આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ ગર્ભાવસ્થાની કેટલીક સામાન્ય વિકૃતિઓ(આરોગ્ય અને ઔષધ)

ગર્ભાવસ્થાની કેટલીક સામાન્ય વિકૃતિઓ(આરોગ્ય અને ઔષધ)

Print PDF
સંદેશ
૧૫ જૂન ૨૦૧૦

આરોગ્ય અને ઔષધ વૈદ્ય પ્રશાંત એમ. ગૌદાની

આપણે જાણીએ છીએ કે ગર્ભધારણથી લઈને પ્રસૂતિ સુધીના કાળને ગર્ભાવસ્થા કહેવામાં આવે છે. આ કાળ સમય સામાન્ય રીતે નવ માસ કે ૨૮૦ દિવસનો ગણાય છે. ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને કેટલીક સામાન્ય વિકૃતિઓનો સામનો કરવો પડે છે. આ વખતે આવી કેટલીક સામાન્ય વિકૃતિઓનું સંક્ષિપ્ત નિરૃપણ કરવાનો ઉપક્રમ છે. ગર્ભાવસ્થાની આ વિકૃતિઓને કોઈ રોગ કે ઉપદ્રવ માનવામાં આવતી નથી. પરંતુ તેની ઉગ્રાવસ્થાને હાનિકારક ગણવામ ાં આવે છે.

(૧) પ્રાતઃકાલીન ઊબકા-ઊલટી : ગર્ભાવસ્થાના પ્રારંભમાં થતી આ એક ખૂબ જ સામાન્ય વિકૃતિ છે, અને લગભગ ૪૦થી ૫૦ પ્રતિશત નવ્ય ર્ગિભણીઓને અવશ્ય હેરાન કરે છે. આ વિકૃતિમાં ર્ગિભણીને ઊઠતાં જ ઊબકા-ઊલટી થવા લાગે છે. વિકૃતિ સામાન્ય સ્વરૃપની હોય તો ચા, કોફી કે દૂધ સાથે બિસ્કિટ કે અન્ય હલકો આહાર લેવાથી તે સ્વયં શાંત થઈ જાય છે. આ વિકૃતિ જો ઉગ્ર પ્રકારની હોય તો નજીકના ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.

(૨) મૂત્રપ્રવૃત્તિની અધિકતા : ગર્ભાવસ્થાના પ્રારંભમાં કેટલાંક સપ્તાહ સુધી વારંવાર મૂત્રપ્રવૃત્તિએ જવું પડે છે. જેનું કારણ એ છે કે, ગર્ભયુક્ત ગર્ભાશય મોટું થવાથી તેની આગળ નીચે તરફ રહેલા મૂત્રાશય પર દબાણ પડતાં આમ થાય છે, ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પણ ગર્ભ નીચે ઊતરતો હોવાથી મૂત્રાશય પર દબાણ પડતાં વારંવાર મૂત્રપ્રવૃત્તિએ જવું પડે છે. ઘણી વખત તેની લીધે મૂત્રાવરોધ પણ ઉત્પન્ન થાય છે. ગર્ભાવસ્થામાં વારંવાર મૂત્રપ્રવૃત્તિ થાય તેની ખાસ ચિંતા કરવી નહીં. પરંતુ જો મૂત્રાવરોધ ઉત્પન્ન થાય તો મૂત્રની આલ્બ્યુમીન પરીક્ષા અવશ્ય કરાવવી જોઈએ.

(૩) કબજિયાત : જે સ્ત્રીઓનાં મળાશયની ક્રિયા સામાન્ય રીતે ઠીક નથી હોતી. તેમને ગર્ભાવસ્થા કાળમાં કબજિયાત થાય છે. તે ક્યારેક સ્વાભાવિક રૃપે તો ક્યારેક મૂત્રાશય અથવા તો મળાશય પરના દબાણને લીધે પણ થાય છે. ગર્ભાવસ્થાની આ કબજિયાત સ્નિગ્ધ કે સ્નેહ દ્રવ્યો (લ્યુબ્રીકન્ટ્સ) અથવા હળવા અનુલોમક દ્રવ્યોના પ્રયોગથી ઠીક થઈ જાય છે. આવી સ્ત્રીઓએ દૂધ અને ઘીનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી ઘી નાંખીને પી જવું. આહારમાં પાંદડાંવાળાં શાકભાજી અને કચુંબરનો પણ વધારે ઉપયોગ કરવો જોઈએ. પચવામાં ભારે અને તીખા, તળેલા આહાર દ્રવ્યોથી બચવું. ઋતુ પ્રમાણેનાં ફળોનું સેવન કબજિયાતવાળા માટે ખૂબ જ હિતકારી ગણાવાય છે. આયુર્વેદિક ઔષધોમાં ત્રિફળા ચૂર્ણ એકથી દોઢ ચમચી, ઈસબગુલ એકથી દોઢ ચમચી અથવા સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ એકથી દોઢ ચમચી લેવું જોઈએ. (કોઈ પણ એક ચૂર્ણનો આવશ્યક્તા પ્રમાણે ઉપયોગ કરવો.) ગર્ભાવસ્થામાં તીવ્ર વિરેચક દ્રવ્યો હિતકારક ન હોવાથી જ ઉપરોક્ત મધુર, મૃદુ અને સૌમ્ય ઔષધો સૂચવ્યાં છે. આ સિવાય કોમળ પ્રકૃતિવાળી સ્ત્રીઓએ જેઠીમધ, ગરમાળો, ગુલકંદ, મુનક્કા દ્રાક્ષ વગેરેનો આવશ્યક્તાનુસાર ઉપયોગ કરવો જોઈએ.

(૪) રક્તાલ્પતા : રક્તાલ્પતા એટલે કે પાંડુ રોગને ચિકિત્સકો એનેમિયા પણ કહે છે. પોષક તત્ત્વોનો અભાવ ગર્ભવિષ, ઉગ્ર ઊલટીઓ, અજીર્ણ તથા મેલેરિયા જેવા રોગોથી ર્ગિભણી સ્ત્રીના શરીરમાં રક્તાલ્પતાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. આમાં વૈદ્યો લોહાસવ, કન્યાલોહાદિ વટી, અશોકારિષ્ટ, ચ્યવનપ્રાશ વગેરે ઔષધો પ્રયોજે છે. રક્તાલ્પતાની સ્થિતિમાં થાક, ચક્કર, શ્વાસ ચડવો, અરુચિ, પગની પીંડીમાં કળતર, માથું દુખવું, કબજિયાત વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us