આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ બ્લડ પ્રેશર માટે જવાબદાર તંત્ર મળ્યું

બ્લડ પ્રેશર માટે જવાબદાર તંત્ર મળ્યું

Print PDF
બ્લડ પ્રેશર માટે જવાબદાર તંત્ર મળ્યું
લંડન: બ્રિટનના વિજ્ઞાનીઓએ શરીરમાં એવા તંત્રને શોધી કાઢયું છે જેના કારણે બ્લડ પ્રેશર થાય છે. તેમની આ શોધથી બ્લડ પ્રેશરની બીમારીનો ઈલાજ શોધવામાં મદદ મળી શકશે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માનવ શરીર બ્લડ પ્રેશરને કેવી રીતે નિયંત્રિત કરે છે જે સમજવામાં પ્રથમ વખત સફળતા મેળવી છે. આ તંત્રમાં કેવી રીતે ગરબડ ઊભી થાય છે તે અંગે પણ તેઓ જાણી શક્યા છે. આ તંત્રમાં કોઈપણ વિક્ષેપ થતો અટકાવવામાં આવે તો બ્લડ પ્રેશરની બીમારીથી બચી શકાય છે.

હૃદય માટે ડુંગળી લાભદાયી છે
લંડન: ડુંગળી ખાવાથી હ્રદયરોગથી બચી શકાય છે. હોંગકોંગના વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર ડુંગળી શરીરના એ ‘ખરાબ’ કોલેસ્ટ્રોલને બહાર કાઢી નાખે છે જેના કારણે હ્રદયરોગ થઈ શકે છે. આ ઉપરાંત તે શરીરમાં ‘સારા’ કોલેસ્ટ્રોલને જાળવી રાખે છે જે હ્રદયરોગથી આપણને બચાવે છે. વિજ્ઞાનીઓએ ઉંદર પર હાથ ધરેલા એક અભ્યાસમાં કેટલાક ઉંદરોને વધુ માત્રામાં ડુંગળી ખવડાવી હતી. આઠ અઠવાડિયા બાદ જાણવા મળ્યું હતું કે તેમના શરીરમાં ‘ખરાબ’ કોલેસ્ટ્રોલ એટલે કે ‘લો ડેન્સિટી લિપોપ્રોટીન’(એલડીએલ)નું સ્તર ૨૦ ટકા જેટલું ઘટી ગયું હતું. પરંતુ આ દરમિયાન ‘હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન’(એચડીએલ)ના સ્તરમાં કોઈ ઘટાડો નહોતો થયો.

પ્રદૂષણથી સ્તન કેન્સરનું જોખમ
લંડન: મહિલાઓને કોઈપણ સ્થળે પરિવહન દરમિયાન થતી પ્રદૂષણની અસરના કારણે પણ સ્તનના કેન્સરનું જોખમ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર સ્તન કેન્સરના દર્દીઓની સંખ્યા એવા વિસ્તારોમાં વધારે જોવા મળે છે જ્યાં વાતાવરણમાં નાઈટ્રોજન ડાયોકસાઈડનું પ્રમાણ વધારે હોય. કેનેડાની મેિકગલ યુનિવર્સિટીના માર્ક ગોલ્ડબર્ગે જણાવ્યું હતું કે ઓછા પ્રદૂષણયુક્ત વિસ્તારોમાં રહેતી મહિલાઓની સરખામણીએ નાઈટ્રોજન ડાયોકસાઈડનું સૌથી વધુ પ્રમાણ હોય તેવા વિસ્તારમાં રહેતી મહિલાઓમાં સ્તન કેન્સર થવાની શક્યતા બમણી થઈ જાય છે. મેકિગલ યુનિવર્સિટી અને મોિન્ટ્રઅલ યુનિવર્સિટીએ સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો હતો.

ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી દીર્ઘાયુ મળે છે
વોશિંગ્ટન: ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી આપ દીર્ઘાયુ મેળવી શકો છો. લિવર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ પર હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો હતો. જર્નલ ‘લિવર ટ્રાન્સપ્લાન્ટેશન’માં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર ભગવાનમાં શ્રદ્ધા રાખનારા દર્દીઓની બચવાની શક્યતા વધારે જોવા મળી હતી. ભલે દર્દી કોઈપણ ધર્મના હોય પરંતુ શ્રદ્ધા તેમના પર અસર કરતી જોવા મળે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે શ્રદ્ધા રાખનારા કેટલાક દર્દીઓની બચવાની શક્યતા ત્રણ ગણી વધારે જોવા મળી હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટના ૧૭૯ દર્દીઓ પર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us