આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jan 28th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી દમનો રોગ દમના રોગના લક્ષણો અને તેની શોધખોળ

દમના રોગના લક્ષણો અને તેની શોધખોળ

Print PDF
વૈદ્યકીય દૃષ્ટીએ, દમનો રોગ એક લક્ષણોના જુથને સોપેલુ નામ છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી, શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ કરવો, ઉધરસ આવવી અને છાતી ઉપર દબાણ વગેરેનો સમાવેશ થાય છે. આ લક્ષણો જુદાજુદા જોડાણમાં(એક, કેટલાક અથવા બધાય) દેખાય છે અને તેની મર્યાદા ગંભીરતાથી લઈને હળવે સુધી કદાચ હોય છે. તેના લક્ષણો વચ્ચે વચ્ચે અટકી જાય છે, કદાચ તે જવલ્લે જ થાય છે, પણ તે મૌસમ પ્રમાણે અથવા દર મહીને, દર અઠવાડીયે અથવા રોજ થાય છે. ઘણા ગંભીર દાખલામાં આ લક્ષણો સતત ઉપસ્થિત હોય છે.

દમના રોગને લગતા લક્ષણો સાધારણપણે કેટલાક અંશે પરિવર્તનશીલ હોય છે, કોઇક લોકો દમના રોગની સાથે તેના લક્ષણોની જાણ સિવાય દિવસોના દિવસો કાઢી નાખે છે અને અચાનક તેની ગંભીર ઘટનાઓ દિવસોના અંત સુધી ચાલે છે. સૌથી સાધારણ લક્ષણ બંનેમાં, વૈદ્યમાં અને દર્દીમાં શ્વાસ લેતી વખતે થતો સિસોટીનો અવાજ છે. સિસોટીનો અવાજ કાઢવો એટલે સિસોટી વગાડવી અથવા ગરજવાનો અવાજ જે છાતીના શ્વાસ છોડવાથી આવે છે, તે કદાચ બુલંદ અથવા મુશ્કેલીથી સંભળાય તેવો હોય.

શ્વાસ લેતી વખતે સિસોટીનો અવાજ નીકળે છે, જ્યારે શ્વાસનળી જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ તે સંકોચાય જાય અને નીચે સુધી સાંકડી થઈ જાય છે, જેને લીધે ફેફસામાંથી આવતી હવામાં ધૃજારી થાય છે, કારણકે હવા દબાઈને સાંકડારસ્તામાંથી પસાર થવાની કોશિશ કરે છે. આ શ્વાસનળીનુ સાંકડુ થવુ હવાને સરળતાથી ફેફસામાંથી અંદર બહાર આવવા માટે અટકાવે છે, જેને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે (જેને વૈદ્યો ક્ર્ચ્છ્શ્વસનતા -(વૈદ્યો તેને dyspnea કહે છે.) લાળ જે શ્વાસનળીમાં સાધારણ રીતે બને છે, તે શ્વાસનળીમાંથી અને લકવાવાળા સ્નાયુઓના તાણ સાથે મગજમાંથી સરળ રીતે નીકળી શક્તી નથી. લાળ જમા થાય છે અને તેને લીધે ઉધરસની પ્રતિક્રિયા આપણા શરીરની વધારે પડતી લાળને શ્વાસમાંથી બહાર કાઢવા કોશિશ કરે છે. શ્વાસનળીમાં થતી આંકડી ઉધરસને ઉત્તેજીત કરે છે. કમનશીબે, નીચે બતાવેલ બદલાવ છેવટે ફાળો આપે છે, જે બીજા બદલાવો અને લક્ષણોને બગાડે છે.

દમના રોગનુ નિરીક્ષણ
  • થુંક જાડુ હોય શકે અને ચીકણું અને કદાચ eosinophils બતાવે છે
  • છાતીનો એક્સ રે અતિશય હવા ઉજાસવાળી છાતી બતાવે છે. તે બીજી શ્વાસ લેતી વખતે થતી તકલીફમાં ફરફ પાડવા મદદ કરે છે
  • જ્યારે દર્દીને તેનો ગંભીર હુમલો આવે છે, ત્યારે લોહીની ધોરીનસના વાયુનુ પરિક્ષણ આ રોગની ઉગ્રતા દર્શાવે છે
  • ફેફસાની કાર્યાત્મક કસોટી કદાચ અવરોધક શ્વાસ લેવાના રોગને બતાવશેM

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us