૂધ તાળવામાં ઘસવાથી સુધારો થાય છે.
માથાનો દુ:ખાવો
અમુક જાતનો ખોરાક અને પીણાઓ માથુ દુખાનાઓ માટે પ્રશ્નો ઉભા નથી કરતા? નીચેનો પ્રયોગ અજમાવો. 'C' વાળી ત્રણ વસ્તુઓ: ચીઝ, ચોકલેટ, ખાટાં ફ઼્અળો.

નીચે દર્શાવેલી વસ્તુઓ પર પ્રતિબંધ કરો: (પ્રયોગ કરી જુઓ)
 • દારુનો શુદ્ધ અર્ક-આસ કરીને લાલ વાઇન.
 • આલ્કલી તત્વોની પ્રતિક્રિયા જે માસમાં હોય જેવા કે ડુકરનું માંસ, ટર્કીમધી, હોટ્ડોગ, સોસેજિસ.
 • મોનોસોડિયમ ગ્લુટામેટ (આજીનોમોટો) જે ચાઇનીઝના ખોરાકમાં વપરાય છે. ટીનમાનું માંસ અને મચ્છી નહી ખાવું.
 • મીઠાવાળા નાસ્તાઓ બંઘ કરવા.
 • કેફ઼્ઈન જે કોફ઼્ઈ, ચાય અને પરિણામ હોય છે. અને તે ઉત્તેજન કરે છે.
સવા - સાંજનું બોજન ટાળવું નહી. ખાસ કરીને આધાશિશિના દર્દીને ખોરાક બરાબર લેવો નહી તર લોહીની અંદરની સાકરનું પ્રમાણ ઓછું થાય છે અને કળવળીને ઉથલો મારે છે.

જયાં માથાનો સખત દુખાવો થાય ત્યો માથાને ગોળ કયક્યાવીને સ્કાફ઼્અ બાંઘવાની પધ્ધતિ યોગ્ય છે, એટલું ધ્યાન રાખવું કે સ્કાફ઼્અની ગાંઠ જયાં દુખતું હોય ત્યાં રાખવી, આને લીધે લોહીનો પ્રવાહ ઓછો થાય અને માથાના દુખાવામાં ફ઼્અરક પડે. ખાસ કરીને લમણાંના દુખાવામાં ફ઼્એર પડે.
અછબડાના ડાઘા
 • અળાઇ દેખાય ત્યાથી તે ભીંગડા થઈને નીકળી જાય ત્યાં સુધી સુખડ્નુ (ચંદનનું)તેલ લગાડવું. આને કારણે શરીર પર ડાઘા રહી ન જાય.
 • ઘા રુઝાવા આવે ત્યો વિટામીન ’ઋ’ નું તેલ લગાડવું.
 • ઘા રુઝાવા માટે શરીર પેઠે મધ ચોપડવું.
 • ઘા રુઝાવા ત્યો ખંજવાળને મટાડવા નવશેકા પાણીમાં લીમડો નાખવો અને એ પાણીથી દર્દીને સ્નાન કરાવવું.
 • કુદરતી ઓટના લોટથી દર્દીને સ્નાન કરાવવાથી ખંજવાળ નથી આવતી અથવા પ્રમાણ ઓછું થાય છે.
સ્પજીંગથી શીની ગરમીનું પ્રમાણ ખેંયાઇ જશે. બાળકને શીતળ જગ્યા પર રાખવું, પંખો ચલાવવો. (જેથી કરિને બાષ્પીભવન થશે.) કપડાં કાઢી નાખો. ચોખખા ટુવાલને પાળીમાં ભીનો કરીને, સાધારણ નીચોવીને શરીરને વીંટાળવું. શરીરનું ઉષ્ણતામાન ઓછું ન થાય ત્યાં સુધી થોડી વો ટુવાલનો પ્રયોગ કરવો.

સામાન્ય રીતે વહેમ છે કે સ્પજીંગની પધ્ધતિની શદી થાય! આ માન્યતા અમુક અમ્શે સાયી છે પણ એટલું યાદ રાખવું કે વધારો તાવના પ્રમાણને કાબૂમાં ન લેવાય તો વિકટ પરિસ્થિતી ઉપસ્થિત થઈ શકે.
