આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Nov 21st

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ થાણેના આદિવાસી વિસ્તારમાં પાંચમાંથી એક બાળકને હૃદયરોગની ગંભીર બીમારી

થાણેના આદિવાસી વિસ્તારમાં પાંચમાંથી એક બાળકને હૃદયરોગની ગંભીર બીમારી

Print PDF
થાણેના આદિવાસી તાલુકાઓમાં યોજાયેલી તબીબી શિબિરમાં જાણવા મળેલા પરિણામથી સરકાર ચોંકી ઊઠી
થાણે - થાણેના આદિવાસી તાલુકાઓમાં દર પાંચમાંથી એક બાળક હૃદયની ગંભીર બીમારીથી પીડાય છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાજેતરમાં થાણેની ૭૫ કિમી દૂર વાડામાં થાણેથી ૭૫ કિમી દૂર વાડામાં યોજાયેલા એક મેડીકલ કેમ્પમાં ઉક્ત બાબત ધ્યાન પર આવી હતી.

કેમ્પમાં એકોકાર્ડિયોગ્રામ કઢાવનારા ૪ થી ૧૫ વરસના વય જૂથનો ૧૨૫ બાળકો પૈકી ૨૫ બાળકોના હૃદયમાં ધબકારા અસાધારણ હોવાનું નિદાન થતા સ્થાનિક તબીબી સમાજ ચોંકી ઊઠયો હતો. આ તમામ બાળકો આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના છે. 'હૃદયની તકલીફ ધરાવતા બાળકો થાણેના વાડા, વિક્રમગઢ, જવાહર, પાલઘર, વસઈ અને ભિવંડી તાલુકાના છે. એમના પૈકી દરેકે હૃદયનું ઓપરેશન કરાવવું પડશે.' એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

આ ચોંકાવનારા નિદાને બાળકોના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો ઊભા કરવા ઉપરાંત એવી સામાન્ય માન્યતાનું પણ ખંડન કર્યું છે કે હૃદયને લગતી બિમારીઓ માત્ર શહેરમાં વસતા બાળકોમાં જોવા મળે છે. વાડાના મેડીક્લ ઓફિસર ડૉ. મહારુદ્ર ધુગેએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોના સ્કૂલે જતા બાળકોમાં હૃદયની બીમારીઓની સમસ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. જો કે, આવા કેસ વધવા માટે કુપોષણ એક માત્ર કારણ નથી. એ વારસાગત સમસ્યા વધુ છે. ડૉ. ધુગેના સુપરવિઝન હેઠળ આદિવાસી બાળકોની તબીબી તપાસ થઈ હતી.

બાળકો ગરીબ પરિવારોના છે પણ તેઓ ચોક્કસપણે કુપોષણથી નથી પીડાતા. એમનો સામાજિક આર્થિક દરજ્જો અને ખાનપાનની આદતો સમજવા અમે કોઈ સર્વે કર્યો ન હોવા છતાં બાળકોને આવી શારીરિક ક્ષતિઓ એમના પરિવારના કોઈ સભ્ય પાસેથી વારસામાં મળતી હોય છે. એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 'અમુક કેસમાં બાળકોને હૃદયમાં કાણું હતું. જ્યારે મોટા ભાગના કેસમાં એમના હૃદયના ધબકારા વધુ પડતા ઝડપી અથવા વધુ પડતા ધીમો હતા. સામાન્યપણે આવા બાળકો જલ્દીથી થાકી જતા હોય છે, એવી માહિતી ડો. ધુગેએ આપી હતી.

ગયા વરસે તાલુકાનીસ્કૂલોમાં યોજાયેલા આવા જ એક મેડીકલ કેમ્પમાં આરોગ્ય અધિકારીઓએ બાવન બાળકો હૃદયરોગથી પીડાતા હોવાનું નિદાન થતા આંચકો અનુભવ્યો હતો. એમના બધાની રાજ્ય સરકારની જીવનદાયી યોજના હેઠળ નિઃશુલ્ક સર્જરી કરાઈ હતી. હાલના કેસમાં પણ ૨૫ બાળકોના સરકારના ખર્ચે ઓપરેશન કરાશે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us