આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 22nd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ ખેડા જિલ્લામાં ’અખિયાં મિલાકે’ રોગચાળો પ્રસરતા પ્રજા હેરાન પરેશાન

ખેડા જિલ્લામાં ’અખિયાં મિલાકે’ રોગચાળો પ્રસરતા પ્રજા હેરાન પરેશાન

Print PDF
ખેડા જિલ્લામાં ચાંદીપુરા અને સ્વાઇન ફ્લુના રોગચાળા બાદ અખિયા મિલાકેનો રોગચાળો ધીમી ગતિએ પ્રસરતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

આંખનો ચેપીરોગ એક વ્યક્તિને થતા ધીમે ધીમે તમામ પરિવારજનો આંખના રોગનો ભોગ બનતા હોય છે. નડિયાદ શહેર સહિત આજુબાજુના ગામોમાં અખિયા મિલાકે રોગ પ્રસરતા સરકારી - ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. આંખનો રોગ એક વ્યક્તિને થતા ધીમે ધીમે સમગ્ર વિસ્તારમાં રહેતા લોકો અખિયા મિલાકેના રોગનો ભોગ બનતા હોય છે. આંખના રોગનો ભોગ વ્યક્તિથી લોકો દુર ભાગતા હોય છે. આંખના રોગનો ભોગ પરિવારજનો કે અન્ય લોકો ન બને તે માટે આવા દર્દી ને ચશ્મા પહેરવાની સલાહ આપવમાં આવતી હોય છે. અખિયા મિલાકેના દર્દી સામે જેવાથી તેનો ચેપ લાગતો હોવાનું કહેવાય છે. નડિયાદ શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી અખિયા મિલાકે રોગ ધીમી ગતિએ ફેલાઇ રહ્યો છે જેના કારણે ચશ્માની ખરીદીમાં તેજી આવી છે.

બજારમાં, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ અખિયા મિલાકેનો ભોગ બનેલા વ્યક્તિઓ કાળા ગોગલ્સ પહેરીને ફરતા જોવા મળે છે. આ ચેપી રોગને કારણે આંખો દુખવી, આંખોમાં લાલશ, આંખમાંથી પાણી નીકળવું, આંખો સુઝી જવી વગેરે તેના લક્ષણો છે. આ રોગ પવનની ગતિએ ફેલાય છે. આંખના રોગને ફેલાતો અટકાવવા, સાવધ રહેવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં અખિયાં મિલાકેથી બચવા ગોગલસ્નો ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત આંખના નિષ્ણાંત તબીબની સલાહ મુજબહ ડ્રોપ્સ તેમજ દવાનો ઉપયોગ કરવો, બહાર તડકામાં ન કરવું, આંખોમાં પાણીનો છંટકાવ કરી આંખો સ્વચ્છ રાખવી જોઈએ.

ઘરગથ્થું ઉપચારથી આંખોને નુકશાન થાય ચે: ડૉ ઉત્પલ જાની

ખેડા જિલ્લામાં આંખોના ચેપી રોગથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ બાબતે નડિયાદ સિવિલ હોસ્પિટલના આંખના નિષ્ણાંત તબીબ ડૉ. ઉત્પલભાઈ જાનીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આજકાલ વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટરીયાના કારણે આંખોનો રોગચાળો વકર્યો છે. જે વ્યક્તિને આંખો આવી હોય તેણે આંખના નિષ્ણાંત તબીબ દ્વારા આંખોની ચકાસણી કરાવીને તેમની સલાહ મુજબહ્ય આંખોમાં દવા નાખવી. ઘરગથ્થુ ઉપચાર કરવાથી આંખોને નુકશાન થાય છે. દર્દીએ બહારગામથી આવ્યા બાદ પોતાના હાથ ધોવા સ્વચ્છતા રાખવાથી આ રોગથી બચી શકાય છે. ખાસ ચશ્માનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sardargurjari.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us