આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ વધુ બે દર્દીનો ભોગ લેતાં હાહાકાર

અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ વધુ બે દર્દીનો ભોગ લેતાં હાહાકાર

Print PDF
સમગ્ર અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂ રાક્ષસે માથું સમગ્ર અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂ ઉચકયું છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ ધામો નાખતાં જનતા ફફડી ઉઠી છે. જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સ્વાઇન ફ્લૂના રોગચાળામાં બે વ્યક્તિના મોત થતાં ખળભળાટ મચી ગયો છે.

બનાવની મળતી વિગતો મુજબ જિલ્લામાં વડિયા તાલુકાના ખજુરી પીપળીયા ગામની યુવતી શિતલબેન ચંદુભાઈ આમજા (ઉ.વ. ૨૨) સ્વાઇન ફ્લૂની અસરથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં અમરેલીમાં લાઠી બાયપાસ પાસે રહેતાં લાલજેભાઈ મગનભાઈ સોલંકી (ઉ.વ.૩૦) નું અમરેલીના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ગઈકાલે મોકલવામાં આવેલ રિપોર્ટમાંથી છ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં.

જિલ્લામાં કુલ પાંચના સ્વાઇનફ્લૂના કારણે મોત થયા છે અને ૫૭ કેઈસ પોઝીટીવ આવ્યા છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે. વરસાદના કારણે ભરાઇ રહેતાં પાણી, પાણીના નિકાલનો અભાવ ઠેકઠેકાણે ઉપસ્થિત ગંદકી, સફાઇનો અભાવ તથા બજારમાં બેરોકટોક વેંચાતા અખાદ્ય પદાર્થોના પરીણામે સમગ્ર અમરેલી શહેરમાં તાવ, ઝાડા - ઉલટી, શરદીના રોગોથી દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે અને તેમાં પણ સ્વાઇન ફ્લૂ નામના રાક્ષસે તો જિલ્લાની જનતાને ઘુણાવી છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:aajkaaldaily

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us