આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ તબીબી સારવાર તેમ જ વીમા સંબંધી આવકવેરા કાયદામાં વિશિષ્ટ રાહતો !(ટેક્ષ પ્લાનિંગ )

તબીબી સારવાર તેમ જ વીમા સંબંધી આવકવેરા કાયદામાં વિશિષ્ટ રાહતો !(ટેક્ષ પ્લાનિંગ )

Print PDF
- વિથ મૂકેશ પટેલ

કલમ ૮૦-ડી : મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી સંબંધી કપાત
કલમ ૮૦-ડીની જોગવાઈઓ અનુસાર વ્યક્તિ હોય તેવા કરદાતાએ પોતાના, પોતાના લગ્નસાથીના તેમ જ આશ્રિત માતા-પિતા અને બાળકોના સ્વાસ્થ્ય માટે તથા હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તેવા કરદાતાએ પોતાના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્ય માટે લીધેલા ‘મેડિકલ ઇન્સ્યોરન્સ’ સંબંધી આકારણી વર્ષ ૨૦૦૭-૦૮ સુધી રૃ. ૧૦,૦૦૦ની મર્યાદામાં ભરેલ પ્રીમિયમની ખરેખર રકમ, સંપૂર્ણપણે કપાત તરીકે બાદ આપવામાં આવશે. જો કરદાતા તેના જીવનસાથી કે તેના આશ્રિત માતા-પિતા અથવા એચ.યુ.એફ.ના કેસમાં તેના કોઈ સભ્ય, ‘સિનિયર સિટીઝન’ હોય તો તેવા કેસમાં આ કપાત રૃ. ૧૫,૦૦૦ સુધીની મર્યાદામાં મળી શકશે.

કલમ ૮૦-ડીના હેતુસર જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની ‘મેડિક્લેઈમ’ યોજનાને કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કરવામાં આવી છે. દિન-પ્રતિદિન વધતા જતા તબીબી સારવારના ખર્ચના સંદર્ભમાં ‘મેડિક્લેઈમ’ ઇન્સ્યોરન્સ હવે ઘણું લોકપ્રિય અને ઉપયોગી બન્યું છે. આકારણી વર્ષ ૨૦૦૨-૦૩થી આ કલમના હેતુસર જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઉપરાંત અન્ય વીમાકાર (ૈહજેિિ)ની મેડિકલ ઇન્સ્યોરન્સ યોજનામાં ચુકવાયેલ પ્રીમિયમ સંબંધી પણ આ કપાતનો લાભ મળી શકશે.

આકારણી વર્ષ ૨૦૦૮-૦૯ (અર્થાત્ નાણાકીય વર્ષ ૨૦૦૭-૦૮)થી કલમ ૮૦-ડી હેઠળની ઉપરોક્ત કપાતમાં રૃ. ૫,૦૦૦નો વધારો કરવામાં આવ્યો અને તે અનુસાર સામાન્ય સંજોગોમાં નિયત રૃ. ૧૦,૦૦૦ની મર્યાદાને વધારીને રૃ. ૧૫,૦૦૦ તેમ જ સિનિયર સિટીઝનના સંદર્ભમાં ઉપલબ્ધ રૃ. ૧૫,૦૦૦ની કપાત મર્યાદાને વધારીને રૃ. ૨૦,૦૦૦ કરવામાં આવી.

માતા-પિતાના મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી સંબંધી આવકારપાત્ર વધારો !
વ્યક્તિનાં ઉંમરલાયક માતા-પિતાના કેસમાં મેડિકલ ઇન્સ્યોરન્સ ચુકવણીની જવાબદારી વિશેષ હોઈ તેને પહોંચી વળવા માટે ૨૦૦૮ના નાણાકીય ધારા અન્વયે આકારણી વર્ષ ૨૦૦૯-૧૦થી અમલી બને તેમ કરાયેલ જોગવાઈ અનુસાર જો વ્યક્તિ પોતાનાં માતા-પિતાનું પણ પ્રીમિયમ ભરતી હોય તો તેવા કેસમાં તેને વધારાની રૃ. ૧૫,૦૦૦ની કપાતનો લાભ મળી શકશે. વળી, જો તેનાં માતા કે પિતા બેમાંથી કોઈ પણ સિનિયર સિટીઝન હોય તો તેવા કેસમાં વધારાની રૃ. ૨૦,૦૦૦ની કપાતનો લાભ મળશે. આમ, કલમ ૮૦-ડી હેઠળ હવે વ્યક્તિને અસરકારક સ્વરૃપે રૃ. ૩૦,૦૦૦ (પોતાના કુટુંબના રૃ. ૧૫,૦૦૦ + માતા-પિતાના રૃ. ૧૫,૦૦૦) અથવા રૃ. ૩૫,૦૦૦ (પોતાના કુટુંબના રૃ. ૧૫,૦૦૦ + સિનિયર સિટીઝન માતા કે પિતાના રૃ. ૨૦,૦૦૦)ની કપાતનો લાભ મળી શકશે.

