આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 22nd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ કોન્ગો વાઇરસ ફરી ત્રાટક્યો, અમદાવાદના તબીબનું મોત

કોન્ગો વાઇરસ ફરી ત્રાટક્યો, અમદાવાદના તબીબનું મોત

Print PDF
એક શંકાસ્પદ દર્દી સિવિલમાં દાખલ સિવિલના તબીબને એક પ્રાઇવેટ, એક કોર્પોરેટ હોસ્પિટલે સારવારની ના પાડી દીધી
ક્રિમિયન કોન્ગો હેમરેજિક ફીવર (સીસીએચએફ)થી અમદાવાદની સિવિલ હોસ્પિટલના એક ઇન્ટર્નશિપ કરતા તબીબ ડૉ. શબ્બીરઅલીનું સોમવારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ઉપરાંત રખિયાલના એક યુવાનમાં શંકાસ્પદ લક્ષણો દેખાતાં સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. ત્રણ વ્યક્તિનાં અગાઉ મોત થયા બાદ સોમવારે વધુ એક મૃત્યુ અને એક શંકાસ્પદ દર્દી મળી આવતાં શહેરમાં જીવલેણ વાઇરસનું ભૂત ફરી ધૂણ્યું છે. જેના કારણે આરોગ્ય વિભાગ ફરી સતર્ક થયો છે.

શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલના ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. ચંદ્રમૌલિ રાવલે જણાવ્યું હતું કે, સિવિલના એક ઇન્ટર્ન ડોક્ટરને શનિવારે સાંજે ગંભીર હાલતમાં દાખલ કરાયા હતા અને સોમવારે બપોરે તેમનું મૃત્યુ થયું છે. જોકે મેડિકલ હિસ્ટ્રી તપાસતાં તેમને ચાર દિવસથી હાઇગ્રેડ ફીવર, માથાનો સખત દુખાવો સહિતના સીસીએચએફનાં શંકાસ્પદ લક્ષણો દેખાયાં હતાં.

તેમને એક પ્રાઇવેટ અને એક કોર્પોરેટ હોસ્પિટલે તેમને સારવારની ના પાડ્યા બાદ અન્ય એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બાદમાં ગંભીર હાલતમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં લવાયા હતા. તેમને આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર અપાઈ હતી પરંતુ, રવિવારે તેમને શ્વાસોચ્છ્વાસની સમસ્યા થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એટલું જ નહિ, તેમની રક્તવાહિનીમાંથી રક્તસ્રાવ શરૂ થવાથી સઘન સારવાર આપવા છતાં સોમવારે બપોરે ૨.૩૦ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. તેમજ ડોક્ટર સીસીએચએફ પોઝિટિવ હોવાનો રિપોર્ટ સોમવારે સાંજે મળ્યો હતો.

આરોગ્યવિભાગના એડિશનલ ડાયરેક્ટર ડૉ. પરેશ દવેને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સીસીએચએફથી એક ઇન્ટર્ન ડોક્ટરનું મોત થયું છે, તે વાત સાચી છે. જોકે, ડોક્ટરનાં મોતને પગલે આરોગ્ય વિભાગે સર્વેલન્સ શરૂ કરી દીધું છે, તેમજ ડોક્ટરોને જરૂરી પ્રિવેન્શન લેવા માટે ફરીથી જણાવવામાં આવશે.

CCHFએ ફરી માથું કેવી રીતે ઊંચક્યું?
સીસીએચએફના પાંચ દર્દીને સારવાર બાદ રોગમુક્ત જાહેર કરીને રજા અપાઈ હતી. ત્યાર બાદ સતત પાંચ દિવસ સુધી એક પણ શંકાસ્પદ કેસ ન નોંધાતાં હાશકારો અનુભવાયો હતો પરંતુ સોમવારે ફરીથી એક તબીબનું મોત અને એક શંકાસ્પદ કેસ નોંધાતાં આ બંને દર્દીને ચેપ કેવી રીતે લાગ્યો હશે તે અંગે અનેક તર્ક-વિર્તકો વહેતા થયાં છે.

વધુ એક શંકાસ્પદ દર્દી
સીસીએચએફનાં શંકાસ્પદ લક્ષણો દેખાતાં સોમવારે રખિયાલના ૨૫ વર્ષીય યુવાનને તકેદારીના ભાગરૂપે સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. તેમજ આ વાઇરસના અસરગ્રસ્તોમાં અમીના મોમીનના પતિ રહેમાન અને શેલ્બી હોસ્પિટલના મેલ નર્સ જોયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અને એક મહિલા નર્સ સહિત બે દર્દીમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાયાં હતાં પરંતુ સારવાર બાદ તેઓ રોગમુકત થતાં રજા અપાઈ હતી.

CCHF વાઇરસથી ચાર મોત
અમીના મોમીન, શેલ્બીનાં સ્ટાફ નર્સ આશા જ્હોન
અમીનાબહેનની સારવાર કરનારા શેલ્બી હોસ્પિટલના પેનલ ડોક્ટર ડૉ. ગગન શર્મા

સિવિલના ઇન્ટર્ન ડોક્ટર શબ્બીરઅલી

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar.co.in

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us