આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ રાજ્યભરમાં ડેંગ્યૂના સૌથી વધુ દર્દી રાજકોટ

રાજ્યભરમાં ડેંગ્યૂના સૌથી વધુ દર્દી રાજકોટ

Print PDF
છેલ્લાં એક જ સપ્તાહમાં ૩૭ વ્યક્તિ ડેંગ્યૂના સકંજામાં સપડાયા, આંક ૧૦૦ને વટી ગયો
રાજ્યભરમાં ડેંગ્યૂના સૌથી વધુ દર્દી રાજકોટ
રાજકોટનો એકપણ વિસ્તાર એવો બાકી નહીં હોય કે જ્યાં ડેંગ્યૂએ હાહાકાર મચાવ્યો ન હોય. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડેંગ્યૂના ૧૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. દરમિયાન રાજકોટ મનપાના તંત્રવાહકો માટે શરમજનક વાત એ છે કે, ચાલુ વર્ષે રાજ્યભરમાં ડેંગ્યૂના સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા હોવાનું ખુદ ગાંધીનગરનો સર્વેલન્સ રિપોર્ટ કહે છે!

છેલ્લાં પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેંગ્યૂના કેસમાં ધરખમ વધારો થયો છે. ડેંગ્યૂના અજગરભરડા સામે મનપાનું આરોગ્ય તંત્ર વામણું પુરવાર થયુ છે. મનપાના તંત્ર માટે ઢાંકણીમાં પાણી ભરીને ડૂબી મરવા જેવુ તો એ છે કે, ડેંગ્યૂના રોગચાળામાં સમગ્ર રાજ્યમાં રાજકોટનું નામ ખરડાયું છે.

ખુદ ગાંધીનગરના આરોગ્ય સર્વેલન્સ રિપોર્ટમાં છેલ્લાં એક સપ્તાહમાં રાજ્યમાં સૌથી વધુ ડેંગ્યૂના દર્દીઓ રાજકોટમાં હોવાનું નોંધાયું છે. એક અઠવાડિયામાં રાજકોટમાં ૩૦ કેસ, અમદાવાદમાં ૨૩, સુરતમાં ૨૦, ભાવનગરમાં ૯, જામનગરમાં ૮ અને વડોદરામાં ૨ કેસ નોંધાયા છે. દરમિયાન રાજકોટમાં ચાલુ વર્ષે ડેંગ્યૂના કેસનો આંક ૧૦૦ને વટી ગયો છે. વકરતા રોગચાળા સામે આરોગ્ય તંત્ર ઉણુ ઊતર્યું હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે.

વોર્ડવાઇઝ સફાઇ ઝુંબેશના નાટક વચ્ચે વકરતો રોગચાળો
હજુ તાજેતરમાં જ વોર્ડવાઇઝ સફાઇની કહેવાતી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જો કે આ ઝુંબેશ માત્ર ચોપડે દેખાડવા પૂરતી જ એક નાટક હોય એવું સાબિત થઇ રહ્યું છે. ચાલુ સપ્તાહમાં ડેંગ્યૂના ૩૭ કેસ ઉપરાંત તાવના ૭૨૪, શરદી-ઉધરસના ૧૦૭૮, ઝાડા-ઊલટીના ૪૮૭ના કેસ નોંધાયા છે. આ આંકડો માત્ર સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા હોય એવા જ છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામાં આવે તો રોગચાળાની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવી શકે છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us