આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

જીવન એક પાલકત્વ

Print PDF
ઓહ, પાલકત્વ! તમને કોઇએ એવું જણાવ્યું નથી કે, આ એક સમય એવો આવશે કે,
અકાળે વૃદ્ધત્વ આવ્યા જેવું લાગશે.
ભરદિવસે થાક્યા હોય એવું લાગશે.
અને આ વાસ્તવિકતાના સબળ વિચારથી નૈરાશ્યપણું આવશે.

વિશ્વાસ કરો અથવા ના કરો!
તમે અત્યારે પાલક થયા છો એ ધ્યાનમાં રાખો! બાળક તમારૂં છે અને તમે બાળકના છો.(ઘણા પાલકોને આની જાણ હોતી નથી.) પોતાને એકલા ના સમજતાં બાળકના સાન્ધિયમાં વધારે રહો.

પાલક હોવાની સૌથી સારી વાત એટલે તમો સર્વ બાબતોની માહિતી હોવી જરૂરી નથી. બાળકની વૃદ્ધિની સાથે-સાથે પાલકત્વની જવાબદારી વધે છે. બાળકની જરૂરીયાત પુર્ણ કરતા કરતા તેમાંથી બંનેને સમાધાન કેવી રીતે મેળવશો, તેનું તમે જાતે જ વિચાર કરી જુઓ. તેમાં જ સમાધાની રહો.

જન્મથી એક વર્ષ સુધી
બાળકને સ્નાન કેવી રીતે કરાવવું? તેના કપડા ક્યારે, કેવી રીતે બદલવા? આ તમો શીખવું જોઇએ. વાંચીને, આપણા પાલકો અથવા ડૉકટરથી બોલીને આ સંબંધી માહિતી લેવી જોઇએ.

બાળકને પ્રેમ કરો.
તમારા બાળકને જેટલો આનંદ, પ્રેમ અપાય એટલો આપો. બાળકથી બોલીને, હસીને, રમીને, તેને પ્રેમથી વહાલ કરતાં તેને ચુંબન લેતાં મૌજમસ્તી કરવી જોઇએ. તેનાથી બાળકો ચિડચિડ કરતા નથી.

બાળકના ઉચ્ચારમાંથી અર્થ શોધો
નાના બાળકો મોંઢામી જે વિવિધ અવાજ કાઢતાં હોય છે તેમાં કોઇને કોઇ અર્થ છુપાયેલો હોય છે. ઉદા. મા ગ મા એટલે માં, પા ગ પા એટલે પપ્પા આવા જુદા-જુદા ઉચ્ચાર બાળક કરતા હોય છે. તેના સ્પષ્ટ ઉચ્ચાર બોલતો થાય ત્યાં સુધી તેના ચહેરા પના હાવભાવ સમજીને લેવા, તેનો યોગ્ય પ્રત્યુત્તર

આપવો એ પાલકોની એક જવાબદારી છે. શારિરીક બળનો ઉપયોગ ના કરો.
પાલક હોવાનો તાણ ખુબ જુદો હોય છે. પંરતુ બાળકને મારીને તે તેના પર વ્યકત ના કરો.

બાળકોનું ઘડપડવું
બાળક પાપા પગલી ભરવા લાગે ત્યારે તે ઘરમાંથી બધી વસ્તુઓ ઉચકવાની કોશિશ કરે છે. શું લવ, શું ના લવ એવું તેને લાગતું હોય છે. પ્રત્યેક વસ્તુ તેના માટે નવીન હોય છે. તે લેવાની તેની ઘડપડ ચાલુ હોય છે.

નાના બાળકો આખા ઘરમાં ફરતા હોય છે. તેનું ધ્યાન રાખી તે કોઇ વસ્તુને હાથમાં ના લઈ શકે એવું આપણને લાગતું હોય અથવા કોઇ વસ્તુ ભૂલે ચુકે મોંઢામાં લેવાની શક્યતા હોય એવી વસ્તુ પાલકોએ પહેલાથી ઉપર મૂકી દેવી. સહજ રીતે આ ના કરો, તેને હાથ ના લગાવો. એવું વારંવાર બોલવાનું સમય આપણને આવશે નહી.

બંધન સાદો અને સરળ રાખો
તમારા ઘડપડતા બાળક્ને સુરક્ષિત રાખવું એ તમારૂં સાચો ધ્યેય છે. તે માટે આ ક, આ ના ક, એવી તેના પર લગાવવામાં આવેલ બંધન સાદો રાખવો. ખાવાપીવાની સારી આદતો પાડતી વખતે તેમાં જમતાં પહેલા હાથ ધોવા, જમ્યાં પછી કોગળાં એ સાદી ભાષામાં તેને સમજાવવું.

