આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ સાવધાન.! આઇપોડના ભૂંગળા બ્રેઇન ટયૂમર નોતરી શકે છે

સાવધાન.! આઇપોડના ભૂંગળા બ્રેઇન ટયૂમર નોતરી શકે છે

Print PDF
સાવધાન.! આઇપોડના ભૂંગળા બ્રેઇન ટયૂમર નોતરી શકે છે
વડોદરા,તા.૨૪
એમ.એસ.યુનિર્વિસટીમાં કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી જ્યોતિ ભટ્ટાચાર્ય છેલ્લા છ મહિનાથી કાનની બહેરાશથી પીડિત છે. શહેરના ઇએનટી સ્પેશિયાલિસ્ટે જ્યોતિના નિદાન બાદ કારણ જણાવ્યંુ તો જ્યોતિ અને તેના માતા પિતા બંન્ને ચોંકી ઉઠયા હતા. જ્યોતિ રોજ કાનમાં ઇયરફોન ભરાવીને મોબાઇલમાં લોડ કરેલા તેના ફેવરિટ સોંગ કલાકો સુધી સાંભળતી હતી. અને આ કારણે તેને શ્રવણ શક્તિ ગુમાવવાનો વારો આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આઇપોડ અને મોબાઇલના ભૂંગડા કાનમાં ભરાવીને કલાકો સુધી ઘોંઘાટને કર્ણેન્દ્રિયમાં ઠાલવતા વડોદરાના યુવાવર્ગમાં ખુબ તેજ ગતિથી કાનની બહેરાશથી માંડીને કાનના અન્ય રોગોનુ પ્રમાણ વધી રહ્યંુ છે.

જ્યોતિએ જણાવ્યંુ હતું કે આજે તેને ખુબ અફસોસ થઇ રહ્યો છે તેને ખબર ન હતી કે આ શોખ બહેરાશ લાવશે. મને જ્યારે પણ નિરાંતનો સમય મળતો અથવા તો કંટાળો લાગતો ત્યારે કાનમાં ઇયરફોન ગોઠવી દઇને પોતાના મોબાઇલથી સંગીત સાંભળતી. દિવસના સરેરાશ તે ૪ થી ૫ કલાક તે ઇયરફોનથી મ્યુઝિક સાંભળતી હતી.

શહેરના ઇએનટી સ્પેશિયાલિસ્ટ ડો.ભેંસાણિયાના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં વડોદરા શહેરના કિશોરો અને યુવા વર્ગમાં આઇપોડ,મોબાઇલ,એમપીથ્રી પ્લેયર જેવા ગેઝેટના વધતા ઉપયોગના દુષ્પરિણામ રૃપે કાનની ગંભીર બીમારીઓનંુ પ્રમાણ વધ્યું છે. દર્દીઓને બે વય જૂથમાં વહેંચીએ તો ૧૪ થી ૧૬ વર્ષની કિશોર અવસ્થામાં આ ગેઝેટ્સનો ઉપયોગ ખતરનાક હદે થઇ રહ્યો છે જેના કારણે આ વય જૂથમાં ઓછુ સાંભળવાની કે બહેરાશની સમસ્યામાં ૪૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ૧૬ થી ૩૦ વર્ષના વય જૂથમાં ૨૫ થી ૩૦ ટકા કાનની બીમારી ઉપરોક્ત કારણોસર વધી છે. રોજના સરેરાશ ૩ થી ૪ વિદ્યાર્થીઓ મારી પાસે સારવાર માટે આવે છે.

તેઓએ ઉમેર્યુ હતું કે, કિશોરોના વયજૂથમાં કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી જ્યારે માહિતી મેળવાઇ તો તેઓ રોજના ૭ થી ૮ કલાક ઇયર પ્લગ કાનમાં રાખી મ્યુઝિકને મોટા અવાજે સાંભળતા હોવાનંુ ધ્યાને આવ્યંુ હતું.

વડોદરામાં ૪૦ જેટલા ઇએનટી તબીબો કાર્યરત છે અને દર મહિને આશરે ૨૫૦૦થી વધારે કાનની બહેરાશને લગતા યુવા દર્દીઓ તેમની પાસે સારવાર કરાવે છે.

