આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ નેકસ્ટ જનરેશન ટેકનોલોજી એટલે સુપરબગ સામેની 'ફેજ થેરાપી'...!

નેકસ્ટ જનરેશન ટેકનોલોજી એટલે સુપરબગ સામેની 'ફેજ થેરાપી'...!

Print PDF
સુપરબગને કાબુમાં લેવા માટે ભારત, કેનેડા અને ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાાનિકો ગંગાજળમાં મળતા બેકટેરિઓફેજ આધારિત ઔષધો તૈયાર કરી રહ્યા છે. શું આ ઔષધો પ્રવર્તમાન એન્ટિબાયોટિક ટેકનોલોજીના પર્યાય તરીકે સફળ થશે ખરા ? સુપરબગે હવે બાયોટેકનોલોજીના ક્ષેત્રને ટોપગીઅરમાં લાવવાનો પડકાર ફેંક્યો છે પરંતુ ફેજથેરાપીને જુની પેઢીના પોલિસીમેકરો સ્વીકારશે ખરા ?

નેકસ્ટ જનરેશન ટેકનોલોજી એટલે સુપરબગ સામેની 'ફેજ થેરાપી'...!
ગંગા એક પવિત્ર નદી છે જે વ્યક્તિ એમાં સ્નાન કરે છે તેના પાપ ધોવાય જાય છે. જો આ વાત સાચી હોય તો દરેક પાપી માણસ વીકએન્ડમાં ગંગાની સફરે નીકળી પડયો હોત. ગંગામાં ન્હાવાથી પાપ દૂર થતા નથી તો પછી આવી માન્યતા આટલા વર્ષો સુધી કેવી રીતે લાઈમલાઈટમાં રહેતી હશે ? અહીં શરીર પવિત્ર થાય છે તે વાત સાચી છે. ગંગામાં ન્હાવાથી શરીર પરનો ફ્લોરા એટલે કે ચામડી પરના જીવાણુ સમુહ નાશ પામે છે એટલે શરીર જીવાણુમુક્ત થવાથી પવિત્ર થયું કહેવાય છે.

જો ગંગા નદીમાં ન્હાવાથી ચામડી પરના જીવાણુઓ નાશ પામતા હોય તો બીજી નદીમાં ન્હાવાથી પણ એવું જ પરિણામ આવવું જોઈએ છે...ગંગા સુધી જવાની શી જરૃર ? એવોપ્રશ્ન તમારા મનમાં પણ ઊત્પન્ન થયો હશે. વાસ્તવમાં ગંગા નદીના પાણીમાં જીવાણુનાશક વિષાણુઓ મોટા પ્રમાણમાં આવેલા છે. આ વિષાણુઓ બેકટેરિઓફેજ કહેવાય છે. બેકટેરિઓફેજ એટલે બેકટેરિઅનનો નાશ કરનારા એવો થાય.

ભારતના લોકો ઘરોમાં ગંગાજળની નાનકડી બોટલ એક ખજાનાની માફક સાચવવામાં આવે છે. વાસણ, બોટલ કે અન્ય પાત્રમાં રાખવામાં આવેલું ગંગાજળ મોટાભાગે પ્રાર્થનારૃમમાં સલામત રીતે સાચવવામાં આવે છે એવું મનાય છે કે પાણી પવિત્ર હોવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી. છેક ૧૮૯૬માં અર્નસ્ટ હેનબરી હેન્કિનના સંશોધનમાં એક આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું હતું. ગંગાના પાણીમાં એન્ટી-બેકટેરિઅલ ગુણધર્મ જોવા મળ્યો હતો. ગંગાજળના સેમ્પલને પ્રયોગશાળામાં લાવી તેને કોલેરાજનક જીવાણુઓ (Vibrio cholerae) સાથે સંપર્કમાં લાવવાથી જીવાણુઓ નાશ પામ્યા હતા. આ સાથે આ વૈજ્ઞાાનિકે એ વાત પણ નોંધી હતી કે જે લોકો ગંગાનું પાણી પીતા હતા તેઓ કોલેરાના રોગચાળામાં ઝડપાયા ન હતા. આ વાત ત્યાં જ અટકી ગઈ હતી.

