આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Nov 21st

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ અમદાવાદમાં અન્ય એક અજાણ્યા વાઇરસનો કેસ

અમદાવાદમાં અન્ય એક અજાણ્યા વાઇરસનો કેસ

Print PDF
અમદાવાદ, તા.૯

એક તરફ કોંગો ફીવરના કેસો વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વધુ એક અજાણ્યા વાઇરસે એન્ટ્રી કરી છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. મગજના તાવ સાથેનાં લક્ષણો ધરાવતાં મૂળ રાજસ્થાનનો એક યુવક સ્ટર્લિંગ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. આ દર્દીના વાઇરસની પણ ઓળખ કરવા માટે તેના લોહી-લાળના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીને મોકલી આપવામાં આવ્યા છે. દરમિયાન, સિવિલ હોસ્પિટલમાં કોંગો ફીવરનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. આમ શંકાસ્પદ કેસની સંખ્યા આઠ સુધી પહોંચી છે.
  • કોંગો ફીવરનો વધુ એક કેસ, શંકાસ્પદ દર્દીની સંખ્યા ૮
  • સિવિલ-વીએસના ડોક્ટર- નર્સના લોહીના નમૂના લેવાશે
કોંગો ફીવરના આતંક વચ્ચે એક નવા વાઇરસે દેખા દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનના જોધપુર શહેરના એક યુવકને મગજના તાવ સાથે લક્ષણો તેને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન જ દર્દીના મગજ પર ગંભીર અસર થવા પામી હતી. તબીબોએ તમામ રિપોર્ટ જોયા બાદ દર્દીની સ્થિતિ અંગે વિમાસણમાં મુકાઇ ગયા હતા. આખરે તેના લોહી-લાળના નમૂના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલી અપાયા છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

કોંગો ફીવરના વધતાં જતાં કેસોને ધ્યાનમાં લઇ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીની ટીમે આજે તા.૯મીએ રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં કોંગો ફીવરના મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી. એનાઇવીની ટીમ આવતીકાલે તા.૧૦મીએ સિવિલ હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સ સહિતના સ્ટાફના લોહી-લાળના નમૂના લેશે. સિવિલમાં બોટાડનાં સમતાબેન અંજારિયા નામની મહિલાને પણ કોંગો ફીવરનાં શંકાસ્પદ લક્ષણો હોવાથી તેમને આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. જતીન પરમાર નામના એક દર્દીની તબિયતમાં સુધારો થતાં તેને રજા આપી દેવાઇ છે.

સ્લોટર હાઉસ-ઢોરવાડામાં કામ કરતાં લોકોના પણ સેમ્પલ લેવા નિર્ણય

અમદાવાદ : એનઆઇવી ટીમના સૂચનના પગલે આવતીકાલ તા.૧૦મીથી અમદાવાદમાં સ્લોટર હાઉસ અને ઢોરવાડામાં કામ કરતાં લોકોના પણ લોહી-લાળના નમૂના લેવામાં આવશે. પશુના શરીર પર ચોંટતી ઇતરડીમાંથી ફેલાતા વાઇરસને પગલે કોંગો ફીવર ફેલાય છે. સ્લોટર હાઉસમાં કામ કરતાં કર્મચારીઓ પશુઓના સીધા સંપર્કમાં આવતાં હોય છે, જેથી આવી વ્યક્તિઓના શરીરમાં કોંગો ફીવરના વાઇરસ છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ લેવાશે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us