આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ નોબેલ પ્રાઈઝ વિજેતા ડો. રોલ્ફ ઝીન્કરનેગલ કહે છે, સાત્વિક જીવનશૈલી અપનાવશો તો ૬૦ ટકા રોગોથી આપોઆપ બચશો

નોબેલ પ્રાઈઝ વિજેતા ડો. રોલ્ફ ઝીન્કરનેગલ કહે છે, સાત્વિક જીવનશૈલી અપનાવશો તો ૬૦ ટકા રોગોથી આપોઆપ બચશો

Print PDF
કેન્સર કે એચઆઈવીની રસી પાંચ-સાત વર્ષમાં શોધાશે એ માનવું નહીં કારણ કે આ બંને રોગો નહીં કોષોની કથળેલી સ્થિતિ છે
નોબેલ પ્રાઈઝ વિજેતા ડો. રોલ્ફ ઝીન્કરનેગલ કહે છે, સાત્વિક જીવનશૈલી અપનાવશો તો ૬૦ ટકા રોગોથી આપોઆપ બચશો
''માણસના શરીરની રોગ પ્રતિકારક શક્તિ, ઉદ્ભવતા નવા રોગો અને તેની સારવારને લગતી રસી શોધવાની પ્રક્રિયા એ માણસ જાતની ઉત્ક્રાંતિની (ઈવોલ્યુશન) એવી જટિલ પ્રક્રિયા છે, જે નિરંતર સમય અને પ્રદેશની સાથે બદલાતી રહે છે. જેમ તમે એક દિવસમાં ઉત્ક્રાંતિને બદલી શકતા નથી તેવી રીતે રોગ અને તેની સામેની પ્રતિકાર શક્તિની એકદમ બદલી શકતા નથી. શરીરના કીલર ટી કોષો, વિષાણુઓથી અસરગ્રસ્ત કોષોને ઓળખીને તેનો ખાત્મો જે રીતે બોલાવી દે છે, તે જોતાં વિવિધ ચેપી રોગોની સારવાર માટે બે શક્યતાઓ છે. કાં તો તમારે તેની રસીની જરુર જ નથી અને જો રસી આપો તોય, વિષાણુઓ થોડા સમયમાં તેના પર વિજય મેળવે છે અથવા તો કીલર ટી સેલ્સ જ પોતાની શક્તિ વધારીને જાતે જ લડવા માંડે છે. આ સંજોગોમાં શું એચઆઈવી કે કેન્સર જેવા રોગોની રસી શોધવાના પ્રયાસો માંડી વાળવા? જવાબ છે 'ના'. સમયની સાથે બદલાતા નવા રોગોને નાથવા માણસે પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા બહારની મદદ જેવી રસીઓ શોધીને 'ગુડ અને બેડ' વચ્ચેનું નિરંતર યુધ્ધ ચાલુ જ રાખવું પડશે.''

અમદાવાદમાં ઝાયડસ રિસર્ચ સેન્ટર ખાતે 'ધી રમણભાઇ ફાઉન્ડેશન ફીફથ ઈન્ટરનેશનલ રિસર્ચ સિમ્પોઝીયમ ઓન એડવાન્સીસ ઈન ટ્રાન્સલેશનલ રિસર્ચ એન્ડ મેડીસીન' વિષય પરના ચાર દિવસીય પરિસંવાદમાં ભાગ લેવા સ્વીટઝર્લેન્ડના પ્રો. ડો. રોલ્ફ ઝીન્કરનેગલ આવ્યા છે. તેમને કીલર ટી સેલ્સની સપાટી પરના એવા બે મોલીક્યુલ્સ શોધવા બદલ ૧૯૯૬માં નોબેલ મળ્યું હતું, જે અસરગ્રસ્ત કોષોને ઓળખવાની મોટી ભૂમિકા ભજવે છે. સંશોધનને નોબેલ મળ્યું હતું જેમાં તેમણે એ પણ શોધ્યું હતું કે 'મજર હીસ્ટોકોમ્પેટીબીલીટી કોમ્પલેક્ષ' એમએચસી મેનીન્જાઈટીસના વાઈરસ સામે લડવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે.