બે દાયકા પછી પેરિસમાં આવેલી પાસ્ચર ઈન્સ્ટિટયુટમાં કામ કરતાં વૈજ્ઞાાનિક ફેલિક્સ ડી હેરેલેએ પણ આજ પ્રકારની પ્રક્રિયા જીવાણુઓ બાબતે નોંધી હતી. હેરેલ મૂળ કેેનેડાના વૈજ્ઞાાનિક પણ પેરિસમાં સંશોધન કરતા હતા. તેમણે જીવાણુઓનો નાશ કરનાર વિષાણુનું નામ બેકેટેરિઓફેજ રાખ્યું હતું. જેનો અર્થ જીવાણુને ખાઈ જનાર એવો થાય.

હેરેલેએ ફેજનો ઉપયોગ કરી સારવારની એક અનોખી શાખા ઊભી કરી જેનું નામ ''ફેજ થેરાપી'' રાખવામાં આવ્યું. આ થેરાપીનો ઉપયોગ ફ્રાંસમાં કરવામાં આવેલો. ફ્રાંસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર મરડાના કેસો જોવામાં આવતા ફેજ થેરાપી વડે મરડાના અનેક દર્દીઓને ફ્રાંસમાં સારા કરવામાં આવ્યા હતા. આજે પણ વિશ્વના અનેક દેશોમાં ફેજ થેરાપીનો ઉપયોગ થાય છે.

૧૯૨૮માં એલેકઝાંડર ફ્લેમિંગો પેનિસિલિનની શોધ એક અકસ્માતથી કરી અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પેનિસિલિન ઔદ્યોગિક સ્કેલ પર ઊત્પન્ન થવા માંડયું. તેની જબરજસ્ત સફળતાને કારણે ફેજથેરાપી પાછલા બારણે રહી ગઈ. ફક્ત પૂર્વ યુરોપના દેશોના કેટલાંક ખૂણામાં જ તેનું મહત્ત્વ મર્યાદિત થઈ ગયું.

સમયની ચાલ પણ જોવા જેવી છે. તાજેતરમાં સુપર બગની શોધ થઈ. સુપર બગ એટલે એવા જીવાણુઓ જે કોઈ એન્ટીબાયોટિકને ગાંઠતા નથી. આ ચર્ચા વૈશ્વિક લેવલે એટલી જોરશોરથી થઈ કે ઘણાંને એવું લાગવા માંડયું કે એન્ટીબાયોટિકનો જમાનો પૂરો થઈ રહ્યો છે. એન્ટીબાયોટિક્સની આ ઓટને કારણે નવી ભરતી ફેજ થેરાપીની હશે એવું નિષ્ણાતો માની રહ્યા છે.

વિશ્વની અનેક લેબોરેટરીમાં આ સુપરબગ સામે લડવા માટે નવી પેદાશની શોધ થઈ રહી છે. ભારતમાં પણ ગંગાજેન બાયોટેક નામની કંપનીમાં છેલ્લા ૧૦ વર્ષથી ફેજ ઉપર કામ થઈ રહ્યું છે. વિશ્વમાં હવે પ્રથમવાર જ ભારતના વૈજ્ઞાાનિકો ફેજની તબીબી ટ્રાયલ શરૃ કરી રહ્યા છે. Staph Tame નામનો ફેજ એ વિશ્વની પ્રથમ ફેજ આધારિત દવા છે જેનો ઉપયોગ હોસ્પિટલમાંથી લાગતા ચેપ સામે કરવામાં આવશે. અહીં વાચક મિત્રોએ જાણવા જેવી વાત એ છે કે આપણે હોસ્પિટલમાં સારવાર માટે જઈએ ત્યારે ઘણીવાર હોસ્પિટલના જીવાણુઓ આપણા શરીરમાં દાખલ થઈ રોગ ઉત્પન્ન કરે છે. ખાસ કરીને પોસ્ટ ઓપરેટીવ કોમ્લીકેશન આ રીતે થાય છે. આ જીવાણુઓ હોસ્પિટલના વાતાવરણમાં રહી સુપરબગ બની જાય છે અને બીજા એન્ટીબાયોટિકને મચક આપતા નથી.

ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ફેજ થેરાપી વિશે અનેક સંશોધનો થઈ રહ્યા છે. ફેજ થેરાપીના શોધક હેરલેનો પ્રપૌત્ર હ્યુબર્ટે મેઝ્યુર સીડનીમાં મેઝ્યુર કંપની ખોલી ફેજ પર કામ કરી રહ્યો છે. અને હેલ્થની પોલીસી બનાવનાર સરકારી અધિકારીઓને ફેજ થેરાપીનો કોન્સેપ્ટ સમજાવી રહ્યો છે.

ભારતમાં ગંગા નદીમાં બેક્ટેરિઓ ફેજ પુષ્કળ પ્રમાણમાં છે. ૧૯૬૫માં નવસારીની ગાર્ડા કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના વિષયને હાથમાં લીધો હતો. શા માટે મૃતદેહના મોમાં ગંગાજળના ટીપા મૂકવામાં આવે છે ? ઉત્તર તેમણે એ જ કહ્યો હતો કે, ગંગાજળમાં રહેલું બેક્ટેરિયા ફેજ મૃતદેહમાં ઉત્પન્ન થતા જીવાણુઓનો નાશ કરે છે અને શરીર ઝડપથી બગડતું નથી. જીવાણુઓ દ૨ ૨૦ મિનિટ સંખ્યામાં બમણા થઈ જતા હોય છે. મૃતદેહમાં રહેલ લાખો જીવાણુઓ આ સ્પીડે બમણા થાય તો હાલત શી થાય તે તમે કલ્પી શકો છો.

સુપરબગ વિકૃતિ પામી એટલે મ્યુરેટ થઈ નવા પ્રતિરોધક સુપર બગ બને છે. જે નવા એન્ટિબાયોટિકને પણ દાદ આપતા નથી. અને એટલે જ હવે વૈજ્ઞાાનિકો સુપર બગને મહાત કરવા માટે ફેજ થેરાપી તરફ ઢળી રહ્યા છે. ફેજ થેરાપીને પ્રોત્સાહન આપવા માટે સરકારે બાયોટેક કંપનીને પ્રોત્સાહન આપવું જરૃરી છે. જો તેમને સંશોધન અને વિકાસ માટે થોડું ફંડ આપવામાં આવે તો ભારતમાં ફેજ આધારિત ઔષધો માટે મોટું બજાર રાહ જોઈ રહ્યું છે.

બેક્ટેરિઓ ફેજ ટેકનોલોજી આવનારા વર્ષની ફલેગશિપ હશે એવું કહેવું ઉતાવળભર્યું કહેવાશે પરંતુ જેે રીતે વિશ્વની પ્રયોગશાળામાં ફેજ આધારિત ઔષધો તૈયાર થઈ રહ્યા છે એ જોતાં આ ટેકનોલોજીને ફાર્મા ક્ષેત્રનો 'ડાર્ક હોર્સ' કહી શકાય છે. આવનાર બે દાયકામાં એટલી બધી નવી શોધો આપણા જીવનમાં પ્રવેશી જશે કે આપણી જીવનશૈલી જ બદલાઈ જશે. આજે ૩૫ વર્ષથી નીચેના અનેક ભારતીય વૈજ્ઞાાનિકો આધુનિકરણ તરફ લઈ જવા માટેનો પ્રોજેક્ટ હાથ પર ધરી બેઠા છે. ભારતના બે વૈજ્ઞાાનિકો તો વૈશ્વિક સપાટીએ આ પ્રકારના સંશોધનો માટે પસંદગી પણ પામ્યા છે. ઇન્દ્રાની મેધી નામના સોફ્ટવેર નિષ્ણાતે અભણો કોઈ જાતની ટેક્સ્ટ વિના જ્ઞાાન મળે એવું સોફ્ટવેર વિકસાવી ચૂક્યા છે. અન્ય રોકન નામના વૈશ્વિક વિજેતા વૈજ્ઞાાનિકે વિડિયો આધારિત અસરકારક ખેતીવાડી વિકાસની વાતો રજૂ કરી છે. આને કારણે ખેડૂતો હવે વિડિયો જોઈ નવી સ્ટાઇલથી ખેતી કરી શકશે. ભારતનો વિકાસ ખેતી આધારિ છે હવે પાણી આધારિત એટલે કે ફેજથેરાપી આધારિત બની રહેશે એવું નિષ્ણાતો માની રહ્યા છે.
વસંત મિસ્ત્રી

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us