આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ કોંગો ફીવરનો વાઇરસ પરદેશથી આવ્યો નથી

કોંગો ફીવરનો વાઇરસ પરદેશથી આવ્યો નથી

Print PDF
અમદાવાદ, તા.૨૩

ભારતમાં પ્રથમવાર દેખા દેનાર ક્રિમિઅન કોગોં હેમોરેજિક ફીવરનો વાઈરસ વિદેશથી અહીં આવ્યો નથી તેમ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયોરોલાજી (એનઆઇવી)એ તારણ રજૂ કર્યું છે. કોલાટ ગામમાંથી પશુઓમાં જોવા મળતી અને આ રોગની વાહક ગણાતી ઇતરડીના સેમ્પલો એનઅઆઈવીની ટીમે લીધા હતા. એનઆઇવીએ લીધેલા ઇતરડીના સેમ્પલોમાં વાઇરસ હોવાની પુષ્ટિ થઇ ગઇ છે. ઇતરડી વાઇરસની પુષ્ટિ થતાં એનઆઇવીના સૂત્રો કહે છે કે આ વાઇરસનું મૂળ ઇતરડીઓ જ છે વિદેશ કે અન્ય પ્રકારે વાઇરસ આવ્યો હોવાની તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

ઇતરડીના સેમ્પલોમાં વાઇરસ મોજૂદ : એનઆઇવીનો રિપોર્ટ
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીકના કોલાટ નામના ગામની એક મહિલા અમીનાબીબીમાં ક્રિમિઅન કોંગો હેમોરેજિક ફિવર નામનો વાઇરસ દેખાયો હતો. સીસીએચએફના વાઇરસના કારણે અમીના નામની મહિલા, શેલ્બી હોસ્પિટલના ડોક્ટર અને નર્સને ભરખી લીધા હતા. હાલમાં પણ વાઇરસના બે પોઝિટિવ અને બે શંકાસ્પદ સારવાર લઇ રહ્યા છે. કોલાટ ગામમાં વાઇરસના દેખા દીધા બાદ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાંના ભાગરૃપે મેડિકલ ટીમો ખડે પગે રાખી હતી. વાઇરસના મૂળને શોધવા માટે એનઆઇસીડી અને એનઆઇવી નામની નેશનલ સંસ્થાઓએ કોલાટની મુલાકાત લઇને જાનવરો અને ઇતરડીના નમૂના મેળવ્યા હતા. એનઆઇવીએ કોલાટ ગામમાંથી પશુઓના સેમ્પલો લીધા હતા. ઉપરાંત ક્રિમિઅન કોંગો હેમોરેજિક ફીવરના વાઇરસનું વહન કરનારી ઇતરડીઓના સેમ્પલો લેવાયા હતા. એનઆઇવીના સૂત્રોના જણાવ્યા અનુસાર કોલાટમાંથી મેળવેલા પશુઓમાંથી લેવાયેલી ઇતરડીઓના સેમ્પલોમાં વાઇરસ મળ્યો હોવાની પુષ્ટિ થઇ ગઇ છે. એનઆઇવીએ આપેલા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં હાહાકાર મચાવનાર ક્રિમિઅન કોંગો હેમોરેજિક ફીવરના વાઇરસ પશુઓમાં મળતી ઇતરડી દ્વારા જ ફેલાયો છે. આ વાઇરસ વિદેશમાંથી આવ્યો હોવાની શક્યતા નહિવત્ છે. ક્રિમિઅન કોંગો હેમોરેજિક ફીવર નામના વાઇરસના સંક્રમણથી બચવું આસાન છે જેમાં ખાસ સ્વચ્છતાનાં પગલાંને લઇને આ વાઇરસના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. તકેદારી રાખવામાં આવે તો આ જીવલેણ વાઇરસથી પણ બચી શકાય છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us