'ગુજરાત સમાચાર' સાથેની એક ખાસ મુલાકાતમાં તેઓ કહે છે, ''જ્યારે શરીરમાં બહારથી કોઇ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, ત્યારે કીલર ટી સેલ્સના બે ખાસ મોલીક્યુલ્સ તેને બહારના વાયરસની જેમ જોઇને તેને રીજેક્ટ કરવા, ખતમ કરવા પ્રયાસ કરે છે. એ વખતે રોગ પ્રતિકારક શક્તિ ન ઘટે તે રીતે ટી સેલ્સને અને ખાસ કરીને પેલા બે મોલીક્યુલ્સ કે જેના હજુ સુધી નામ અપાયા નથી, તેમને ૯૭ ટકા જેટલા સુષુપ્ત કરવામાં આવે છે.
આ દરમિયાન આર્ટરીને જોડવા માટે પાંચ મિનિટથી પણ ઓછો સમય હોય છે, જેથી નવા અવયવ અને કોષોની મેમરી નોંધાઇ જાય. અન્યથા, ટ્રાન્સપ્લાન્ટેશન ફેઇલ જાય છે. આ પ્રક્રિયા પીલર તોડયા વિના જુનું મકાન રીસ્ટ્રકચર કરવા જેવી છે.'' પ્રો. ઝીન્કરનેગલ બાદમાં એક ખાસ મુલાકાતમાં કહ્યું 'બેક ટૂ બેઝીક્સ' અને 'ગો ટૂ ધ ડેવ્ઝ'ના સૂત્ર આપતાં કહ્યું, ''જુના જમાનાના લોકો ૨૦૦ વર્ષ જીવતા હતા તે વાત માની શકાય તેવી છે, કારણ કે તે વખતે હવા અને ખોરાક પ્રદુષિત નહોતા, કેમીકલ ફર્ટીલાઈઝર નહોતા, જંતુનાશકો નહોતા. માણસની રોગ પ્રતિકારક શક્તિમાં આ વસ્તુનો મોટો ફાળો છે. પરંતુ ''ભૂખથી મરવા કરતાં રોગથી મરવું સારું'' એ સમયની જરૃરિયાત બની અને તેને પરિણામે કેમીકલ ફર્ટીલાઈઝર આધારિત 'ગ્રીન રીવોલ્યુશન' આવ્યું. આજે જરુર છે માણસ અને કુદરત વચ્ચેના મેળ ખાતા બેલેન્સને સુધારવાની અને તેને માટે હું ખાસ ભાર મુકુ છું નાની કન્યાઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા પર, જે મોટી થઈને તેમની નવી પેઢીને આ શિક્ષણ આપે. પુરૃષો ગંભીર બાબતો પ્રત્યે મોટે ભાગે ગંભીર નથી હોતા.

'' તેઓ કહે છે, ''ઇમ્યુનોલોજીમાં ભ્રામક વચનોથી ચેતવા જેવું છે. એચઆઇવી કે કેન્સર એ કોઈ રોગ નથી પરંતુ સારા કોષોની કથળેલી સ્થિતિ છે. એચઆઇવીની રસી પાંચ-સાત વર્ષમાં શોધાઈ જશે એવું કોઈ કહે તો માનવું નહીં એવી જ રીતે ૯૦ વર્ષની ઉંમરે પ્રોસ્ટેટ કેન્સર થવું સ્વાભાવિક છે. શરીરની રચના ખરેખર જટીલ છે. નાના બાળકને કેન્સર કે ડાયાબીટીસ થવો એ પેચીદી અને 'એક્સીડેન્ટલ' ઘટના છે. માતાનું દૂધ તેના બાળક માટે 'ફીઝીયોલોજીકલ વેકસીનેશન' છે, કારણ કે તેમાં રોગ પ્રતિકારક ક્ષમતા મહત્તમ છે. આખી વાતના સાર તરીકે હું એટલું કહીશ કે 'કૃત્રિમ'થી 'કુદરતી' તરફ ગતિ કરો, રોગ થાય જ નહીં તેવી સાત્વિક જીવનશૈલી અપનાવો, ૬૦ ટકા રોગથી સૌને શિક્ષિત કરો.'' ં સિમ્પોઝિયમના આયોજક ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે કહે છ કે આગામી દશકો ફાર્મા ક્ષેત્રે ઉંડા સંશોધન દ્વારા અનેક રોગો સામે વિજય મેળવીને લોકં આરોગ્યને સુખાકારી બનાવવાનો છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us