 • કોઇપણ જાતનો તાવ આવ્યો હોય તો ફ઼્ઉદીનાનો અને આદુનો ઉકાળો પિવાથી તાવ ઉતરી જાય છે.
 • સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
 • કોફ઼્ઈ બનાવતી વખતે તેમાં તુલસીના અને ફ઼્ઉદીનાના પાન નાંખી ઉકાળી નીચે ઉતારી ૧૦ મિનીટ ઢાંકી રાખીનેપછી મધ નાંખીને પીવાથી કોઇપણ જાતનો તાવ મટે છે.
 • ફ઼્અલુના તાવમાં કાંદાનો રસ વાંરવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
 • તુલસીના પાન, અજમો અને સુઠનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાંખી લેવાથી ફ઼્અલુનો તાવ મટે છે.
 • ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ઼્અલુનો તાવ મટે છે.
 • એક ચમચી ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢીયો તાવ મટે છે.
 • ફ઼્ઉદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
 • ગરમ કરેલા દૂધમાં હળદ અને મીરી મેળવીને પિવાથી ટાઢીયો તાવ મટે છે.
 • મીરીનું ચુર્ણ તુલસીના રસ મધમાં પીવાથી ટાઢીયો તાવ મટે છે.
 • જીરૂ વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાણીને સવારે નયણા કોઠે પીવાથી ટાઢીયો તાવ મટે છે.
ઉધરસ
 • સરખા પ્રમાણમાં લીબું રસ અને મધનું મિશ્રણ કરવું અને લેવું.
 • એક ચમચી મધની અંદર બ્રેન્ડીના ટીપાં નાખીને પીવું.
 • આદુના રસમાં એક ચમચી મધ નાખીને પીવુ.
 • એક ચમચી દ્રાક્ષના રસમાં એક ચમચી મધ નાખીને લેવાથી પણ ફ઼્અરક પડે છે.
 • ૧ ચમચી કાયા કાંદાનો રસ અને એક ચમચી મધના મિશ્રણને ૩ થી ૪ કલાક રહેવાદો અને પછી ઉપયોગમાં લો. શર્દી માટે આ ઉપચાર અતિઉત્તમ છે.
 • બદામને રાતના પલાળીને છાસ કાઢવી. બદામને વાટી તેની અંદર સાકર અને માખણ ભેળવવું આ મિશ્રણ સૂકી ઉઘરસ માટે અકસીર છે.
 • કાંદાનો રસમાં મધ મેળવીને પીવાથી ગરમે તેવી ઉઘરસ મટે છે.
 • કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ઼્અ દૂર થઈ ઉઘરસ મટે છે.
 • લીંબુના રસમાં તેનાથી ચા ગણું મધ મેળવીને ચાટવાથી ઉઘરસ મટે છે.
 • મીનું ચુર્ણ દુધમાં ઉકાળી પીવાથી ઉઘરસ મટે છે.
 • લવીગને મોમા રાખી ચુસવાથી ઉઘરસ મટે છે.
 • મીનું ચુર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટાવાથી ઉઘરસ મટે છે.
 • એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉઘરસ મટેછે.
 • થોડી હીંગ શેકીને તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉઘરસ મટેછે.
 • દ્રાક્ષ અને સાક મોંમા રાખી ચુસવાથી ઉઘરસ મટે છે.
 • લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી કાળી ઉઘરસ (હુપીંગ) કફ઼્અ મટે છે.
 • લસણના ૨૦ થી રસ ટીપાંનો રસ, શરબતમાં મેલવી દિવસમાં ચાર-ચાર કલાકને અંતે પીવાથી કાળી ઉઘરસ (હુપીંગ) -ક્ફ઼્અ મટે છે.
 • દાડમના ફ઼્અળની છલનો ટુકડો મોંમા રાખી ચુસવાથી ઉઘરસ મટે છે.
 • આમલીના ચીંયોડાને શેકી તેના છોતાં કાઢી નાંખી, ચીયોડાનું બારીક ચુર્ણ બનાવી મધ અને ધીમાં મેળવીને પીવાથી ઉઘરસના કફ઼્અમાં લોહી પડતું હોય તો મટે છે.
