આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ ડેન્ગ્યૂના વધુ બે દર્દી સયાજીમાં સારવાર હેઠળ

ડેન્ગ્યૂના વધુ બે દર્દી સયાજીમાં સારવાર હેઠળ

Print PDF
સંદેશ
૧૨ ઑગસ્ટ ૨૦૧૦
વડોદરા

ડેન્ગ્યૂની ઝપટમાં આવી ગયેલા યાકુતપુરાના વૃદ્ધ અને તાંદલજાના યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.મોડી સાંજ સુધી મ્યુ.કોર્પોરેશનના તંત્રને ડેન્ગ્યૂના બે દર્દી વિશે કોઇ જાણકારી ન હતી.મોડી સાંજે જાણ થતાં સફાળા જાગી ઉઠેલા તંત્રએ ઉપરોકત વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા મજીદભાઇ રહિમભાઇ ધોબી (ઉ.વ.૬૦) અને તાંદલજા વિસ્તારમાં રહેતા દુરેસેહવાર અનીસ સૈયદ (ઉ.વ.૨૫) ને ડેન્ગ્યૂના લક્ષણો જણાતા સારવાર માટે તેઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જયાં તેઓના લોહીના નમૂના પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેના રિપોર્ટ પોઝિટિવ આ્વ્યો હતો.

ડેન્ગ્યૂના બે દર્દી નોંધાયા હોવા છતાં મ્યુ.કોર્પોરેશનના આરોગ્યતંત્ર પાસે કોઇ જ માહિતી મોડી સાંજ સુધી હતી નહી.આ અંગેની જાણ થતાં મ્યુ.કોર્પોરેશનના આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.આ વિસ્તારોમા મોડી સાંજે ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરના ફિઝિશીયન ડો ચૈતન્ય બૂચે જણાવ્યંુ હતંુકે ડેન્ગ્યુૂ ચાર પ્રકારના છે.જેમા ડેન્ગ્યૂ હેમોરાઇજીક ફિવરના લીધે મોત પણ થઇ શકે છે.જેમાં ઠંડી લાગીને તાવ આવવો અને તાવ પાંચ દિવસ સુધી ન મટે, હિમોગ્લોબીન અને ત્રાકકણો ઓછા થઇ જાય. જેમાં ત્રાકકણો લગભગ ૫૦,૦૦૦ કે તેથી ઓછા થઇ જાય ત્યારે દર્દી માટે તે જીવલેણ બની શકે છે.તેમજ દર્દીને ઝાડા અને પેશાબમાં લોહી જાય છે.અને પેશાબનુ પ્રમાણ પણ ઓછુ થઇ જાય છે. આ લક્ષણો દેખા દેતા જ દર્દીએ નિષ્ણાત તબીબ પાસે સારવાર લેવાની સલાહ આપી છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us