આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 22nd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ સિવિલની બેદરકારીના કારણે માતાનો લાડકવાયો છિનવાયો

સિવિલની બેદરકારીના કારણે માતાનો લાડકવાયો છિનવાયો

Print PDF
પુત્ર પ્રાપ્તિના આનંદના ૧૨મા દિવસે જ મોતનો શોક છવાયો, અપહૃત બાળકની લાશ મળી
નવી સિવિલ હોસ્પિટલના નઘરોળ તંત્રની ઘોર બેદરકારીના કારણે એક માતાનો લાડકવાયો છિનવાઈ ગયો છે. જેના કારણે પુત્ર પ્રાપ્તિનો આનંદ ૧૨મા દિવસે મોતના શોકમાં પરિણમ્યો હતો. શનિવારે વહેલી સવારે જે બાળકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી તે બાળકની લાશ નવી સિવિલ હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાંથી રવિવારે સાંજે ૬.૦૦ વાગ્યે મળી હતી.

ગોડાદરાની પ્રિયંકા ટાઉનશીપ-૧માં રહેતા સંદીપભાઈ પાંડેના પત્ની સુનિતાબહેન (૨૦)ને પ્રસૂતિ માટે ગઈ તા. ૨૮-૯-’૧૦ના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં તેમને પુત્રની પ્રાપ્તિ થઈ હતી પરંતુ તેનું વજન માત્ર ૧.૩ કિલો હોવાના કારણે આ બાળકને નર્સરી વોર્ડમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. કાચની પેટીમાં રાખ્યું ત્યારથી દર બે કલાકે આ નવજાત શિશુને માતાનું દૂધ પીવડાવાતું હતું.

શનિવારે રાત્રે ૩.૦૦ વાગ્યે માતાનું દૂધ પીવડાવ્યા બાદ જ્યારે ૫.૦૦ વાગ્યે દૂધ પીવડાવવાનું થયું ત્યારે કાચની પેટીમાંથી બાળક ગાયબ હતું! એ સાથે જ પાંડે પરિવારે હાંફળાફાંફળા થઈ બાળકની શોધ આદરી હતી. આમ છતાં બાળકની ભાળ ન મળતાં આખરે ખટોદરા પોલીસ મથકમાં બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન રવિવારે સાંજે ૬.૦૦ વાગ્યે નવી સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ત્રણની પાછળ નવા બાંધકામનું ખોદકામ ચાલે છે ત્યાંથી એક કૂતરું બાળકને મોઢામાં લઈ પસાર થઈ રહ્યું હતું તેના પર એક મજુરનું ધ્યાન પડતાં મજુરે પથ્થર મારી બાળકને કૂતરાના મોઢામાંથી છોડાવ્યું હતું અને બાળકની લાશ મળી હોવાની જાણ ખટોદરા પોલીસને કરાઈ હતી.

નવા સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ કલોક સિક્યુરિટી તેમજ સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા છે આમ છતાં કોઈ માણસ આ રીતે વોર્ડમાંથી બાળકનું અપહરણ કરી જાય છતાં પકડાય નહીં એ તે કેવી સલામતીની વ્યવસ્થા! આટલું અધૂરું હોય તેમ બાળક બદલાઈ જવાની અને ચોરાઈ જવાની ઘટનાને ધ્યાને લઈ બાળકને બઝર ચિપ લગાડવાની વ્યવસ્થા પણ કરાઈ હતી.

પરિણામે કોઈ વ્યક્તિ બાળકને લઈ વોર્ડની બહાર નીકળે તો બઝર વાગે એટલે ખ્યાલ આવી જાય. આટલી ઘોર બેદરકારીનું પરિણામ એ આવ્યું કે એક માતાએ લાડકવાયો ગુમાવવો પડ્યો હતો. વધુ તપાસ પોસઈ એસ. કે. વસાવા કરી રહ્યા છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘fair dealing’ or ‘fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us