આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ રાજ્યમાં છેલ્લા ૧૦ મહિનામાં પોલિયોના ૫ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા ૧૦ મહિનામાં પોલિયોના ૫ કેસ નોંધાયા

Print PDF
મુંબઈ - મહારાષ્ટ્ર સ્ટેટ હેલ્થ ડિરેકટોરેટ દ્વારા તાજેતરમાં બીડ જિલ્લામાં પોલીયોનો વધુ એક કેસ નોંધવામાં આવતા રાજ્યમાં છેલ્લા દસ મહિનામાં પોલીયોના પાંચ કેસ નોંધાયા છે. આ પાંચ કિસ્સામાં ચાર કિસ્સા માલેગાંવના મુસ્લિમ બાળકોના અને એક છેલ્લો કિસ્સો બીડ જિલ્લાના વણઝારાપરિવારના બાળકનો છે.

સ્ટેટ હેલ્થ ડિરેક્ટોરેટના એડિશનલ ડિરેક્ટર ડોક્ટર સી.એમ. કુલકર્ણીએ આપેલી માહિતી પ્રમાણે ''વિચરતી જાતીના વણઝારાપરિવારના ૧૧ મહિનાના બાળક રાજ કિરણ આભેમાં પી-વન ટાઇપ પોલિયોના લક્ષણ જોવામાં આવ્યા છે. આ બાળકે જુન, જુલાઈ અને સપ્ટમ્બર મહિનામાં પોલીયો અટકાવવા માટે મોંથી લેવામાં આવતી દવાના ત્રણ ડોઝ લીધા હોવા છતાં તેને ૧૬ સપ્ટેમ્બરે પેરાલિસીસની અસર થઈ જતા ઓસ્માનાબાદ ખાતેના ઉમરગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળક ઉમરગાંવ આવ્યો એ પહેલાં ચાર મહિના બીડમાં હતો એટલે અમને શંકા છે કે તેને પોલીયોના વાઇરસનો ચેપ બીડમાં લાગ્યો છે. આ વર્ષે આ પહેલાં પણ માલેગાંવમાં પોલીયોના ચાર કિસ્સા નોંધાયા હતા અને આ બધા કિસ્સામાં મુસ્લિમ બાળકો ભોગ બન્યા છે.''

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું છે કે પોલીયોના તમામ કેસોમાંથી ચાર કેસ એક જ જગ્યાના હોવાના કારણે આ પોલિયાના વાઇરસનો સ્થાનિક ચેપનો કિસ્સો છે જ્યારે છેલ્લો કેસ વિચરતી જાતિનો કેસ હોવાથી તેને ગમે ત્યાં ચેપ લાગ્યો હોવો જોઈએ. આ પરિસ્થિતિ વિશે વાત કરતા સી.એમ. કુલકર્ણીએ જણાવ્યું છે કે ''સરકાર પોલીયોની નાબુદી માટે સ્ટાફની ભરતી, સ્વયંસેવકોની મદદ તેમજ વસ્તીને પોલિયોના ડોઝ લેવાની સમજણ આપવા માટે સ્થાનિક નેતાઓની મદદ લેવા જેવા તમામ શક્ય પગલાંઓ લઈ રહી છે.

આ તમામ મહેનત કરવા છતાં રાજ્યમાં પોલિયોગ્રસ્ત બાળકોના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે અને અમને બીક છે કે જો માલેગાંવ વિસ્તારના લોકો પોલિયો નાબુદીની ઝુંબેશમાં પુરતો ટેકો નહીં આપે તો ચોક્કસ આ સમસ્યા વધી જશે. એ વાત બહુ દુઃખદાયક છે કે માલેગાંવના લોકો પોલિયોની રસી લેવામાં હજી પણ ભારે બેદરકારી દાખવી રહ્યા છે.''

છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરપ્રદેશ અને બિહારમાં પોલીયોના મહત્તમ કિસ્સાઓ જોવામાં આવતા હતા. જોકે આ વર્ષે દેશમાં પોલીયોના જે ૧૬ કિસ્સા નોંધાયા છે એમાંથી પાંચ મહારાષ્ટ્રના, સાત પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદના, એક જમ્મુ અને કાશ્મીરનો અને ત્રણ બિહારના છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વર્ષે ઉત્તર પ્રદેશમાં પોલીયોનો એક પણ ક્સ્સિો નોંધાયો નથી

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us