આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Nov 21st

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી ૨૪ કલાકમાં ત્રણનાં મોત

રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી ૨૪ કલાકમાં ત્રણનાં મોત

Print PDF
સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૨૫ દર્દીઓ દાખલ, ત્રણ ગંભીર
સ્વાઇન ફ્લૂના અજગર ભરડામાં લોકો ભીસાઇ રહ્યા છે. દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ મહિલા દર્દીનાં મોત નીપજતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી ૨૪ કલાકમાં ત્રણનાં મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. રાજકોટના બજરંગવાડીમાં રહેતાં રૂકશાનાબેન ઇકબાલભાઇ (ઉ.વ.૨૯) ને સ્વાઇન ફ્લૂની આશંકાએ દાખલ કરાયા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ શનિવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. રૂકશાનાબેનના મૃત્યુની ત્રણ કલાક બાદ જ ગોંડલના સ્વાઇન ફ્લૂગ્રસ્ત લીલાબેન ભીખુભાઇ (ઉ.વ.૫૫) એ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

તેમજ કાલાવડના મોટાવડાળા ગામના રંજનબેન હસુગીરી ગૌસ્વામી (ઉ.વ.૪૫) સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ હતા. જેમનું રવિવારે સવારે મૃત્યુ થયું હતું. ૨૪ કલાકમાં ત્રણ-ત્રણ વ્યક્તિનાં મોતથી હોસ્પિટલમાં દાખલ સ્વાઇન ફ્લૂના દર્દી તથા તેમના સંબંધીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

ત્રણ મહિલાના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧૬૯ થયો હતો. મૃતકો પૈકી ૧૧૪નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે આજે વધુ ૨૨ સેમ્પલનું પૃથકકરણ કરાયું હતું. જેમાંથી ૭ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૨૫ દર્દીઓ દાખલ છે. જેમાંથી ૩ની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.ભાદરવા મહિનાના દિવસોમાં આભમાંથી આકરા તાપ પડી રહ્યા છે છતાં સ્વાઇન ફલૂના વધતા કેસોથી તંત્ર ઉંધે માથે થઇ ગયું છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:divyabhaskar.co.in

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us