 • થોડી ખજુર ખાઇ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી ક્ફ઼્અ પાતળો થઈને નિકળી જશે અને ઉઘરસ તથા દમ મટશે.
 • રાત્રે મીઠાની ફ઼્આંકી મોંમા રાખી મુકવાથી ઉઘરસ ઓછી આવશે.
 • ગરમ કેલા દૂધમાં હળદ અને ઘી મેળવી પીવાથી ઉઘરસ અને કફ઼્અ મટે છે.
 • ફ઼્ઉદીનાનો રસ પીવાથી ઉઘરસ મટે છે.
 • મીઠું અને હળદવાલો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉઘરસ અને શદી મટે છે.
 • હળદ અને સૂંઠ સવા-સાંજ મધમાં ચાટવાથી ઉઘરસ મટે છે.
 • નવસેકા પાણી સાથે અજમો ખાવાથી કફ઼્અની ખાંસી મટે છે.
 • તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉઘરસ થતા છાતીનો દુ:ખવોમટે છે.
 • રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગેરે સૂઈ જવાથી ઉઘરસ મટે છે.
 • અડુસીના પાનના રસ સાથે મધ લેવાથી ઉઘરસ મટે છે.
સામાન્ય શર્દી
 • નાક સૂકાય અને અકળામણ થાય ત્યારે સલાઇન અથવા મીઠાના પાણીના ટીપા નાખવા; જેનું પ્રમાણ ૧/૪ ચમચી ટેબલ સોલ્ટ ૪ml. નવશેકા પાણી. થોડા થોડા દિવસે તાજું મિશ્રણ બનાવવું ને ફ઼્રીજમાં મૂકવું. ટીપા નાખવાની નળી (dropper) સાફ઼્અ કરીને ૧ થી ૨ ટીંપા દેક નસકોરામાં નાખવા. (દિવસમાં ૩ થી ૪ વખત.)
 • ડૉક્ટરની સલાહ વગેરે ઔષધિયુક્ત ટીપાં વધો પ્રમાણમાં નહી નાખવા.
 • લસણના સને તેલમાં નાખી, એમાં કાંદાનો રસ ભેળવી એને પાતળું કરવું. આ મિશ્રણમાં એક કપ પાણી નાખવું. આ પ્રયોગ પણ લાભકારક છે.
 • આદુવાળી ચા અથવા આદુનો રસ અને સરખા પ્રમાણમાં મધનું મિશ્રણ લેવુ. આનાથી પણ રાહત મળે છે.
 • ગરમા ગરમ રેતી અથવા રેતીનો તીનો શેક કરવાથી શરદી મટે છે.
 • ગરમાં ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
 • સુંઠ, કાળામી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
 • રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
 • આદુનો રસ અને મધ એક એક ચમચી સવા-સાંજ પીવાથી શરદી મટે છે.
 • રાઇને વાટી મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
 • ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
 • અજમો વાટી તેની પોટલી સુંધવાથી શરદી મટે છે.
 • ગરમ દૂધમાં મીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.
 • મીરી, તજ અને આદુના ઉકાળો પીવાથી શરદી મટે છે.
 • લીંબુના રસમાં આદુંનુ ક્યુંબ અને સિઘંવ નાખી ખાવાથી શરદી મટે છે.
 • પાણીમાં સુંઠ નાખી ઉકાણી તે પાણી પીવાથી શરદી મટે છે.
 • કાળા મીરી અને શેકેલી હળદનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
 • હળદનો ઘુમાડો સુંઘવાથી શરદી તત જ મટે છે.
 • રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિં) શદી મટે છે.
 • કાંદાના રસના ટીંપા નાકમાં નાંખવાથી શરદી મટે છે.
 • ફુદીનાનો તાજે રસ પીવાથી શરદી મટે છે.
 • ફુદીનાના રસના ટીંપા નાકમાં નાંખવાથી પીનસ (સેખમ) મટે છે.
