આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 22nd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ આણંદ જિલ્લામાં માવઠું રોગચાળો તાણી લાવ્યો

આણંદ જિલ્લામાં માવઠું રોગચાળો તાણી લાવ્યો

Print PDF
આણંદ જિલ્લામાં માવઠું રોગચાળો તાણી લાવ્યો
>> કાંઠાગાળાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી ગંદકીનું સામ્રાજ્ય
>> રોગચાળએ માથું ઉંચકર્યું

ખંભાત અને તારાપુર તાલુકામાં માવઠું યથાવત રહેતા ખેતીવાડીને નુકશાન ઉપરાંત રોગચાળાએ પણ માથું ઉચકર્યું છે. તારાપુર તાલુકામાં બે દિ’માં ૨૭૦ તથા ખંભાતમાં ૧૯પ મળી ૪૬પ જેટલા દર્દીઓ નોંધાયા છે. જેમને ખંભાત અને તારાપુરની સરકારી હોસ્પિટલમાં વાયરલ તાવ, ઝાડા, મેલેરિયા શંકાસ્પદ ચિકનગુનિયાની સારવાર અપાઈ છે.

આ અંગે તારાપુર આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. બઈશે જણાવ્યું હતું કે બે દિવસમાં ૧પ૦ થી વધુ આઉટ ડોર દર્દીઓને સારવાર અપાઈ છે. આવનાર દિવસોમાં ઋતુ પરિવર્તનની અસરને કારણે દર્દીઓમાં વધારો થશે. હાલ ફિવરના કેસો વધુ પ્રકાશમાં આવે છે. ઉપરાંત તારાપુર પંથકમાંથી સમયાંતરે ટાઇફોઇડના કેસો પણ પ્રકાશમાં આવે છે.

ખંભાત તાલુકામાં કમોસમી વરસાદને પગલે જહાંગીરપુરમાં ૧૯, ધુવારણમાં ૩૧, ભાલપંથકમાં ૪પ, શહેર વિભાગમાં ૯૦થી વધુ કેસો નોંધાયા છે. જો કે ખંભાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓનો અભાવ તથા પૂરતી સુવિધાઓ ન હોવાથી દર્દીઓ જનરલ હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે.

તારાપુર તાલુકામાં ગલિયાણા, રીંઝા, પચેગામ, નભોઈ જેવા ગામોમાં વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં બિમારીએ માથું ઉચકર્યું છે. ગલિયાણાના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભરતભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ૧૦ દિવસથી ભરાયેલા પાણીને કારણે વૃદ્ધો અને બાળકોમાં બિમારી વધુ જોવા મળી રહી છે. ખંભાત તાલુકાના ગામોમાં પણ ઋતુ પરિવર્તનને કારણે બિમારીએ માથું ઉચકર્યું છે.

>> વાયરલ ફિવરનો ફૂંફાડો વધશે
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના ડૉ. શર્માએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને ઠંડીના પ્રકોપથી વાયરલ ફીવર તેમજ સ્વાઇનફલૂ જેવી ગંભીર બિમારી ફેલાઇ શકે છે. જેથી આવી મશિ્ર ઋતુમાં લોકોએ આરોગ્યલક્ષી વિશેષ તકેદારી રાખવી જોઈએ.

>> લગ્નપ્રસંગોમાં મહેમાનોની પાંખી હાજરી
‘કમોસમી માવઠાને કારણે લગ્નપ્રસંગોમાં ભારે અવ્યવસ્થા સર્જાય છે. ભોજનની તૈયારીમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. મશિ્ર ઋતુને કારણે બિમારીએ માથું ઉચકર્યું હોઈ લગ્નપ્રસંગોમાં પાંખી હાજરી જોવા મળી છે. ઝાડા-ઉલટીના કેસો વધુ નોંધાતા હોઈ કાળજી રાખવી પડે છે.’ - દિનેશ મારવાડી, દેવ કેટરસ, તારાપુર.

>> બિમારીનું કારણ ભેજયુક્ત પવનો
ડૉ. મનીષકુમારે જણાવ્યું હતું કે છેલ્લા ૮ દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવતાં ભેજયુક્ત ઠંડા કાતિલ પવનોને કારણે વાયરલ ફિવર સહિતની બિમારીએ માથું ઉચકર્યું છે.

>> બેવડી ઋતુથી વૃદ્ધોની હાલત કફોડી
બેવડી ઋતુ અને કાતિલ ઠંડી વૃદ્ધો અને શ્વાસના દર્દીઓ માટે જોખમી પુરવાર થઈ શકે છે. આ બંને પ્રકારના નાગરિકોએ નિયમિત સ્વેટર, ટોપી, મોજા પહેરવાં જોઈએ. ઉપરાંત ખાવામાં પણ સંયમ રાખવો જોઈએ.
- ડૉ.આર.બી.બઈશ, સુપ્રિન્ટેન્ડન્ટ, તારાપુર આરોગ્ય કેન્દ્ર

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us