આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ બાળકના જન્મ પછી સેક્સલાઈફ ક્યારે શરૂ કરાય?

બાળકના જન્મ પછી સેક્સલાઈફ ક્યારે શરૂ કરાય?

Print PDF
બાળકના જન્મ બાદ કેટલા સમય પછી સેક્સ લાઈફ શરૂ કરવી જોઈએ?
બાળકના જન્મ પછી સેક્સલાઈફ ક્યારે શરૂ કરાય?
ગ્લેન્ડની ફૂટબોલ ટીમના વિશ્વપ્રસિદ્ધ કેપ્ટન ડેવિડ બેકહેમની પત્ની અને ભૂતપૂર્વ સ્પાઈસ ગર્લ વિક્ટોરિયા બેકહેમને હાલ સારા દિવસો જઈ રહ્યા છે. બાળકના જન્મ પછી મહિલાઓ ઘણીવાર પ્રસૂતિ બાદના તણાવની સમસ્યાઓનો ભોગ બનતી હોય છે. આ તણાવથી પોતાને મુક્ત રાખવા વિક્ટોરિયાએ અત્યારથી જ યોગ ગુરુની સેવા લેવાનું શરૂ કરી દીધું છે. જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ જુલિયા રોબર્ટ્સે ફરીથી પોતાની સેક્સ લાઈફને જોમવંતી બનાવવાની તૈયારી કરી દીધી છે.

બાળકના જન્મ બાદ સેક્સ અને સ્વપ્રેમની આ બાબત છે. સંતાનપ્રાપ્તિનો માર્ગ ભલભલા સ્થિર લગ્નજીવનને હચમચાવી નાખે છે. અહીં સૌથી મોટો પ્રશ્ર એ છે કે બાળકના જન્મ બાદ મા-બાપે એક યુગલ તરીકે પોતાનું રોમેન્ટિક જીવન ફરીથી નવપિલ્લત કેવી રીતે બનાવવું ? બાળકના જન્મ બાદ રોમેન્ટિક જીવન પર લાંબાગાળાની અસરો કેમ જોવા મળે છે?

રાહુલ તથા મોનિકા બાસુ નામના એક યુવા દંપતીનો જ દાખલો લઈએ. ૩૦ વર્ષીય રાહુલ તથા ૨૮ વર્ષીય મોનિકાને અંકિત નામનો એક મહિનાનો પુત્ર છે. મોનિકા જણાવે છે કે પ્રસૂતિ બાદ હું અત્યંત તણાવ અનુભવી રહી છું. હું હવે પહેલાં જેવી સુંદર નથી લાગતી. બાળકના જન્મ અગાઉ જે રીતે હું સેક્સનો આનંદ માણતી હતી તેવો આનંદ ફરી માણી શકીશ કે નહીં તે અંગે મને શંકા છે.બાળકના જન્મ બાદ મોટાભાગનાં યુગલો થોડી દ્રિધા અનુભવતા હોય છે.

તેઓ પોતે અનુભવી રહેલી અસુરક્ષિતતાની લાગણી અને વિચારોને પોતાના સાથી સમક્ષ વ્યક્ત કરવાનું ટાળે છે. કેટલીક મહિલાઓ પ્રસૂતી બાદની પોતાની સ્થિતિને હવા નીકળી ગયેલા ફુગ્ગા સાથે સરખાવે છે. તેમની કાયા ચમત્કારિક રીતે પહેલાં જેવી સુડોળ નથી બનતી અને અપૂરતી ઊંઘ, નવજાત શિશુની સતત કાળજી લેવાની ચિંતાને લીધે લાગતા માનસિક અને શારીરિક થાકને કારણે નવી માતાઓ પોતાના સાથીની સરખામણીએ જાતીય સુખ પ્રત્યે ઓછો રસ દાખવે છે.

કમલ મહેતા નામના ૨૭ વર્ષીય યુવકના જણાવ્યા અનુસાર પુરુષ માટે પણ આ સમયગાળો કિઠન હોય છે. જાતીય સંબંધોને ફરીથી શરૂ કરવા માટે કયો સમયગાળો ઉચિત છે અથવા તો તેની પત્ની તેને કેમ પોતાનાથી દૂર ધકેલે છે તે અંગે તેનાં કારણોથી તે લગભગ અજાણ હોય છે. તે આ પરિસ્થિતિનો સામનો કરવા પૂરતો સજ્જ નથી હોતો.

રાજસ્થાન હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકેની માનદ સેવાઓ આપતા ડૉ. અર્ચના શાહના જણાવ્યા અનુસાર બાળકના જન્મ બાદ પરિણીત યુગલોને પહેલાં જેવા રોમેન્ટિક બનતા સમય લાગે છે. ‘ બાળકના જન્મની સ્ત્રીના શરીર પર અમીટ છાપ પડે છે. આખો દિવસ બાળકના બાળોતિયાં બદલવામાં પસાર કરતી સ્ત્રીઓ પ્રસૂતિ બાદ પેદા થતા તણાવનો ભોગ બને તે સામાન્ય બાબત છે. એમાંય જો ખાસ કરીને આકસ્મિક ગર્ભાધાન થયું હોય તેવી મહિલાઓ આ તણાવનો ભોગ વધુ ઝડપથી બને છે. બાળકના જન્મ પછીના ઓછામાં ઓછા એક મહિના સુધી યુગલો શારીરિક સંબંધ ન બાંધે અમે તેવી સલાહ આપીએ છીએ.’

સ્તનપાન કરાવતી વખતે મોટાભાગની મહિલાઓ એવું વિચારે છે કે વધુ સમય તેમના નવજાત શિશુ પાછળ આપવાને લીધે તે તેમના પતિની ઈર્ષા અને રોષનો ભોગ બને છે.આ સમયકાળ દરમિયાન મહિલાઓના શારીરિક દેખાવમાં પણ પરિવર્તન નોંધાય છે. જો બાળકના જન્મ પછી યુગલ પૂર્વવત્ સેક્સની મજા ન માણી શકે તો તે એક સમસ્યા બની જાય છે. પુરુષો, એક વાત હંમેશાં યાદ રાખો કે તમારી પત્ની તાજેતરમાં જ એક શારીરિક પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકી છે અને તેને પૂર્વવત્ સ્થિતિમાં પાછા ફરવા માટે થોડાક સમય અને કાળજીની જરૂર છે.

મોટાભાગના લોકો બાળકના જન્મ પછી સેક્સ અંગેની વાતો કરવાનું પસંદ કરતા નથી. મહિલાઓ માટે બાળકનો જન્મ એ જાણે કે સેક્સમાંથી નિવૃત્તિ છે. ગર્ભાવસ્થા બાદ પણ યુગલો પોતાની જાતીય ક્રિયાઓને પૂર્વવત્ માણવી જોઈએ. આ ઉપરાંત યુગલોએ એકબીજાની જરૂરિયાતો તથા લાગણીઓને માન આપવું જોઈએ. બાળકના જન્મ બાદ તેમની જરૂરિયાતોની યાદીની પ્રાથમિકતામાંથી સેક્સ નીચેના ક્રમે ન ધકેલાઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

કામ સંહિતા, ડૉ.પારસ શાહ

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar.co.in

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us