કુટુંબનાં ‘આશ્રિત સભ્ય’ અંગેની શરત પણ નાબૂદ કરાઈ !
કલમ ૮૦-ડીના હેતુસર, વ્યક્તિ હોય તેવા કરદાતાએ પોતાના કે પોતાના લગ્નસાથી ઉપરાંત જો તેના માતા-પિતા કે બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રીમિયમની ચુકવણી કરી હોય તો તેવા કેસમાં તેના માતા-પિતા કે બાળકો તેના આશ્રિત (dependant) હોવા જોઈએ તેવી પ્રવર્તમાન શરત, ૨૦૦૮ના નાણાકીય ધારા અન્વયે આકારણી વર્ષ ૨૦૦૯-૧૦થી નાબૂદ કરવામાં આવી છે.

સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમમાં ફાળા સંબંધી કપાત
કલમ ૮૦-ડીની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર વ્યક્તિ તેમ જ એચ.યુ.એફ.ના કેસમાં રૃ. ૧૫,૦૦૦ (સિનિયર સિટીઝન હોય તો રૃ. ૨૦,૦૦૦) ની મર્યાદામાં મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી સંબંધી કપાતનો લાભ મળી શકે છે. વ્યક્તિ દ્વારા તેના માતા-પિતાના મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરવામાં આવી હોય તો તેવા કેસમાં તેને વધારાના રૃ. ૧૫,૦૦૦ (માતા કે પિતા સિનિયર સિટીઝન હોય તો રૃ. ૨૦,૦૦૦)ની કપાતનો લાભ મળી શકે છે. સરકારી કર્મચારીઓના કેસમાં નોકરી દરમિયાન તેમ જ નિવૃત્તિ પછીનો લાભ આપવામાં આવે છે, જેની સુવિધા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની સમકક્ષ છે.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧ અર્થાત્ આકારણી વર્ષ ૨૦૧૧-૧૨થી અમલી બને તેમ (GH5) માં અપાયેલ ફાળા સંબંધ પણ કલમ ૮૦-ડી હેઠળની ઉપરોક્ત મર્યાદાને આધીન કપાતનો લાભ મળી શકે તેવી નવી જોગવાઈ કરવામાં આવી છે.

કલમ ૮૦-ડીડી : અશક્ત એવા આશ્રિતોની તબીબી સારવાર માટે કરેલા ખર્ચ અંગે કપાત
કલમ ૮૦-ડીડી હેઠળની જોગવાઈનો હેતુ શારીરિક કે માનસિક રીતે અશક્ત એવા આશ્રિતોના કેસમાં તબીબી સારવાર માટેના ખર્ચ અથવા આવા આશ્રિતોના ભરણ-પોષણ માટે મૂકેલ ડિપોઝિટના સંદર્ભમાં તેમનાં માતા-પિતા કે વાલીને યોગ્ય લાગે તે પ્રમાણમાં ખર્ચ અથવા રોકાણ કરવા માટેની પસંદગીની તક આપવાનો છે.

