આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 22nd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ મુંબઈની હોસ્પિ.માં દર્દીઓની સારવાર વોર્ડબૉય કરે છે

મુંબઈની હોસ્પિ.માં દર્દીઓની સારવાર વોર્ડબૉય કરે છે

Print PDF
મુંબઈ - મોટરસાઈકલના અકસ્માતમાં ૨૧ વર્ષીય અબ્દુલ મોહમ્મદને તેની ટચલી આંગળીએ ઈજા થતાં તે વરલીની પોદાર હોસ્પિટલે ગયો હતો. સફેદ ગણવેશમાં સજ્જ એક કર્મચારીએ તેના જખમ પર ડ્રેસિંગ કરી તેને ઈન્જેકશન આપ્યું હતું. એ વખતે અબ્દુલને ખબર પડી ન હતી કે તેની સારવાર કરનારો કર્મચારી નથી કોઈ ડોક્ટર કે તે એમબીબીએસનો વિદ્યાર્થી પણ નથી પણ તે માત્ર એક વોર્ડબોય છે અને તેની શૈક્ષણિક લાયકાત માત્ર આઠમા ધોરણના અભ્યાસની જ છે.

આ ૬૦ વર્ષ જૂની હોસ્પિટલમાં છેલ્લાં ૧૦ વર્ષથી વોર્ડ બોયઝ તથા સ્વીપર્સ (સફાઈ કામદારો) કેઝયુલિટી વોર્ડમાં દરદીઓને સારવાર આપે છે. તેમણે જણાવ્યું છે કે ઈન્જેકશન કેવી રીતે આપવું અને ટાંકા પણ કેવી રીતે લેવા તે રેસિડેન્ટ ડોક્ટરોએ અમને શીખવ્યું છે. તબીબી કર્મચારીઓની અછતને કારણે આવી સ્થિતિ હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. એક ખૂણામાં માલેગાંવ ધડાકાના આરોપી સાધ્વી પ્રજ્ઞાાસિંહ ઠાકુરની સારવાર ડીન કરી રહ્યા છે. એક ડોક્ટરે કહ્યું હતું કે સાધ્વીએ જનરલ વોર્ડમાં સારવાર લેવાનો ઈન્કાર કર્યો હતો અને અલગ રૃમની માગણી કરી હતી. તેમની માગ પૂરી કરવા ડીને તેમનાથી શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. ઈમરજન્સી સારવાર માટે એક પણ ડોક્ટર નથી.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ માત્ર નર્સિંગની ડિગ્રી ધરાવનારી વ્યક્તિ જ દરદીને ઈન્જેકશન આપી શકે. હકીકતમાં તો નર્સો પણ ટાંકા લઈ શકતી નથી. માત્ર લાયકાત ધરાવતા ડોક્ટર જ એક કામ કરી શકે છે. પરંતુ દરદીઓની સારવાર કરતા એક વોર્ડ બોયે કહ્યું હતું કે શરૃઆતમાં હું ભૂલો કરતો હતો પણ હવે હું નિષ્ણાત બની ગયો છું. હોસ્પિટલના ડીન પી. દેશમુખે કહ્યું હતું કે અમારે ત્યાં કર્મચારીઓની તીવ્ર અછત છે. પણ વોર્ડબોય તથા સ્વીપરોએ દરદીઓને ડોક્ટર અને નર્સ પાસે મોકલવા જોઈએ.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us