 • લવીંગના તેલને રૂમાલમાં નાંખી સુંધવાથી શરદી, સેખમ મટે છે.
 • સુંઠના ચુર્ણમા ગોળ અને થોડુંક ઘી નાંખી તેની ત્રણયા તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વસાદમાં સતત પલળી કામ કરનારા માટે આ ઉપાય ખુબ જ લાભદાયક છે. આનાથી શીની શક્તિ ઓ સ્ફ઼્ઉતિ જળવાઇ રહે છે.
 • સુંઠ તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સેખમ મટે છે.
 • સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંધવાથી શરદી મટે છે.
 • તુલસીના પાનનો રસ અને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
 • તુલસીના પાનવાળી ચાય પીવાથી શેખમ મટે છે.
 • તુલસી, સુંઠ, કાળામીરી અને ગોળનો ઉકાળો કીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
કબજીયાત
 • એક ચમચો મકાઇની સાક્વાળી ચાસણી કરીને ૮ ઔંસ પાણી ભેળવીને પીવું.
 • દિવસમાં બેવાર દૂધમાં વધાર્ર સાકર અથવા મધ નાખીને લેવું.
 • બઘા ફ઼્અળોમા બેલફ઼્અળ રોચક હોવાથી મળક્રિયામાં મદદ થાય છે, અને આંતડામાં શક્તિ આવે છે.
 • જમરૂખ (બી સાથે) ખાવાથી પેટ સાફ઼્અ આવે છે.
 • વધારો ફળાહાર લેવાથીં ખાસ કીને સૂકી કાળી દ્રાક્ષ, જમરૂખ, લીલી અને કાળી દ્રાક્ષ, સંતારાનો રસ અને પપૈયાથી કબજીયાતમાં ફ઼્અરક પડે છે.
 • સગી અને જુવાન બાળકોને થુલીવાળુ ધાન્ય આપવાથી કબજીયાત મટે છે.
 • અજમો અને સોનામુખીનું ચુર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
 • પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
 • નયણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટે છે.
 • લીબુંનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં નાખી સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
 • ખજુરને રાત્રે પલાળી સવારે મસળી, ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
 • ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
 • કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
 • રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
 • ત્રણ ગ્રામ મેથીનું ચુર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
 • ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળી રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
 • રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
 • અજમાના ચૂર્ણમાં સંયોરો નાખી ફાકવાથી કબજીયાત મટે છે.
 • તુલસીના ઉકાળામાં સિંધવ અમે સૂંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
 • જાયફ઼્અળ લીંબુના રસમાં ઘસીને તે ઘસરો લેવાથી કબજીયાત મટે છે.
 • કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે, અને શક્તિ વધે છે.
દાઝવું
 • પહેલા કપડાં ઢીલા કરી નાખવા. દાઝેલી જગ્યાની આજુ બાજુનું કપડું કાપી નાખવું, જો દાઝયા ઉપર કપડું હોય તો તે કાપવું નહી કે ખેંચીને કાઢવાનો પ્રયત્ન પણ ન કરવો.
 • હદ ઉપરાંત (વધો) દાઝેલો ડાઘ હોય તો એને એમ જ રહેવા દેવું અને દર્દીને ચોખ્ખી ધોયેલી ચાદર (કે કપડૂં) થી ઢાંકવી, પણ દર્દીને રાહત મળે એનું ખાસ ધ્યાન રાખવું.
 • બફ઼્અનો શેક કરવો અથવા બફ઼્અવાળા પાણીમાં કપડૂં ભીંજવીને દાઝેલી જગ્યા ઉપર થોડી થોડી વારે બદલતા રહેવું.
 • બાફ઼્એલા બટેટાની છાલ દાઝયા ઉપર લગાડવી.
ગોટલા
ચપટી જેટલું સિંધાલુણ જીભપર રાખવાથી ગોટલા નહી ચડવામાં રાહત રહે છે.

રોજના ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધો રાખવું. મોસંબીના રસમાં મીઠું નાખીને લેવું અથવા કયુંબરમાં મીઠાનો ઉપયોગ વધો કરવો.
