આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Nov 21st

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ વિશ્વમાં મેદસ્વીતાના કારણે થતા મૃત્યુના દરમાં ચિંતાજનક વધારો

વિશ્વમાં મેદસ્વીતાના કારણે થતા મૃત્યુના દરમાં ચિંતાજનક વધારો

Print PDF
(પીટીઆઇ) કોઝીકોડ, તા.૯
મેદસ્વીતા અને વધુ પડતું વજન આગામી દિવસોમા નબળા આરોગ્ય માટેનું સરેરાશ કારણ પુરવાર થશે એવી ચેતવણી અગ્રણી તબીબોએ આપી છે, તેમના જણાવ્યા પ્રમાણે હાલ નબળા આરોગ્ય માટે જેમ ચેપી રોગો તથા પોષકદ્રવ્યોના અભાવ મુખ્ય કારણો છે, તેમ નજીકના ભવિષ્યમાં મેદસ્વીતા અને વધુ પડતું વજન ૂવિવિધ બિમારીઓનું કારણ પુરવાર થશે, ભારતમાં ૧૫ ટકા લોકો મેદસ્વી છે જ્યારે અમેરિકામાં આ પ્રમાણ ૨૫થી ૩૦ ટકા છે.

ભારતમાં ૧૫ ટકા અને અમેરિકામાં ૨૫-૩૦ ટકા લોકો મેદસ્વી ઃ ટૂંક સમયમાં મેદસ્વીતા નબળા આરોગ્ય માટેનું મુખ્ય કારણ બની જશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે ૨૦૧૫ સુધીમાં વધુ પડતું વજન ધરાવતા લોકોની સંખ્યા ૨.૩ અબજ થઇ જશે અને અંદાજે ૭૦ કરોડથી વધુ લોકો મેદસ્વી હશે. એસોસિએશન ઑફ મીનીમલ એક્સેસ સર્જન ઑફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ.સી પલ્લનીવેલુએ જણાવ્યું હતું કે 'દુનિયાભરમાં પુખ્તવયના લોકો અને બાળકોમાં મેદસ્વીતાને કારણે થતા મૃત્યુંના પ્રમાણમાં ચિંતાજનક દરે વધારો થઇ રહ્યો છે તથા જીવનની ગુણવત્તાને સુધારવા માટે તેમાં ઘટાડો કરવો જરૃરી છે.'

પલ્લનીવેલુએ જણાવ્યું હતું કે હાલના દિવસોમાં મોટાભાગના રોગો ખાસ કરીને ટાઇપ ટૂ ડાયાબિટિસ માટે મેદસ્વીતા સહિતના અન્ય પરિબળો મોટી ભૂમિકા ભજવતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે એક સમયે ઊંચી આવક ધરાવતા દેશોમાં જ મેદસ્વીતા અને વધુ પડતા વજનની સમસ્યા હતી પણ હવે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ડાયાબિટિસ ઉપરાંત મેદસ્વીતાને કારણે હાયપરટેન્શન, લિવરના રોગો, સ્ટોન, હાઇ કોલેસ્ટેરોલ, હૃદયની બિમારીઓ તથા આર્થરાઇટીસની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. આ ઉપરાંત મેદસ્વી વ્યક્તિઓ અનેક પ્રકારના માનસિક રોગોથી પણ પીડાતી હોય છે જેમાં ખાસ કરીને ડિપ્રેશન તથા અન્ય ન્યુરોલોજીકલ બિમારીઓનો સમાવેશ થાય છે. ડૉ.પલ્લનીવેલુએ જણાવ્યું હતું કે બીએમઆઇ (બોડી માસ ઇન્ડેક્સ) મેદસ્વીતા તથા વધુ પડતું વજન માપવા માટેનું આદર્શ માપદંડ છે. બીએમઆઇમાં વધારાને કારણે હૃદયની બિમારીઓનું જોખમ વધી જાય છે, વિશ્વમાં દરવર્ષે હૃદયની બિમારીઓને કારણે જ ૧.૭ કરોડ લોકોના મોત નિપજતા હોય છે.

તબીબોના મતે મેદસ્વીતા માત્ર વિવિધ રોગોને જ જન્મ નથી આપતું પણ તેના કારણે વ્યક્તિની આવરદામાં પણ ઘટાડો થાય છે. પલ્લનીવેલુએ જણાવ્યું હતું કે ખોરાક દ્વારા મેળવવામાં આવતી કેલરી અને તેના વપરાશ વચ્ચેનું અસંતુલન મેદસ્વીતા માટેનું મુખ્ય કારણ છે. તેમણે જણાવ્યું હતું કે ખાણીપીણીની આદતોમાં ફેરફાર, કસરતની મદદથી વજનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us