વિદ્યાર્થી વચ્ચે

રસ દાખવવો
બાળકનું ગૃહકાર્ય તપાસો. શાળામાં શું બન્યું તે વિશેષ તેને પુછો. તેના મિત્રો પાસે તેના વિશેષ જાણો અને બાળકના શિક્ષકને મળવા માટે સમય કાઢો.

સંપર્ક સાધો
બાળકની બોલવું તથા તેનું કહેવું ધ્યાનપૂર્વક સાંભળવું આ રીતે પાલકોએ આળકથી સંપર્ક કરવાનો ઉત્તમ માર્ગ છે.

યુવાવસ્થામાં પ્રવેશના મુંઝવણમાં ના મુકાવો
યુવાવસ્થા શું હોય છે તે વયમાં આવતાં બાળકોને પહેલાથી સમજાવો, તથા તેનામાં થતાં શારિરીક બદલ સમજાવી તેને માનસિક રીતે તૈયાર કરો. બાળક્ને જીવન વિશેષ સમજાવતાં ’તે મને ખબર છે’ એવું કહેવાનું પ્રયત્ન કરતાં હોય છે. તે તરફ દુર્લક્ષ કરી તેને જીવન બદલની માહિતી વસ્તુસ્થિત યોગ્યરીતે ઓળખાવી આપો. આ બઘુ કહેવાનું આગ્રહ એટલે કે તમે એકજ એવા છો જે તમારા બાળકની ભાવનાને યોગ્ય રીતે ઓળખાવી આપો.

મિત્રોની સામે બાળક પર પ્રેમ બતાવો નહી તથા તેના પર ગુસ્સે થાવ નહીં. પછીથી તેની ભુલ બતાવતા તેની કેટલીક કાળજી છે તેને ધ્યાનમાં આવે તે રીતે કહો. જુના મુલ્યો, નિયમો બાજુમાં રાખો. બાળકથી મિત્રોની જેમ વર્તો. તેમને તેમની પદ્ધતીથી જીવવા દો. આ રીતે તેના પર વધો વિશ્વાસ- રાખતાં બાળક જવાબાઘી પૂર્વક વર્તે છે.

શિસ્ત
બાળકમા શિસ્ત લાવવૂ એ પાલકની સૌથી મહત્વની જવાબદારી છે. બાળકમા વર્તનમા વાંરવાર ઐકજ ભુલ કરતા હો અને આ ભુલ ટાલવાની કોશિશ કરતા હોય તો ભુલને કેવી રીતે સુધારવી તે તેમને યોગ્ય રીતે સમજાવીને કહેવામા આવવી જાઇએ ભુલની ગંભીરતાને ઘ્યાનમાં લઈ તે પ્રમાણે તેને કડક શબ્દમાં તેની જાણ કરાવવી જાઈએ.

શિસ્ત લાવવા માટે લાલય કે લોભ દાખવવુ એ ઉપયોગી ઠરતુ નથી. તેને કરેલા સારા કાર્ય બદલ તેને પ્રેમથી પિઠ પર શાબાશી આપવાથી બાલકો સારા પ્રતિસાદ આપતા હોય છે.

જો યોગ્ય અપેક્ષાની પૂર્તતા થતી નથી, તો શિસ્તતા શું છે તે વિશે તેમને જણાવો. તમારી તેના બદલ શું અપેક્ષા છે તેનુ પહેલાથી સુયના આપી સ્પષ્ટતા કરો.

સમાધાની હો. સંબઘી, દાદા-દાદી સામે પ્રેમનો આવેશ દાબવી તેઓનો શિસ્તને બગડવા ના દો.

બાલક પાસેથી તમારી અપેક્ષા પૂર્ણ થાય છે કે નહીં તેની વખતોવખત તપાસ કરતા રહો. બાળક કાયમ નિર્દોષ હોતા. નથી અને પાપ કદી સદૈવ પરીપૂર્ણ હોતા નથી. જો બાળક પાસેથી તમારી અપેક્ષાપૂર્ણ થતી ના હોય તો તે અપેક્ષા ગૈરવ્યાજબી તો નથી ને તેની તપાસ કરો અને હોય તો તેની જલ્દીમાં જલ્દી તેને બદલો.

શિસ્ત પાલન કરતી વખતે છોકરા-છોકરીના વર્તનમાં ફેરફાર ના કરો બંને માટે સમાન શિસ્તનું પાલન કરો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us