આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ બેંગલોરમાં દર્દીને બેભાન કર્યા વિના મગજનું ઓપરેશન કરાયું

બેંગલોરમાં દર્દીને બેભાન કર્યા વિના મગજનું ઓપરેશન કરાયું

Print PDF
ટયુમર દૂર કરવાની સર્જરી દરમિયાન દર્દી જાગતો રહ્યો ઃ મગજને નુકસાન પહોંચે નહિ એ માટે દર્દી જાગ્રત હોય એ જરૃરી હતું
(પીટીઆઈ) બેંગલોર, તા.૧૨

બેંગલોરના ડૉક્ટરોએ સંપુર્ણપણે જાગૃત અવસ્થામાં રહેલા દર્દીના મગજનું સફળ ઓપરેશન કરીને નવો સીમાચિહ્નસ્થાપ્યો છે. ઓપરેશનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ૩૪ વર્ષીય દર્દી જાગતો રહ્યો હતો. ' દર્દીની ખોપરીમાં કાણું પાડીને મગજનું ટયુમર દૂર કરવા માટે અવૅક ક્રેનીઓટોમી નામની સર્જરી કરવામાં આવે છે. દર્દીના મગજના જમણી તરફના ભાગે રહેલા ટયુમરને દૂર કરવા માટે આ સર્જરી કરાઈ હતી, સર્જરી સાચી દિશામાં થઈ રહી છે એ જાણવા માટે ઓપરેશન દરમિયાન દર્દીના ચહેરાના હાવભાવ, તથા હાથનું હલનચલન થતું રહે એ જરૃરી હોવાથી તેને જાગતો રાખવામાં આવ્યો હતો. સામાન્યપણે આ પ્રકારની સર્જરી દર્દીને બેભાન કર્યા બાદ કરવામાં આવે છે, પણ લૉકલ એનેસ્થેસિયા (શરીરના ચોક્કસ ભાગને સંવેદનાવિહોણો કરવો)નો ઉપયોગ કરીને દર્દીને જાગતો રાખીને પણ આ પ્રકારની સર્જરી કરવામાં આવતી હોય છે. આ ઓપરેશન માટે ન્યુરોસર્જરને ટયુમરનો ચોક્કસ ખ્યાલ હોવો અત્યંત જરૃરી હોય છે. સર્જરી દરમિયાન દર્દીને સ્હેજપણ પીડાનો અનુભવ થયો ન હતો.

માથાનો અસહ્ય દુખાવો તથા હાઈબ્લડપ્રેશરની ફરિયાદ બાદ ચેતન શિવકુમાર નામના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં સીટી સ્કેન તથા એમઆરઆઈ (મેગ્નેટીક રિઝોનન્સ ઈમેજીંગ) કર્યા પછી દર્દીના મગજની જમણી બાજુએ ટયુમર શોધી કાઢવામાં આવ્યું હતું. મગજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો હતો તે ચહેરા તથા ડાબા હાથની કામગીરીનું નિયંત્રણ રાખતો હતો, અને સમગ્ર ઓપરેશન દરમિયાન દર્દીની ગતીવિધિ, હાવભાવ પર નજર રાખવું જરૃરી હોવાથી તેમને જાગતો રાખીને સર્જરી કરવી આવશ્યક હતી, એટલું જ નહિ સર્જરી બાદ અન્ય કોઈ ખામી ટાળવા માટે પણ આ રીતે સર્જરી જરૃરી હતી. જેના કારણે ડૉક્ટરોએ દર્દીને જાગ્રત અવસ્થામાં રાખીને જ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. ડૉક્ટરોએ સમજાવ્યા બાદ ચેતને પણ સર્જરી માટે હા પાડી હતી.

ડૉક્ટરોએ લૉકલ એનેસ્થેસિયાની મદદ લઈને સર્જરી શરૃ કરી હતી. સર્જરીની પ્રક્રિયા દરમિયાન દર્દીના મગજના સ્પીચ સેન્ટર પર નજર રાખવા માટે તેની સાથે સતત વાતચીત કરવામાં આવતી હતી. સર્જરી કરનાર ડૉક્ટરોની ટીમમાં સામેલ ડૉ.સતીષ રૃદ્રપ્પાએ જણાવ્યું હતું કે આ પ્રકારની સર્જરીનો ફાયદો એ છે કે સર્જનની સૂચના અનુસાર દર્દી પોતાનો હાથ ઉંચકી શકે છે તથા ચહેરાના હાવભાવ દર્શાવી શકે છે, જેના કારણે ડૉક્ટરોને ઓપરેશન સાચી દિશામાં જઈ રહ્યું હોવાની ખાતરી થતી રહે છે, એટલું જ નહિ મગજના સાજા અથવા અન્ય ભાગોને પણ કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us