દંતશૂળ
પીડાને ઓછી કરવા માટે ગાલ પર દુખતા દાંતની લાઇનમાં બફ઼્અનો શેક કરવો. જો દાંતમાં સડો હોય તો બફથી રાહત રહે છે અને સોજો ઓછો થાય છે, અને અસ્વસ્થતા થતી નથી. ઘારોકે દાંતમાં સડો ન હોય તો બફ઼્અના શેકથી સ્થિતિ બગડે છે. આવા સંજોગોમાં ગરમ પાણીની કોથળીનો શેક કરવો અથવા ઇલેક્ટ્રીકની ગરમ કોથળીનો શેક કરવો.

જો દાંતમાં પોલાણ હોય તો toothpick અથવા bud થી સાફ઼્અ કરવું. રૂને લવીંગના તેલમાં બોળીને પોલાણવામા દાંત આગણ મૂકવું. દાંતના પોલાણને યોખ્ખું રાખવા મીઠા પાણીના કોગળા કરવા. (૧ ચમચી મીઠું ૫૦૦ ml. પાણીમાં નાખવું.)
દાહ - બળતા
 • મમરા અને ખડી સાક્નો ઉકાણો પીવાથી બળતરા મટે છે.
 • દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
 • ઘાણા અને સાફ઼્અ પાણી સાથે લેવાથી બળતરા મટે છે.
 • ઘાણા અને જીરૂ એક એક ચમચી અઘકયરૂં ખાંડી રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી ગાળી તેમાં સાફ઼્અ નાંખી પીવાથી પેટની તથા હાથપગની બળતરા મટે છે.
 • ઘાણા જીરૂંનુ ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટીને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા મટે છે.
 • તાંદલજાનો રસ સાકર નાંખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે.
 • એલયીને આમળાના ચુર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પગના તળીયાનિ બળતરા મટે છે.
 • એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાંખી તેમાં થોડી સાકર મેળવીને પીવાથી પીતનો દાહ મટે છે.
 • સવારના પહોમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ, બળતા ખંજવાળ મટે છે.
હેડકી
બાળકને હેડકી આવે તો સાકરના દાણા ગળાવો. ચમચી વાળીને ગળે ડુયો મારયો હોય એવી રીતે રાખો. બાળકને એકદમ ધીમે ધીમે પાણી પીવડાવો. પાણીમાં થોડો (ચપટી) સોડાબાઇ કાર્બ નાખી શકાય. જેથી વધારે સારું લાગે. મોટી ઉમરના બાળકને શ્વાસ લેવાનીક્રિયા થોડી અટકાવવાની સલાહ આપો, અથવા જીલ બહાર કઢાવીને પકડી રાખો જે ડુચાની ગરજ સારે છે.
મોઢામાં ચાંદા પડવા
 • પીંપરમીટ ઓઇલ (તેલ) લગાડવાથી દર્દ નરમ પડે છે.
 • કોપારાનું તેલના થોડા ટીપા લગાડવાથી અથવા ખમણેલું કોપરું ચાવવાથી ફ઼્અરક પડે છે.
 • પાન પર કાથો લગાડીને ખાવાથી કોહવાણ અટકે છે.
ઉલટી
 • ફ઼્ઉદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
 • રાઇ ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઉલટી મટે છે.
 • મીરી અને મીઠું વાટીને ફ઼્આકવાથી ઉલટી મટે છે.
 • ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.
 • આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટે છે.
 • સુંઠ અને ગંઠોડાનું ચુર્ણ મધમાં નાખી ચાટવાથી ઉલટી મટે છે.
 • મીઠા લીમડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
 • તજનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
 • લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભારાવીને ચુસવાથી અન્નવિકારથી થતી ઉલટી મટે છે.
 • શેરડીનો રસ પિવાથી પીત્તની ઉલટી મટે છે.
 • તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
 • એલચીના દાણા વાટીને ફ઼્આકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ ડહોળતો હોય કે ઉલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે.
 • લીંબુ કાપી તેના ઉપર સૂંઠ, સિંધવ મીઠું નાખી ગરમ કરી ચુસવાથી અજીર્ણની ઉલટી અને ખોટા ઓડકાર મટે છે.