રહીશ હોય તેવી વ્યક્તિ કે હિંદુ અવિભક્ત કુટુંબના કેસમાં કલમ ૮૦-ડીડી હેઠળ પોતાના ઉપર આશ્રિત હોય તેવી કોઈ શારીરિક કે માનસિક રીતે અશક્ત વ્યક્તિની તબીબી સારવાર, તાલીમ કે પુનર્વસવાટ (Medical Treatment, Training or Rehabilitaion of Handicapped Dependant) માટે કરવામાં આવેલ ખર્ચ અથવા આવી વ્યક્તિના ભરણ-પોષણ માટે જીવન વીમા નિગમ કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયોજિત અને આ હેતુસર સી.બી.ડી.ટી. દ્વારા માન્ય કરવામાં આવેલ યોજના હેઠળ કરવામાં આવેલ રોકાણના સંદર્ભમાં કપાત બાદ આપવામાં આવે છે. ઉપરોક્ત સંદર્ભમાં જો કરદાતાએ પાછલા વર્ષ દરમિયાન કાંઈક પણ ખર્ચ અથવા રોકાણ કર્યું હશે, તો તેને ખરેખર કરેલા ખર્ચની મર્યાદામાં નહીં, પરંતુ આ કલમ હેઠળ નિયત સંપૂર્ણ કપાત બાદ આપવામાં આવે છે.

આ કલમના હેતુસર જીવન વીમા નિગમ તેમ જ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ઉપરાંત અન્ય વીમાકાર (insurer) પ્રયોજિત માન્ય યોજના હેઠળ રોકાણ કરવામાં આવેલ ડિપોઝિટ સંબંધી પણ આ કપાતનો લાભ મળી શકશે. આ કપાત મજરે માગવા માટે પુરાવા સ્વરૃપે કરદાતાએ સરકારી અથવા સ્થાનિક સંસ્થા સંચાલિત હોસ્પિટલના ડોક્ટરનું નિયત ર્સિટફિકેટ પણ રજૂ કરવું જરૃરી રહેશે.

આવકવેરા નિયમ ૧૧-એ હેઠળ ‘ડિસએબિલિટી’ની આપવામાં આવેલી વ્યાખ્યાને ૨૦૦૩ના નાણાકીય ધારા અન્વયે આકારણી વર્ષ ૨૦૦૪-૦૫થી અમલી બને તેમ, ‘૧૯૯૫ના વિકલાંગો માટેના કાયદા’ (Persons with Disability Act, 1995) હેઠળ ‘ડિસએબિલિટી’ની ગણતરી માટે નિયત કરાયેલા ધોરણો સાથે સુસંગત કરવામાં આવી છે. આ અનુસાર આવકવેરા નિયમો હેઠળ ૫૦ ટકાથી વધુ ‘ડિસએબિલિટી’ ધરાવતા વિકલાંગોના સ્થાને હવે ૪૦ ટકાથી વધુ ‘ડિસએબિલિટી’ ધરાવતા વિકલાંગોના સંદર્ભમાં પણ ઉપરોક્ત કપાતનો લાભ મળી શકશે.

કલમ ૮૦-ડીડી હેઠળની આકરાણી વર્ષ ૨૦૦૩-૦૪ સુધીની રૃ. ૪૦,૦૦૦ની કપાતમાં આકારણી વર્ષ ૨૦૦૪-૦૫થી નીચે મુજબનો વધારો કરવામાં આવ્યો :
* પર્સન્સ વિથ ડિસએબિલિટી એક્ટ’ હેઠળ ‘ડિસએબિલિટી’ ધરાવતી વ્યક્તિઓના કેસમાં રૃ. ૪૦,૦૦૦ના સ્થાને રૃ. ૫૦,૦૦૦ની કપાત મળશે.
* ૮૦ ટકાથી વધુ ડિસએબિલિટી, અર્થાત્ ‘સિવિયર ડિસએબિલિટી’ ધરાવતી વ્યક્તિઓના કેસમાં રૃ. ૪૦,૦૦૦ના સ્થાને રૃ. ૭૫,૦૦૦ની કપાત મળશે.

આ ઉપરાંત ૨૦૦૪ના નાણાકીય ધારા અન્વયે કલમ ૮૦-ડીડીના વ્યાપમાં ‘ઓટિઝમ’, ‘સેરિબલ પાલ્સી’ તેમ જ ‘મલ્ટિપલ ડિસએબેલિટીઝ’થી પીડાતાં આશ્રિતોનો આકારણી વર્ષ ૨૦૦૫-૦૬થી સમાવેશ કરવામાં આવ્યો છે.

આકારણી વર્ષ ૨૦૧૦-૧૧થી ‘સિવિયર ડિસએબિલિટી ધરાવતા આશ્રિતોની સારવાર માટે રૃ. ૧,૦૦,૦૦૦ની કપાત

૨૦૦૯ના નાણાકીય ધારા અન્વયે આકારણી વર્ષ ૨૦૧૦-૧૧થી ‘સિવિયર ડિસએબિલિટી’ ધરાવતા આશ્રિતોના કેસમાં રૃ. ૭૫,૦૦૦ની ઉપરોક્ત કપાત વધારીને રૃ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે.

