આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Sep 29th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ હોસ્પિટલોમાં દર્દીઓનો મેળો

હોસ્પિટલોમાં દર્દીઓનો મેળો

Print PDF
હોસ્પિટલોમાં દર્દીઓનો મેળો
સુરત, તા. ૬
શહેરમાં સ્વાઇન ફ્લુની સાથોસાથ ગેસ્ટ્રો, મલેરિયા અને તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. તેમાંય છેલ્લાં પાંચેક દિવસોમાં રોગચાળાની પરિસ્થિતિ એ હદે વકરી છે કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વોર્ડ દર્દીઓથી ઉભરાય જતા વોર્ડમાં જમીન પર પથારી પાથરવાની નોબત આવી છે. શહેરના પ્રાઇવેટ દવાખાનાં-હોસ્પિટલોમાં પણ દરરોજ દર્દીઓની લાંબી લાઇનો લાગે છે. હાલ શહેર આખામાં રોગચાળાની ગંભીર સ્થિતિ છતાં કોર્પોરેશનનું આરોગ્ય ખાતંુ સબસલામતની આલબેલ પોકારી શહેરને રોગચાળાના અજગરી ભરડામાં ધકેલી રહ્યું છે.

મળતી વિગતો પ્રમાણે ચોમાસું જામતા જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો વાવર ફેલાયો છે. ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો અને ગંદકીના સામ્રાજ્યને પગલે રોગચાળાએ જાળ બિછાવી છે. તેમાંય છેલ્લાં પાંચેક દિવસોમાં પરિસ્થિતિ વકરી હોઇ તેમ ગેસ્ટ્રો, મલેરિયા અને તાવના દર્દીઓમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લાં પાંચેક દિવસોમાં ગેસ્ટ્રો, મલેરિયા, તાવના દર્દીઓમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સ્મીમેરમાં પાંચ દિવસમાં તાવના ૯૫, ગેસ્ટ્રોના ૨૧, મલેરિયાના ૫૭ દર્દી અને કમળાનો ૧ દર્દી નોંધાયો છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં તાવના ૬૦, ગેસ્ટ્રોના ૩૭, મલેરિયાના ૨૫ અને કમળાના ૩ કેસ નોંધાયા છે. ગેસ્ટ્રો-મલેરિયાના દર્દીઓ વધતા સિવિલ-સ્મીમેરના મેડિસિન વોર્ડ ઉભરાઇ ગયા છે. આ આંકડા તો પોઝિટિવ દર્દીઓનાં છે, પરંતુ એવાં ઘણાં દર્દીઓ છે કે જેઓના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.

વધુમાં સ્મીમેર હોસ્પિટલની વાત કરીએ તો ચોથા માળે આવેલો મેડિસિન વોર્ડ આખો ફૂલ થઇ જતા દર્દીઓને જમીન પર પથારી પાથરી સૂવડાવવાની નોબત આવી છે. આ તો વાત માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની છે. શહેરના હેલ્થ સેન્ટરો, પ્રાઇવેટ હોસ્પિટલો-દવાખાનાં પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. શહેરના કતારગામ, ઉધના, લિંબાયત, પાંડેસરા, સચીન, કોટવિસ્તાર, રાંદેર-અડાજણ એમ તમામ વિસ્તારોમાં રોગચાળાનો માહોલ છે. રોગચાળાને કારણે શહેરીજનોની ઊંઘ હરામ થઇ ગઇ છે ત્યારે કોર્પોરેશનનું આરોગ્ય ખાતું આ રૃટિન કેસો છે એમ કહીં હાથ ખંખેરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક વર્ષોથી સુરતમાં બારેમાસ રોગચાળાની સ્થિતિ પ્રવર્તી રહી હોઇ લોકોની હાલત કફોડી થઇ જવા પામી છે, ત્યારે સ્વચ્છ શહેર સુંદર શહેરની જોરશોરથી ગુલબાંગો પોકારી નિદ્રાધીન રહેતું કોર્પોરેશનનું તંત્ર રોગચાળાના અજગરી ભરડામાં સપડાયેલા શહેરમાં સફાઇ ઝુંબેશ અને પાણીના ભરાવાની સમસ્યા પરત્વે સક્રિય થાય તે જરૃરી થઇ પડયું છે.