 • એક એક તોલો દ્રાક્ષ અને ઘાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પીત્તની ઉલટી મટે છે.
 • કાંદાનો રસ થોડા પાણીમાં એક કલાક પછી પીવાથી અપચનાને લીધે થતી ઉલટી મટે છે.
 • ચોખાના ઘોવાણમાં જાયફ઼્અળ ઘસીને પીવાથી ઉલટી- ઉબકા મટે છે.
 • મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ એલયી, ૨-૩ લવીંગ તથા સાકર નાખી ૫-૭ ઉભરા આવવા દઈ ઉતરીને ઠડું પાડી લો, તે પાણી ગાળીને ૧-૨ ચમચી લીંબુ નીચોવીને અથવા બફ઼્અનો ટુકડો નાંખીને પીવાથી ઉલટી મટે છે.
 • અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાંખી પીવાથી ઉલટી મટે છે.
 • ગાડી કે મોટર બસની મુસાફ઼્અરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંડે ત્યારે મોંમા લવીંગ અથવા તજ રાખી ચુસવાથી ચક્કર અને ઉલટી બંઘ થાય છે.
હસ અને મસાજ
ભેગું કરીને નીચેની દર્શાવેલી વસ્તુઓ લેવી.
 • અડઘી ચમચી લીંબુનો રસ અને અર્ધી ચમચી તાજો આદુનો રસ બંનેનું મિશ્રણ કરીને લેવું.
 • ૧ ચમચી મધ લેવું.
 • ૧/૨ ચમચી ફ઼્ઉદીનાનો રસ.
 • સૂકા અંજીરને પાણીમાં પલાળીને નયણેકોઠે (વહેલી પહોરમાં) લેવું હિતકારક છે.
 • સફ઼્એદ બીટને વાટીને એમાં દૂધ મેળવીને હસ પર લગાડવાથી રાહત મળે છે.
 • મધ અને ખમણેલું સફ઼્એદ બીટનું મિશ્રણ લેવું અકસીર છે.
 • સૂકા અને લોહી નીકળતા હસ માટે કાંદો ગુણકારી છે. બીજું ચામડી પર કાપેલો અને શેકેલો કાંદો લગાડવાથી પરિણામ યોગ્ય આવે છે અથવા સારું આવે છે.
ખીલ
 • લીંબુનો રસ પીવો.
 • કાકડીના પાન અથવા કાકડીના કટકા ખીલ પર લગાડો.
 • લવીંગવાળો મોઢાનો માસ્ક અથવા મેથીના પાનનો અર્ક લગાડીને રાતના સૂઇ જવુ. અને સવારે ઘોઇ નાખવું.
 • એક ચમચી હળદનો પાવડર અને ૧ ચમચી ફુદિનાનો રસ અથવા કોથમીરના રસનું મિશ્રણ લગાડવું. સૂતા પહેલા કાઢી નાખવું.
 • સંતરાની છાલનો ભૂકો પાણીમાં નાખીને ખીલની આસપાસ લગાડવાથી ફ઼્આયદો થાય છે.
 • એક લીટર જેટલું પાણી પીઓ જેથી કરીને ચામડીમાં ચળકાટ આવશે.
સોજા માટેની રાહત
 • સાંધાના સોજાવાળા ભાગને ઠંડા પાણીમાં મૂકવું.
 • બફ઼્અમાં અથવા ઠંડા પાણીમાં બોળેલા કપડાને સોજા પર મુકવું.
 • બફ઼્અનો શેક કરવો.
પીડાને અને દુ:ખાવામાં રાહત
 • મા લાગ્યો હોય એ ભાગ ઉપર રાખવું.
 • દર્દમાં રાહત રહે એને માટે દવાઓ લેવી.
પેટનો દુખાવો
 • બાળકને પકડીને સીધું ઉભુ રાખવું અથવા સુવાડીને બંને પગ પેટ આગળ લાવવા અને પેટને દબાવવું.
 • ડૂટીની આજુબાજુ હીંગનો પેસ્ટ લગાડવો તેથી બાળકને રાહત મળશે.