કલમ ૮૦-ડીડીબી : ગંભીર રોગ કે બીમારીથી પીડાતા કરદાતા તેમ જ તેના આશ્રિતોની તબીબી સારવાર માટે કરેલ ખર્ચ અંગે કપાત

કલમ ૮૦-ડીડીબીની જોગવાઈઓ અનુસાર આ માટે આવકવેરા નિયમો હેઠળ જાહેર કરવામાં આવે તેવા કોઈ ગંભીર રોગ કે બીમારીથી પીડાતા કરદાતા કે તેના કોઈ આશ્રિત સગાંની તબીબી સારવાર માટે, વ્યક્તિ કે હિંદુ અવિભક્ત કુટુંબ હોય તેવા કરદાતાએ કોઈ પણ ખર્ચ કર્યો હોય તો તેવા કેસમાં તેને તેની કુલ ગ્રોસ આવકમાંથી રૃ. ૪૦,૦૦૦ની કપાત બાદ આપવામાં આવશે. વધુમાં, જો કરદાતા કે તેના કોઈ આશ્રિત સગાં કે હિંદુ અવિભક્ત કુટુંબના કેસમાં તેના કોઈ સભ્ય, ‘સિનિયર સિટીઝન’ હોય તો તેવા કેસમાં રૃ.૬૦,૦૦૦ની કપાત બાદ મળશે. અલબત્ત, આ સંદર્ભમાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે, જો આવી તબીબી સારવારના સંદર્ભમાં વીમા કંપની તરફથી કોઈ રકમની ચુકવણી કરવામાં આવે તો તેને ઉપરોક્ત કપાતની રકમમાંથી બાદ કરાશે અને બાકી રહેતી રકમ કપાત તરીકે મજરે મળશે. આવકવેરા નિયમ ૧૧-ડીડી હેઠળ કલમ ૮૦-ડીડીબીના હેતુસર જાહેર કરાયેલા ગંભીર રોગો/બીમારીઓની યાદી નીચે મુજબ છે.

(૧) માનસિક રોગો (Neurological Diseases), જેમાં ૪૦ ટકા અથવા વધુ માત્રાનું ‘ડિસએબિલિટી લેવલ’ પ્રમાણિત કરાયું હોય. આ યાદીમાં ડીમેન્શિયા, ડિસ્ટોનિયા, મોટર ન્યુરોન, અટેક્ષિયા, કોરિયા, હેમિબાલિસ્મસ, અફેશિયા તેમજ ર્પાિકન્સન્સનો સમાવેશ કરાયો છે.ળ
(૨) મેલિગ્નન્ટ કેન્સર.
(૩) એઈડ્સ
(૪) ક્રોનિક રીનલ ફેઈલર
(૫) હિમોફિલિયા તેમ જ થાલસીમિયા

આ કપાતનું પ્રમાણ ઉપરોક્ત હેતુસર કરદાતાએ ખરેખર કરેલ ખર્ચ (expenditure actually incurred) અથવા રૃ. ૪૦,૦૦૦ (કે રૃ. ૬૦,૦૦૦), બેમાંથી જે રકમ ઓછી હોય, તેના આધારે આપવામાં આવશે. આ ઉપરાંત આ કલમના હેતુસર ‘આશ્રિત’ (Dependant) ની આપવામાં આવેલી વ્યાખ્યા અનુસાર, વ્યક્તિના કેસમાં તેના લગ્નસાથી, બાળકો, માતા-પિતા તેમ જ ભાઈ-બહેન અને હિંદુ અવિભક્ત કુટુંબના કેસમાં કુટુંબના કોઈ પણ સભ્યનો (જે તેમના ભરણ-પોષણ માટે સંબંધિત વ્યક્તિ કે કુટુંબ ઉપર આધાર રાખતા હોય) સમાવેશ થશે. વળી, આ કલમ હેઠળની કપાતનો લાભ લેવા માટે સરકારી અથવા સરકાર માન્ય હોસ્પિટલના નિષ્ણાત તબીબનું તબીબી ર્સિટફિકેટ બીડવાનું રહેશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us