સ્વાઈન ફ્લુ મુદ્દે હલિમા અને સુરત જનરલ હોસ્પિટલને નોટિસ

સ્વાઇન ફ્લુના દર્દીને યોગ્ય સારવાર-દવા નહિ આપવા બદલ રિંગરોડની હલિમા હોસ્પિટલને આરોગ્ય ખાતાએ શોકોઝ નોટિસ ફટકારી છે. ગોડાદરાનો યુવાન ૫-૫ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ છતાં સ્વાઇન ફ્લુની સારવાર-દવા શરૃ કરાઇ ન હતી અને બાદમાં સ્મીમેરમાં રિફર કરાતા તેનું મોત થયું છે, જેથી હોસ્પિટલને નોટિસ ફટકારી ખુલાસો મંગાયો છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લુના દર્દીની અધૂરી માહિતી બદલ સુરત જનરલ હોસ્પિટલને પણ નોટિસ ફટકારાઇ છે.

હોસ્પિટલોમાં દર્દીઓનો મેળો
આરોગ્ય ખાતાના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુનો સૌથી વધુ કેર હાલમાં સુરત શહેરમાં વર્તાઇ રહ્યો છે. ઉપરાછાપરી શંકાસ્પદ દર્દીઓ નોંધાવા ઉપરાંત પોઝિટિવ કેસ તથા મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શહેરમાં સ્વાઇન ફ્લુના વધેલા વાવરને પગલે ગત દિવસોમાં ગાંધીનગરની ટીમ સુરત દોડી આવી હતી અને સ્થાનિક તબીબી અધિકારીઓ સાથે બેઠક કરી જરૃરી ચર્ચા-વિચારણાને અંતે મત્યુઆંક ઘટાડવા જે દર્દીમાં શર્દી-ખાંસી, ગળા પર સોજો, તાવ વગેરે જેવા સ્વાઇન ફ્લુના સામાન્ય લક્ષણો પણ જણાય તો તેની સારવાર-ટેમિફ્લુ દવા શરૃ કરવાનું નક્કી કરાયું હતું. આરોગ્ય વિભાગે આ અંગે શહેરની તમામ હોસ્પિટલો-પ્રાઇવેટ ડોક્ટરોને સૂચના પણ આપી દીધી હતી. જો કે, આરોગ્ય વિભાગની કડક સૂચના છતાં કેટલીક હોસ્પિટલો મનસ્વી રીતે વર્તી રહી છે. રિંગરોડ ખાતે સબજેલની સામે આવેલી હલિમા હોસ્પિટલમાં ગત તા.૨૫મી જુલાઇના રોજ ગોડાદરા-ભાવનાનગર ખાતે રહેતા વીકી મહેશભાઇ માટલીવાલા(૨૮)ને દાખલ કરાયો હતો. તા.૨૯મી સુધી સારવાર અપાયા બાદ તેને સ્મીમેરમા રિફર કરાયો હતો, જ્યાં ગણત્રીના કલાકોમાં જ તેનું મોત થયું હતંુ. વીકીનો સ્વાઇન ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાંચ-પાંચ દિવસ હલિમા હોસ્પિટલમાં દાખલ વીકી માટલીવાલાની સ્વાઇન ફ્લુની સારવાર-દવા કરાઇ નથી, જે બાબતે આરોગ્ય તંત્રએ લાલ આંખ કરી હલિમા હોસ્પિટલને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લુના દર્દીની અધૂરી માહિતી બદલ બાલાજી રોડ ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલને પણ આરોગ્ય ખાતા દ્વારા નોટિસ ફટકારાઇ છે.

સ્વાઇન ફ્લુના નવા ૮ દર્દીઓ નોંધાયા
સુરત, તા. ૬

શહેરમાં સ્વાઇન ફ્લુના દર્દીઓ નોંધાવાનો સિલસિલો જારી રહ્યો છે. આજરોજ નવા આઠ કેસ નોંધાયા છે. જેમાં સિવિલમાં ૨, સ્મીમેરમાં ૨, આસુતોષમાં ૧, નિર્મલમાં ૧, લોખાતમાં ૧ અને સુરત જનરલ હોસ્પિટલમાં ૧ કેસ નોંધાયો હતો. જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી છે. આ સાથે શહેર-જિલ્લામાં સ્વાઇન ફ્લુના કુલ કેસોનો આંક વધીને ૧૦૭, પોઝિટિવ કેસ ૧૧ અને મરણાંક ૬ રહેવા પામ્યો છે.

છેલ્લાં પ દિવસમાં નોંધાયેલા દર્ઢ્ઢીઓ

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us