 • નાભિની આજુબાજુ ટરપેનટાઇન લગાડવું.
કમરનો દુ:ખાવો- સંધીવા
 • અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુ:ખાવો મટે છે.
 • સૂંઠ અને ગોખરૂ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુ:ખાવો મટે છે.
 • સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાક્વાથી કમરનો દુ:ખાવો મટે છે.
 • ખજૂરની પાંચ પીશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુ:ખાવો તેમજ દુ:ખતાં સાંધામાં આરામ થાય છે.
 • સૂંઠ અને હીંગ નાંખી તેલ ગરમ કરી માલીશ કરવાથી કમરનો દુ:ખાવો તથા શરીર જકડાઇ ગયું હોય તો તે પણ મટે છે.
 • રાઇના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીશ કરવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે.
 • આદુના રસમાં સહેજ મીઠું નાંખી તેનું માલીશ કરવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે, ડોકી રહી ગઈ હોય તો તે પણ મટે છે.
 • જાયફ઼્અળને સરસીયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંઘા છુટા પડે છે, અને સંધિવા મટે છે.
 • લવીંગનુ તેલ ઘસવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે.
 • ઘાણા ૧૦ ગ્રામ અને સૂંઠ ત્રણ ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાંખી પીવાથી પડખાનો દુ:ખાવો છાતીનો દુ:ખાવો મટે છે.
 • સૂંઠ, સાહજીરા અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના શૂળ મટે છે.
 • જીરૂં, હિંગ અને સિંધવની ફ઼્આકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.
 • સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાંખીને પીવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે.
 • દોઢ બે તોલા મેથી રોજ ફ઼્આકવાથી વા મટે છે.
 • કોઇપણ પ્રકારના શુળ પડખા, છાતી, હૃદય કે માથામાં દુ:ખાવો હોય તો તુલસીનો રસ ગરમ કરી તેના પર માલીશ કરવાથી તરત આરામ થાય છે અને બે ચમચી તુલસીનો રસ પી જવો.
 • મેથીને થોડા ઘી માં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુ:ખાવો અને સંધીવા મટે છે. જક્ડાઇ ગયેલા અંગો છુટા પડે છે અને હાથે પગેથતી કળતરા મટે છે.
અતિસાર અથવા સંગ્રહણી
પાણીમાં ઓગાળેલી ઘરગથ્થું દવાઓ
ઉકાળીને ઠંડુ કરેલું પાણી - એક લીટર
મીઠું - ૩/૪ ચમચી
સાકર - પાંચ ચંમચી
લીંબુ - ૧/૩

બીજા ઉપાય તીકે દર્દીને લીંબુપાણી અથવા ગેસ મેળવેલા પીણાં જેમાં ચપટી મીઠું નાખીને આપો. નાળિયલ પાણી તો સૌથી ઉત્તમ. બીજી પસંદગીઓમાં ચોખાનું પાણી, ચોખાની કાંજી, છાશ, લસ્સી અને હળવી યા વગેરે.

નાનું બાળક નકકર ખોરાક માગે તો ચોખાની સીરિયલ, કેળા, બાફ઼્એલા બટેટા, દહીં, દાળ, સુપ અથવા ખીચડી આપવી.
નાકમાંથી લોહી નીકળવું- નસકોરી ફ઼્ઉટવી
બંને બાજુની નસકેરી ઓને અંગુઠા અને પહેલી આંગળીથી એવી રીતે દબાવવું કે નાકની નીચેના હાડકા પછી હબાણ આવે. બાળકને સીધું બેસાડીને માથું પાછળ કરવું. આને કારણે લોહી ગળામાં નહિ જાય. બે મિનિટ સુધી નસકોરી આગળનું દબાંણ ચાલુ રાખવું. બીજી રીત પ્રમાણે બંને નસકોરીઓમાં રૂ(કપાસ) ને નાખવું અને બહારથી અંગુઠા અને પહેલી આંગળીથી પાંચ મિનિટ હબાણ આપવું. રૂને પેરાફ઼્ઈનમાં બોળીને બંને નસકોરીમાં નાખવું.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us