આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Oct 23rd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ સરકારી-ખાનગી હોસ્પિટલો બાળદર્દીઓથી ઊભરાઈ

સરકારી-ખાનગી હોસ્પિટલો બાળદર્દીઓથી ઊભરાઈ

Print PDF
વરસાદના વિરામ બાદ ભેજનું પ્રમાણ વધતાં રોગચાળો વકર્યો
મચ્છર અને પાણીજન્ય રોગોના કેસો પણ વધ્યા

રમજાનમાં ઠંડાપીણાના સેવનથી મુસ્લિમ બાળકોમાં કફ, શરદી, ખાંસીની ફરિયાદો

સરકારી-ખાનગી હોસ્પિટલો બાળદર્દીઓથી ઊભરાઈ
શહેરમાં વરસાદના વિરામ બાદ ભેજનું પ્રમાણ વધતાં રોગચાળો વકર્યો છે અને સરકારી અને ખાનગી હોસ્પિટલો બાળદર્દીઓથી ઊભરાઈ રહી છે. ખાસ કરીને શરદી, ગળાનું ઇન્ફેકશન, કાન-નાકનું ઇન્ફેક્શન ઉપરાંત વાઇરલ ફીવર, ન્યુમોનિયાની સાથે મચ્છર અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. શહેરની ખાનગી ક્લીનિકોમાં પણ સારવાર માટે બિમાર બાળકોને લઇને આવેલા વાલીઓની કતારો જોવા મળી હતી.

સિવિલ હોસ્પિટલનાં એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને બાળવિભાગનાં વડા ડૉ. કે.એમ. મહેરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ દિવસમાં બાળ દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. ખાસ કરીને ૦થી ૫ વર્ષનાં બાળકોમાં ન્યુમોનિયા અને ફીવરના કેસો વધુ જોવા મળ્યા છે. તો ઝાડા-ઊલટી, શરદી-ખાંસી જેવી બીમારીમાં પણ વધારો થયો છે.

અમરદીપ હોસ્પિટલનાં ડૉ. અનિરુદ્ધ શાહ અને ડૉ.અમર શાહે જણાવ્યું હતું કે, ભેજને કારણે મચ્છરજન્ય, પાણી જન્ય રોગો, ન્યુમોનિયા ઉપરાંત અપર અને લોઅર રેસપીરેટરીના કેસો વધ્યાં છે. ખાસ કરીને રમઝાન માસમાં રોઝામાં ઠંડાંપીણાં, ફાલુદા અને આઇસક્રીમના વધુ પડતાં સેવનને કારણે મુસ્લિમોનાં બાળકોમાં કફ, શરદી અને ખાંસીનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે.

વી.એસ. હોસ્પિટલનાં સિનિયર પીડિયાટ્રિશિયન ડૉ. રોહિત મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બાળદર્દીની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. જેમાં ગળાના ઇન્ફેક્શન અને એલર્જિક તકલીફોવાળા કેસો વધુ છે. ન્યુમોનિયાનાં કેસ ઉપરાંત પાલ્સી ફેરમ, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મરડાનાં કેસ જોવા મળી રહ્યા છે.

શારદાબહેન હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. નિમેષ પંડયાએ જણાવ્યું હતું કે, પહેલાં હોસ્પિટલનાં બાળકોના વોર્ડમાં દાખલ બાળદર્દીની સંખ્યા ૮થી ૧૦ જેટલી રહેતી હતી, જે વધીને હવે ૨૦થી ૨૨ જેટલી થવા પામી છે. બાળદર્દીની સંખ્યા વધવાને પગલે હોસ્પિટલનાં બાળકોના વોર્ડનાં તમામ બેડ ભરાઈ ગયા છે.

બાળકોમાં રોગ વધવાનું કારણ
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. તેમજ વરસાદને કારણે વાતાવરણમાં રહેલા કિટાણું ભેજને કારણે છુટા પડે છે જેને કારણે વાઇરલ ઇન્ફેકશનના કેસોમાં વધતા વિવિધ રોગો પણ વધે છે.

અપર અને લોઅર રેસ્પીરેટરી એટલે શું ?
અપર રેસ્પીરેટરી એટલે કાકડાનો સોજો, સાયનસ, શરદી, કાનનો સોજો, બહેરાશ (ફેરીન્જાઇટીસ, લેરીન્જાઇટીસ, કોન્સિલાઇટીસ અને સાયનોસાયટીસ) તેમજ લોઅર રેસ્પીરેટરી એટલે બ્રોન્કાઇટીસ, બ્રોન્કોન્યુમોનિયા અને ન્યુમોનિયાના કેસ ઉપરાંત વાઇરલ કન્જેકિટવાઇટીસનાં કેસ પણ વધ્યા છે.

ક્યા રોગનું કેટલું પ્રમાણ ?
ન્યુમોનિયા-ફીવરનાં કેસોમાં ૩૦ ટકા ઝાડા-ઊલટી, ટાઇફોઇડ અને કમળાનાં કેસમાં ૧૦થી ૧૨ ટકા, મચ્છરથી ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુનાં કેસમાં પ ટકાનો વધારો થયો છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:divyabhaskar.co.in

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us