આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ ફાટેલી એડીઓને બનાવો નરમ-મુલાયમ(તંત્રી સ્થાનેથી)

ફાટેલી એડીઓને બનાવો નરમ-મુલાયમ(તંત્રી સ્થાનેથી)

Print PDF
ફાટેલી એડીઓને બનાવો નરમ-મુલાયમ(તંત્રી સ્થાનેથી)
બ્યૂટી - રશ્મિ

તમે ભલે ગમે એટલો ખૂબસૂરત પોશાક અને આકર્ષક સેંડલ કેમ ન પહેર્યા હોય જો એમાંથી ફાટેલી એડીઓ દેખાતી હોય તો પછી તમામ ખૂબસૂરતી પર પાણી ફરી વળે છે. આવો ફાટેલી એડીઓને બનાવીએ નરમ... મુલાયમ

શિયાળાની ઋતુમાં પગ કંઈક વિશેષ દેખભાળ માંગે છે. બેદરકારીને કારણે આ ઋતુમાં કયારેક તો એડીઓ એટલી હદ સુધી ફાટી જાય છે કે લોહી સુદ્ધાં નીકળવા માંડે છે. એવી હાલતમાં દુખાવા- દર્દને કારણે ચાલવું પણ કઠિન બની જાય છે.

એડીઓ ફાટવાનું કારણ
  • પગ સ્વચ્છ ન રાખવાને કારણે જ એડીઓ અને પગ ફાટે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ વ્યસ્તતાને કારણે ઉતાવળે સ્નાન કરતી હોય છે. અને એમાંય પગ કે એડી ભણી તો પૂરતું ધ્યાન જ નથી આપી શકતી. પરિણામે એડીઓની જોઈતી સફાઈ થતી રહી જાય છે અને તેની પર મેલ જમા થવા લાગે છે. અને એડીઓ ફાટી જાય છે.
  • શરીરમાં કેલ્શિયમની ઊણપને કારણે પણ એડીઓ ફાટી જાય છે. હંમેશા ખુલ્લા પગે ચાલવાથી એડીઓમાં ધૂળ ભરાઈ જાય છે, જે એડીઓ ફાટવાનું મૂળ કારણ છે. મોટાભાગે મહિલાઓ ઘરમાં ચંપલ પહેર્યા વગર જ આખો દિવસ કામ કર્યા કરતી હોય છે. જે યોગ્ય નથી.
  • સ્ત્રીઓ વધુમાં વધુ સમય સુધી પાણીમાં કામ કર્યા કરતી હોય છે. જેથી પાણીમાં વધુ સમય સુધી પગ પલળેલા રહેવાને કારણે એડીઓ ફાટી જાય છે. એડીઓની સમસ્યા પર કાબૂ મેળવવા માટે પગને પાણીથી દૂર રાખવા ખૂબ જરૂરી હોય છે.
એડીઓની માવજત
  • એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દિવેલને મિક્સ કરીને તેનાથી એડીઓ પર રોજ રાત્રે નિયમિતપણે માલિશ કરો. ઘણો જ ફાયદો મળશે.
  • એક ચમચી શુદ્ધ મીણ અને એક ચમચી શુદ્ધ ઘી લો, તેને ગરમ કરો. આ બંને પદાર્થ જ્યારે બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લઇને મોટાં પૂમડાં દ્વારા એક- એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. જેથી પાણી સુકાવા માંડશે. થોડુંક દુખશે, પરંતુ પછી આરામ મળશે. એડીઓ સંપૂર્ણપણે સારી ન થાય ત્યાં સુધી આ પ્રયોગ રોજ નિયમિતપણે કરો.
  • કેરીની ગોટલીને સૂકવીને પીસી લો અને પછી તેને નાળિયેરના તેલમાં ભેળવીને ફાટેલી એડીઓ પર ઘસો. એનાથી તિરાડો ભરાઇ જશે અને એડીઓની કાળાશ પણ દૂર થશે.
  • એક વાડકી દેશી મીણ લઇને તેને ગરમ કરો. પછી તેમાં અડધી વાડકી સરસિયાનું તેલ મિશ્ર કરો પછી એક તપેલી પાણીમાં આ મિશ્રણને ગાળી લો. જ્યારે આ મિશ્રણ તળિયે બેસી જાય ત્યારે પાણી કાઢીને ફેંકી દો અને જમા થયેલું મિશ્રણ કાચની શીશીમાં ભરી લો. એડીઓ સાફ કરીને એને હંમેશા રાત્રે સૂતી વખતે લગાવો. નિયમિતપણે આ પ્રયોગ કરવાથી ૮-૧૦ દિવસમાં ચોક્ક્સ આરામ મળે છે.
  • જો એડીઓ ખૂબ જ ફાટતી હોય તો તેને ડેટોલવાળા હૂંફાળા પાણીમાં પલાળો, પછી બ્રશ વડે સાફ કરીને એન્ટિસેપ્ટિક ક્રિમ લગાવો.
  • ગ્લિસરીનમાં એક ચમચી બોરિક પાઉડર નાંખીને તમારા પગને થોડાંક સમય માટે તેમાં રાખો. પછી એડીઓને સાફ કરો. જો કેલ્શિયમની ઉણપને કારણે એડીઓ ફાટતી હોય તો ડોક્ટરને બતાવવું. અને તેમની સલાહ મુજબ કેલ્શિયમની ગોળીઓ લેવી, કેલ્શિયમ યુક્ત ખાદ્યપદાર્થોનું સેવન વધુમાં વધુ કરો.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us