આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

તમે અને તમારૂં બાળક

Print PDF
ઘણાં દિવસો, મહિનાઓના પ્રતિક્ષા પછી એ દિવસ ઉગે છે અને તમે પાલક બનો છો. બાળકનો જન્મદિવસ એ પાલકના આયુષ્યમાં એક મહત્વનો દિવસ હોય છે. પહેલી વાર માતા-પિતા બનતા તમે પણ મુંઝવણમાં મુકાય જાવ છો. બાળકના જન્મ પછી પહેલો દિવસએ તમારા આયુષ્યમાંનો એક મહત્વનો દિવસ હોય છે.

મારૂં બાળક મારાથી કેવી રીતે સંવાદ કરશે?
’ડરવું’ એ તમારા બાળક્નું તમારાથી સંવાદ સાધવાની મહત્વની પદ્ધતી છે. પંરતુ તેની પાસે તમારાથી સંવાદ કરવાનું બીજા પણ કેટલાક માર્ગ છે. ’બાળકનું ડરવું’ એ તેનામાં કઈંક ખોટું થવાની ચિન્હ હોય છે. એટલે કે તમે તેના તરફ ધ્યાન આપો, ભુખ લાગી હોય, કપંડા ભીના થયા હોય, ઠંડી લાગવી અથવા મને ખોળામાં લો એવું તેનું તમને કહેવું હોય છે. બાળક શા માટે ડરતું હોય છે તે તમને ધીરે-ધીરે તમે સમજવા માડોં છો અને તમે તેનો પ્રતિસાદ આપવા લાગો છો. હું ભ્ખ્યો છું તે કહેવા માટે તે ધીમેથી રડશે પંરતુ હું ખુબ દુ:ખી છું એવું કહેવા માટે તે મોટે મોટેશી રડશે.

કેટલીક વાર બાળકના કરવાના વિશિષ્ટ કારણ ન સમજતાં તમો બાળક્ને શાંત કરી શકતા નથી. આવા સમયે પાલકોએ નિરાશ થવું નહીં કારણ કે મન પરના તાણને દૂર કરવા માટે બાળક મોટે મોટેથી રડતાં હોય છે.

નવજાતશિશુ જુદા-જુદા અવાજ કરીને તમને કંઇક કહેવાનું પ્રયત્ન કરતાં હોય છે. તે સમજવા માટે તમારી બોલવાથી તે કેવો પ્રતિસાદ કરે છે તે તરફ તમો ધ્યાન આપવું જોઇએ. બાળકને ખવડાવતી વખતે, રમાડતી વખતે, વહાલ કરતી વખતે તમો તેનાથી ધીમેથી વાતો કરો અને તમારી વાતને તે કયાં પદ્ધતીથી સાંભળે છે તે જુઓ. જો તમે પ્રેમથી તેની સાથે વાતો કરો છો તો તે તમારી વાતોને વધારે ધ્યાનથી સાંભળે છે એવું તમારી ધ્યાનમાં આવશે.

બાળક જો એક મહિનાનું થાય તો હાસ્યાનું ક્ષણિક દર્શન થશે. ત્યાર પછી કદાચિત તે જોશ જોશથી ખડખડાટ હસવા લાગશે.

નવજાત બાળકની દૃષ્ટિ
તે શું જોઇ શકે છે
નવીન જન્મેલ બાળક ૧૦ ઇંચના વસ્તુ સ્પષ્ટ પણે જોઇ શકે છે. માનવી ચહેરા અને હલનચલન જેવા વિષય પર તેની આંખો અતિશય સંવેદનશીલ હોય છે. નવજાત બાળકમાં રંગનુ જ્ઞાન શરૂઆતમાં લાલ તથા હળવાં અથવા ઘાટટા રંગો પુરતું મર્યાદિત હોય છે. ધીરે-ધીરે તેનામાં લીલાં અને પીળાં રંગનો સમાવેશ થાય છે.

બાળકની દૃષ્ટિ પૂર્ણ રીતે ક્યારે વિકસિત થાય છે?
બાળક જો ૪ મહિનાનું થાય તો તેની દૃષ્ટિ ત્રણ પરિણામ હોય છે. અને ૬ મહિના થયા પછી બાળકની દૃષ્ટિ પૂર્ણ રીતે વિકાસ થાય છે.

બાળકનું દૃષ્ટિદોષને કેવી રીતે ઓળખશો?
પાપા પગલી ભરતી વખતે બાળકની સામે કોઇ સાધન કે અડચણ આવવાથી પડી જાય અથવા તેમની સામે દડો ફેકવાથી તે દિશા તરફ જતા ના હોય તો તેવા આળકોમાં દૃષ્ટિદોષ હોવાનું નિશ્ચિત રીતે કહી શકાય. બાળકોમાં દૃષ્ટિ બદલ થતો હોય છે, આંખ ત્રાસી થવા બાબત સાવધાન રહો.

બાળકોમાં બહેરાપણું

તમારૂં બાળક શું સાંભળી શકે છે
નાના બાળકો મોટા અવાજ કઈ દિશામાંથી આવે છે તે દિશા તરફ તેમની નજર જાય છે. સાંભળવું અને બોલવું એ એકબીજાનું પરસ્પર સંબંધ છે. ત્રણ મહિના સુધી બાળકને તેના માતા-પિતા પાસેથી કેટલાક અવાજો સાંભળી શકે છે. અને ઓળખેલા અવાજ સામે તેની કેટલીક પ્રતિક્રિયા કરતાં હોય છે.

બાળકની શ્રવણશક્તિ કેવી રીતે વિકસે છે?
બાળકનો વિકાસ થતી વખતે તે ગુસ્સા અને પ્રેમની ભાવનામાં તફાવત સમજી શકે છે. વિવિધ અવાજ બાળકને સંવાદ સાધવા માટે મદદ કરે છે. ખવરાવતી વખતે, સ્નાન કરાવતી વખતે, તેનાથી રમતી માતાએ તેની સાથે સતત વાતો કરવી જોઇએ.

બાળકમાં શ્રવણનાદોષને કેવી રીતે ઓળખશો?
સાંભળવું અને બોલવું એનું પરસ્પરસંબંધ છે. જો તમારૂં બાળક ૩ વર્ષનો થયા પછી પણ બોલી શકતુ ના હોય તો તે માટે તમારા ડૉક્ટરની સલાહ લેવું યોગ્ય છે. શ્રવણદોષ હોય તો તમારૂં બાળક બોલી શક્તુ નથી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us