ખરેખર શું બને છે કે આપણા કાનથી મગજ સુધી અવાજ એક ઇલેટ્રોનિક વેવ્સના રૃપે યાત્રા કરે છે. એટલે કે કાનના સુક્ષ્મ તંતુઓ મગજને જોડતી નસો વચ્ચે એક પ્રકારનું ઇલેક્ટ્રો મેગ્નેટ ફિલ્ડ રચાય છે. જ્યારે ઇલેટ્રોનિક્સ ગેઝેટ્સ દ્વારા ઇયરફોનથી મ્યુઝિક સાંભળવામાં આવે છે ત્યારે ગેઝેટ્સનુ ઇલેક્ટ્રો મેગ્નેટ ફિલ્ડ કાનના ઇલેક્ટ્રો ફિલ્ડને ડિર્સ્ટબ કરે છે. આમ કાન અને મગજ વચ્ચેનો પાથ વે ડિર્સ્ટબ થતાં ટેમ્પરરી અથવા તો કાયમી બહેરાશ આવી શકે છે.

વિશ્વના સંશોધનકારો આ બાબતે ખુબ ચિંતિત છે અને તેઓએ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે કે જો કાનની સમસ્યાને નજર અંદાજ કરીને દર્દી સતત ઇયરફોન મ્યુઝિક સાંભળતો રહે તો તેને બ્રેઇન ટયૂમર અને બ્રેઇન કેન્સરનું જોખમ પણ આવી શકે છે. આખરે મામલો ઇલેક્ટ્રો મેગ્નેટ ફિલ્ડનો છે. માટે સાવધાન.. આજે જ ચેતી જવુ એ જ શાણપણ છે.આઇપોડના ભૂંગળાના કારણે કાનમાં દુઃખાવો, ટેમ્પરરી બહેરાશ, કાયમી બહેરાશ, કાનમાં ઇન્ફેક્શન અને માથામાં દુઃખાવો જેવી સમસ્યા સર્જાય છે.

આઇપોડના ભૂંગડાના માઠા પરિણામો
૧) કાનમાં દુઃખાવો
૨) ટેમ્પરરી બહેરાશ
૩) કાયમી બહેરાશ
૪) ઇરિટેશન
૫) ઇરિટેબિલિટી
૬) સોશિયલ કટઓફ
૭) કાનમાં ઇન્ફેક્શન
૮) કાનમાં ફંગલ ઇન્ફેક્શન
૯) કાનમાં દુઃખાવો અને સોજો
૧૦) માથામાં દુઃખાવો

• કાનમાં દુઃખાવાથી માંડીને કાયમી બહેરાશની ફરિયાદ
• ઇયરફોનથી લાંબો સમય મ્યુઝિક સાંભળવુ ખતરનાક
• યુવા વર્ગ દિવસના સરેરાશ ૫ કલાક ઇયરફોન મ્યુઝિક સાંભળે છે
• વડોદરાના યુવાવર્ગમાં જોખમી રીતે વધતી કાનની બીમારી


ઇયરફોન અને મેદસ્વીતા વચ્ચે સીધો સંબંધ
વડોદરા : અમેરિકાની પ્રખ્યાત લિન્ડા બારટ્રોસૂક ટેસ્ટ લેબોરેટરી દ્વારા તાજેતરમાં ઇયરફોન મ્યુઝિકના કારણે થતી નુકસાની અંગે સંશોધન હાથ ધરાયંુ હતું અને જે પરિણામ આવ્યું તે જોઇને વૈજ્ઞાાનિકો પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા. શરીરમાં મેદસ્વીતાના વધારા પાછળના કારણોમાં કલાકો સુધી ઇયરફોન મ્યુઝિક સાંભળવુ પણ જવાબદાર હોવાનું બહાર આવ્યુ હતુ.

આ સંશોધન કરનાર ડો.ડેરેક સિન્ડરના મત અનુસાર જીભની સપાટી પર સ્વાદનું ભાન કરાવતા લાખો કોષ હોય છે. આ કોષ સ્વાદનો સંદેશ મગજ સુધી પહોંચાડે ત્યારે આપણને સ્વાદનું ભાન થાય છે. જીભથી મગજ સુધી આ સંદેશો પહોંચાડતી નસને 'કોરડા ટિમ્પેનાઇ' કહે છે.'કોરડા ટિમ્પેનાઇ' જીભથી કાન વાટે મગજ સુધી પહોંચે છે. લાંબા સમય સુધી ઇયરફોન મ્યુઝિક સાંભળવાથી તેમાંથી ઉભા થતાં ઇલેક્ટ્રો વેવ્સ 'કોરડા ટિમ્પેનાઇ'ની સંવેદન શક્તિ ઘટાડી નાખે છે. પરિણામે સ્વાદ પારખવામાં મુશ્કેલી થાય છે અથવા તો સ્વાદની ખબર જ નથી પડતી. એટલે આવી વ્યક્તિને ખોરાક પર નિયંત્રણ રહેતું નથી અને બેફામ ખોરાક લેવાના કારણે મેદસ્વીતા વધે છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us