આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ અમદાવાદમાં મેગા હાર્ટ કેમ્પ: ૨૨૦ દર્દીઓના ફ્રી ઓપરેશન થશે

અમદાવાદમાં મેગા હાર્ટ કેમ્પ: ૨૨૦ દર્દીઓના ફ્રી ઓપરેશન થશે

Print PDF
રાજકોટની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દર્દીને વિનામૂલ્યે સારવાર કરવા માટે દિલથી આવકારે છે: ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી મુખોપાધ્યાય: હાઈકોર્ટ જસ્ટીસ શ્રી. રવિ ત્રિપાઠી: નામાંકિત ધારાશાસ્ત્રી શ્રી સુધીર નાણાવટી ત્થા ભા. સ્ટેટ બેન્કના ચીફ જનરલ મેનેજર શ્રી પી. નંદાકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા

ઉપરોક્ત તસ્વીરોમાં (૧) રાજકોટની શ્રી સત્ય હાર્ટ હોસ્પિટલની દસ વર્ષની સેવાયાત્રાની શબ્દકથા ’ઘ મિરેકલ ઓફ ટવેન્ટી ફર્સ્ટ ટવેન્ટી સેન્ચ્યુઅરી’ પુસ્તકનું વિમોચન કરતા ગુજરાત હાઈકોર્ટના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એસ. જે. મુખોપાધ્યાય નજરે પડે છે. (૨) શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની દસ વર્ષની સેવાયાત્રાને રજુ કરતા પુસ્તક ’ધ મિરેકલ ઓફ ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુઅરી’ સાથે અપસ્થિત મહેમાનો: મેનેજિંગ ટ્રસ્ટી શ્રીસત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ - મનોજ ભીમાણી નામાંકિત ધારાશાસ્ત્રી સુધીર નાણાવટી, માનનીય ન્યાયમૂર્તિ શ્રી રવિ ત્રિપાઠી, માનનીય મૂખ્ય ન્યાયમૂર્તિ શ્રી એસ.જે. મુખોપાધ્યાય, ભારતીય સ્ટેટ બેન્કના ચીફ જનરલ મેનેજર શ્રી પી. નંદાકુમારન તથા શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના ચેરમેન શ્રીકનુભાઈ પટેલ. નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં (૧) શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની સેવા પ્રવૃત્તિને બિરાદાવતા માન. ન્યાયમૂર્તિ શ્રી એસ.જે. મુખોપાધ્યાય, (૪) કેમ્પમાં હૃદય બિમારીના ચેક-અપ માટે ઉપસ્થિત રહેલા દર્દીઓ (૫) દર્દીને તપાસના ડોકટર અને (૬) બાળ દર્દીને તપાસતા ડોક્ટર દર્શાય છે.

અમદાવાદ તા. ૨૭; ’દિલ વિધાઉટ બિલ’ના નામે જાણીતી રાજકોટની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ પશ્ચિમ ભારતની એકમાત્ર એવી હોસ્પિટલ છે . જે હૃદયરોગના અત્યંત મોંધા ઓપરેશન વિનામૂલ્ય કરે છે. ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ચાલતી આ હોસ્પિટલ દ્વારા છેવાડાના ગરીબ દર્દી સુધી પહોંચવા માટે વિવિધ જિલ્લાઓમાં મફ્ત હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રવિવાર તા. રહના રોજ ’ વિશ્વ હૃદયદિન’ નિમિત્તે અમદાવાદ ખાતે ’મેગા હાર્ટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૧૨૫થી વધુ દર્દીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું અને તેમાંથી ૨૨૦ જેટલા દર્દીઓને ઓપરેશનની તારીખ આપવામાં આવી છે. જેઓનું રાજકોટેની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે.

’ભારતીય સ્ટેટ બ એન્ક’ની ગુજરાત રાજ્યની તમામ ૧૧૦૦ શાખાઓમાં હૃદયરોગ દર્દીઓની નોંધણી થઈ હોવાથી આ વર્ષે અમદાવાદમાં સૌ પ્રથમ હૃદયરોગના દર્દીઓની સંખ્યા ૧૦૦૦ કરતા વધુ થઈ હતી. આ કેમ્પમાં હોસ્પિટલની સેવાપ્રવૃત્તિને બિરદાવવા માટે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એસ. જે. મુખોપાધ્યાય અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી રવિ ત્રિપાઠી, નામાંકિત ધારાશાસ્ત્રી શ્રી સુધીર નાણાવટી તથા ભારતીય સ્ટેટ બેન્કના ચીફ જનરલ મેનેજર શ્રી પી. નંદાકુમાર અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા.

ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અવિતરતપણે છેલ્લા દસ વર્ષથી તેનો આ સેવાયજ્ઞ કરી રહી છે. આ સેવાયાત્રાને શબ્દરૂપે કંડારતા ’ઘ મિરેકલ ઓફ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેનું કેમ્પમાં મા. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એસ.જે. મુખોપાધ્યાયના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું શ્રી એસ. જે મુખોપાધ્યાયુએ વર્તમાન સમયે ફિલ્ડમાં વ્યાપેલા વ્યાવસાયીકરણ પર ટેકોર કરતા કહ્યું હતું કે" એક તરફ ડોક્ટરો અને હોસ્પિટલો વધુ રૂપિયા પાછળ દોડે છે, જ્યારે રાજકોટની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દર્દીને વિનામૂલ્યે સારવાર કરવા માટે દિલથી આવકારે છે...." ઉપરાંત શ્રી રવિ ત્રિપાઠીએ તેમની અગાઉ હોસ્પિટલની લીધેલી મુલાકાતનો અનુભવ ટાંક્યો હતો અને ભારતીય સ્ટેટ બેન્કના ચીફ જનરલ મેનેજર શ્રી નંદાકુમારે "હૃદયની સારવાર હોસ્પિટલ ખરા હૃદયથી કરે છે" તેમ કહેવા સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:http://www.akilaindia.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us