આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jul 24th

Last update:04:36:36 AM GMT

સ્ત્રીઓ માટે ઉંજણ.

Print PDF
ગલ્લી ઉપર મળતા પાણી ઉપર આધારીત ઉંજણો, જેવા કે K–Y jelly,જે યોનીની શુષ્કતાને મદદ કરે છે. ખનિજ તેલ ઉપર આધારીત ઉંજણો નહી વાપરો, જેવા કે વેસલીન, તે નિરોધના લેટેક્સને નબળા પાડે છે અને યોનીમાં રોગનો ચેપ લગાવે છે. વિટામિન ઈ અથવા moisturizers જેવા કે Replens નો જો નિયમિત વપરાશ થાય તો તે મદદ કરે છે. જો ઉંજણ અને moisturizers પુરતુ ન હોય તો hormone ને બદલેલી ઉપચાર પદ્ધતી કદાચ વાપરી શકાય જે યોનીની દિવાલોને ભરાવદાર અને સુવાળી બનાવવામાં મદદ કરે છે.

તે છતા estrogen માં ઘણી સંભવનીય આડ અસર હોય છે. તે ટીકડીના રૂપમાં લેવાને બદલે ક્રિમના રૂપમાં લઈએ તો તેની કેટલાક અંશે આડ અસર ઓછી થાય છે. એક અથવા બે ટકા testosterone નું ક્રિમ બીજો વિકલ્પ છે, પણ તેની પણ આડ અસર થાય છે. લૈંગિક સંભોગ કરતા પહેલા આ ક્રિમ ઉંજણ તરીકે ન વાપરવુ જોઇએ, કારણકે તમારો ભાગીદાર તેના hormone પણ શોષી લેશે. ઘણી સ્ત્રીઓને તીવ્ર કામાવેશની ઇચ્છા તેઓ રજોનિવૃત્તિએ પહોચે છે ત્યારે ઘણી થોડીવાર અને ઓછી થાય છે. તેને ઉત્તેજીત થવા થોડો વધારે સમય લાગશે. કેટલીક સ્ત્રીઓ આ પરિવર્તનને લીધે ચિંતીત થઈ જાય છે, તો કેટલીકને મજા આવે છે. બધી સ્ત્રીઓ નિયમિત રીતે સંભોગ કરવાથી અથવા હસ્તમૈથુન કરવાથી તેમની લૈંગિક પ્રતિક્રિયા વધે છે અને આનંદ મેળવવા મદદ મળે છે. તે ગર્ભાશયના સ્નાયુઓને, યોનીને અને મુત્રાશયને આકારમાં રાખે છે અને ઉંજવાની પ્રક્રિયા વધારે છે. Kegel ની કસરત, યોનીની નજીકના પેડુ સંબધી સ્નાયુઓનુ સંકોચાવુ પણ યોનીના સ્નાયુઓને મજબુત બનવવામાં મદદ કરે છે. લૈંગિક આવેગોમાં ઓછો રસ, ક્ષણિક અથવા લાંબા સમય સુધી, કેટલીક સ્ત્રીઓને રજોનિવૃતિની વખતે અથવા પછી થાય છે. કેટલીક સ્ત્રીઓ આને સમસ્યા માનતી નથી, ખાસ કરીને જ્યારે જીવનની બીજી વસ્તુઓ વધારે મહત્વની હોય. પણ જો તમને ચિંતા થતી હોય તો ત્યા ઘણા બીજા વિચારો કરવાના કારણો હશે. આમાં થાક, તણાવ, માંદગી, સબંધ અથવા માનસિક સવાલો, દવાની આડ અસર, hormonal બદલાવ અને રજોનિવૃતિમાં શારિરીક બદલાવ વગેરેનો સમાવેશ છે.
નાતાના મુશ્કેલ સવાલો તમારી ઓછી થતી કામવાસનાનુ કારણ હોઈ શકે છે, જ્યારે તમારા ચાલી રહેલા સબંધો ત્રાસદાયક હોય. આ તકલીફો તમારા રજોનિવૃતિ દરમ્યાન થતા બદલાવને ઉત્તેજીત કરે છે. જો આ કિસ્સો હોય તો તમારે કામુકતાના તજ્ઞને મળવુ જોઇએ. જો hormonal તેની સમસ્યા હોય તો estrogen કદાચ તેને મદદ કરશે. તે છતા આની અસર સામાન્ય અર્થમાં શારિરીક બદલાવ ઉપર છે, જેવી કે યોનીમાં શુષ્કતા અને તેનુ પાતળુ થવુ.

estrogen ના સ્તર ઉપર અને લૈંગિક આવેગોની ઇચ્છાની વચ્ચે સીધો સબંધ હજી સુધી મળ્યો નથી.

રજોનિવૃતિ બધી સ્ત્રીઓને છે અને તેઓ અનુભવે છે. તેઓ ઘણા માનસિક અને શારિરીક બદલાવોનો અનુભવ કરે છે. આ પરિસ્થિતીમાં રહીને તેને કેવી રીતે ચલાવવી, પોતાની સાથે અને આજુબાજુવાળા સાથે શાંતીથી રહીને, તમારા કુંટુંબના સભ્યોને સાથ આપીને અને ખાસ કરીને જેમને તમે સૌથી વધારે ચાહતા હોય, રજોનિવૃતી વિષે જેટલુ વધારે વાચન થાય તેટલુ કરો, જ્ઞાન અને સચ્ચાઈ તમારા મનને સાચી રીતે આરામ આપશે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us