આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ આરોગ્ય માટે મધ ’મીઠુ ઝેર’ સાબિત થયું

આરોગ્ય માટે મધ ’મીઠુ ઝેર’ સાબિત થયું

Print PDF
નવી દિલ્લી, ગુરૂવાર
જો તમે ફીટ રહેવા માટે રોજ મધ ખાતા હો તો સાવધાન! મધ તમને ફીટના બદલે અનફીટ બનાવી શકે છે. તમે તમારા બાળકને માર્કેટમાંથી લાવેલું મધ ખવડાવતા હો તો તમારા બાળકને ઇન્ફેકશન થઈ શકે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયમેન્ટ (સીએસઈ)ના એક અભ્યાસ મુજબ માર્કેટમાં વેચાતા મોટાભાગના મધની બ્રાન્ડમાં એન્ટીબાયોટિક્સની વધુ માત્રા મળી આવી છે. જો આવા મધને નિયમિતપણે ખાવામાં આવે તો આપણા શરીરના એન્ટીબાયોટિક રેજિસ્ટેટ બનવાનું જોખમ વધી જશે. સાઈડ ઇફેક્ટ થશે. અભ્યાસમાં પ્રખ્યાત દેશી બ્રાન્ડ સેમ્પલ પણ સામેલ કરાયા હતા.

આરોગ્ય માટે મધ ’મીઠ ઝેર’ સાબિત થયું
બુધવારે જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયુ કે દિલ્હીના બજારોમાં વેચાતા મધની ૧૨ બ્રાન્ડસના સેમ્પલ લેવાયા, જેમાં ૬ પ્રકારના એન્ટીબાયોટિક્સ મળી આવ્યો. લગભગ તમામ સેમ્પલમાં સિપ્રોફલોક્સન એરિથ્રોમાઇસિન, યુરો ફ્લોક્સેક્સન જેવી દવાઓ મણી આવી છે. કેટલીક બ્રાન્ડમાં બે એન્ટીબાયોટિક્સ મળી આવ્યા તો કેટલીક બ્રાન્ડમાં ચાર એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયા, સ્વીઝરલેન્ડનો એકેક બ્રાન્ડમાં પણ એન્ટી બાયોટિક્સની માત્રા સ્ટાન્ડર્ડ કરતા બે ગણી હતી. આ દેશોમાં આવું કરવા પર પ્રતિબંધ છે.

સીખેસઈના ડેપ્યુટી ડાયરેક્ટર ચંદ્રભૂષણે જણાવ્યું કે લગભગ તમામ દેશોએ ખાવા-પીવાની ચીજોમાં એન્ટીબાયોટિક્સના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. ભારતમાં પણ એક્સપોર્ટ માટે તૈયાર મધ માટે સ્ટાન્ડર્ડ નક્કી થયા છે, પરંતુ અહીંના બજારોમાં તે વેચવા માટે કોઇ સ્ટાન્ડર્ડ નથી. ચંદ્રભૂષણ કહે છે કે અહીં રેગ્યુલેશનની કમી છે. સીએસઈના ડિરેક્ટર ડો.સુનીતા નારાયણે જણાવ્યું છે કે સરકાર એક્સપોર્ટ થનારા મધની તપાસ કરે છે અને ત્યાર બાદ તેને બહાર મોકલવાનું સર્ટિફિકેટ આપે છે, પરંતુ ઘરેલું માર્કેટ માટે કોઇ સિસ્ટમનથી. તમામ અભ્યાસોમાંથી જાણવા મળ્યું છે કે ખાદ્યપદાર્થોમાં મળી આવેલા એન્ટીબાયોટિક્સની થોડી માત્રા પણ લાંબા સમય સુધી નિયમિત રીતે લેવાથી બ્લડ અને લિવરની બીમારીઓ થાય છે. સાથે સાથે એન્ટીબાયોટિક્સ વિરૂદ્ધ શરીરમાં પ્રતિરોધક ક્ષમતા ટેવલપ થઈ જાય છે. આવામાં કોઇ બીમારીના ઇલાજ માટે એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કરાતા તેમાં ફાયદો તેમાં ફાયદો થતો નથી.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sambhaav.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us