આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Sep 29th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ કેન્સરના દર્દી માટે રંગસૂત્રના બંધારણ મુજબ સારવાર

કેન્સરના દર્દી માટે રંગસૂત્રના બંધારણ મુજબ સારવાર

Print PDF
આ પ્રમાણેની સારવારથી ચોક્કસ દવા આપી શકાશે, જેથી દર્દીને દવાની આડઅસરોથી બચાવી શકાશે
કેન્સરના દર્દીનાં રોગનું ચોક્કસ નિદાન કર્યા બાદ જે તે દર્દીનાં રંગસૂત્રોનાં બંધારણ મુજબ સારવાર કરવાથી દર્દીને ઓેછી આડઅસરો થવાની સંભાવના રહેલી છે. આગામી સમયમાં કેન્સરનાં દર્દી માટે આ પ્રકારની સારવાર ઉપલબ્ધ બનશે. તેમ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં ડાયરેકટર ડૉ. શીલીન શુક્લએ જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ’માં ડૉ. શીલીન શુક્લ કી-નોટ એડ્રેસ આપશે. તેમનાં કિ-નોટ એડ્રેસમાં રંગસૂત્રોનાં બંધારણ દ્વારા કેન્સરનાં દર્દીની સારવાર, દર્દીનાં રોજિંદા ખોરાકમાં ફેરફારો તેમજ ન્યુટ્રીશનમાં વપરાતાં કીટનાશકોથી પ્રસરતા લોહીનાં કેન્સરો, કેન્સરનું નિદાન, અટકાવવાનાં પગલાં, ક્યા પ્રકારનાં કેન્સરમાં ક્યા પ્રકારની સારવારથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે, તે અંગે સંશોધનો થયાં છે જેમાંથી કેટલાંકનો હાલમાં ઉપયોગ કરાઇ રહ્યો છે, જ્યારે કેટલાંક હવે પૂર્ણ થવામાં છે, તેની માહિતી આપશે.

તેમણે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, અત્યાર સુધી દર્દીને તેના રોગ પ્રમાણે સારવાર અપાતી હતી. પરંતુ, કેન્સર અંગે સંશોધન કરતી સંસ્થા ‘રિચર્સ એડવાન્સીસ ઇન કેન્સર રિસર્ચ’નાં આધારે કેન્સરનાં દર્દીની ‘બેન્ચ ટુ બેડ સાઇડ’ સારવાર કરાશે. એનો અર્થ કે લેબોરેટરીમાં સંશોધકોએ કરેલાં વિવિધ પ્રકારનાં કેન્સર અંગેનાં સ્ટડીનો કેન્સરનાં દર્દીની સારવાર કરતાં ડોક્ટરો સાથે વાટાઘાટો કરીને ઉપયોગ કરવામાં આવશે.

હાલમાં કેન્સરની સારવારમાં વપરાતી દવા ૧૦૦માંથી ૩૫થી ૪૦ દર્દીને અસર કરે છે, જ્યારે અન્ય દર્દીને અસરની સાથે આડઅસર પણ થાય છે. જેથી હવે આગામી સમયમાં કેન્સરનાં દર્દીની સારવાર હવે તેનાં રોગને બદલે જે તે દર્દીનાં રંગસૂત્રોનાં બંધારણ પ્રમાણે કરવામાં આવે તો ચોક્કસ દવા આપી શકાશે, જેથી દર્દીને દવાથી થતી આડઅસરોથી બચાવી શકાશે. કારણ કે, દર્દીનાં રાસાયણિક અણુ (મોલેકયુલર) પરથી કેન્સરની સારવાર કરવાથી દર્દીને ક્યાં કારણોસર કેન્સર થયું છે, તેનું ચોક્કસ નિદાન કરીને પ્રિવેન્શન અને સારવાર કરી શકાશે.

સારવારમાં વ્યક્તિનો ડાયેટ એટલે કે રોજિંદો ખોરાક પણ મહત્વનો ભાગ ભજવે છે. ડાયેટમાં ફેરફાર કરવાથી કેન્સર અટકાવી શકાય છે, તેવી જ રીતે કોઇપણ પ્રકારને તમાકુનું સેવન કરવાથી કેન્સર થઇ શકે છે. તમાકુથી મોટેભાગ ગાલ, મોઢા અને જડબાનું કેન્સર એટલે કે ચામડીની સપાટીનું કેન્સર થાય છે. જ્યારે ખેતીમાં પાકને બચાવવા માટે વપરાતાં કીટનાશકોને કારણે ચામડીની સપાટીની અંદર એટલે કે લોહીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.

કેન્સર ઇન્સ્ટિટ્યૂટની લેબોરેટરીમાં પ્રતિ વર્ષ પીએચડી કરતા દેશભરના ૪૦ સાયન્ટિસ્ટ
સમગ્ર ભારતમાં કેન્સર ક્ષેત્રે સંશોધનાત્મક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સાયન્ટિસ્ટ પીએચડી કરી શકે તેવી સાત જેટલી બેઝિક સાયન્સ રિસર્ચ લેબોરેટરી કેન્સર ઇન્સ્ટિટયૂટ ધરાવે છે. જેમાં દર વર્ષે ભારતભરનાં ૪૦થી વધુ સાયન્ટિસ્ટને ટ્રેનિંગ માટે બોલાવાય છે, જેઓ સતત ચાર મહિના સુધી લેબોરેટરીમાં વિવિધ પ્રકારનાં સંશોધનો કરે છે, તેમને સંસ્થા દ્વારા સર્ટિફિકેટ એનાયત કરાય છે.

જ્યારે વર્ષ દરમિયાન ૧૪૦૦થી વધુ ઓબર્ઝવર કેન્સર ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લે છે. આ લેબોરેટરીમાં થયેલાં સંશોધનોને કેન્સરનાં દર્દીની સારવાર કરતાં ડોક્ટરો સાથે વાતચીત કરીને ઉપયોગમાં લઇ શકાય છે. જેથી તેને ‘ટ્રાન્સલેશનલ રિસર્ચ’ તરીકે પણ ઓળખામાં આવે છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:divyabhaskar.co.in

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us