આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ મહેસાણામાં કમળાનો કહેર : ૨૦થી વધુ સપડાયા

મહેસાણામાં કમળાનો કહેર : ૨૦થી વધુ સપડાયા

Print PDF
લાલચંદની લાટી વિસ્તારમાં ઘેર-ઘેર ખાટલા
એક માસ પૂર્વે એક વ્યક્તિને કમળાની અસર થયા બાદ સમગ્ર વિસ્તાર સપડાયો
ગંદકીનો ઉપદ્રવ, પીવાનું પાણી દૂષિત
નગરપાલિકા કે આરોગ્ય તંત્રના કોઈ અધિકારી અહીં ડોકાયા નથી

મહેસાણામાં કમળાનો કહેર : ૨૦થી વધુ સપડાયા
મહેસાણાની લાલચંદની લાટી વિસ્તારમાં કમળાએ કહેર વરતાવતાં અહીં રહેતા ૪૫ જેટલા પરિવારોમાં બે મહિલાઓ અને ૭ સાત બાળકો સહિત કુલ ૨૦ જેટલી વ્યક્તિ કમળાના ભરડામાં સપડાતાં ઘરે ઘરે ખાટલા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે, આ બાબતે જાણ કરી હોવા છતાં પાલિકાતંત્ર કે આરોગ્ય તંત્ર અહીં ન ડોકાયું હોવા બાબતે રોષ પ્રવર્તી રહ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, મહેસાણાના રેલવે સ્ટેશન નજીક લાલચંદની લાટી વિસ્તારમાં ૪૫ જેટલા પરિવારો રહે છે. અહીં રહેતા ધર્મેન્દ્રભાઈ ગુપ્તાને એકાદ માસ પૂર્વે કમળાની અસર થઈ હતી અને બાદમાં વિસ્તારમાં રોજેરોજ કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો ગયો અને હાલમાં બે મહિલાઓ અને સાત બાળકો સહિત ૨૦ જેટલી વ્યક્તિઓ કમળાનો ભોગ બની ચૂકી છે. જેમાં કેટલાક પરિવારોમાં તો ત્રણ-ચાર વ્યક્તિઓ કમળાનો ભોગ બનીને પથારીમાં પડ્યા છે.

કમળાના ભરડામાં આવી ગયેલા આ વિસ્તારના લોકોએ પીવાનું પાણી દૂષિત આવતું હોવાની રાવ સાથે અહીં ખુલ્લી ગટરો સહિત ફેલાયેલી ગંદકી અંગે રોગચાળા અંગે નગરપાલિકા તેમજ આરોગ્ય તંત્રમાં રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાયાં હોવાનો રોષ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. એક જ વિસ્તારમાં નાના બાળકો સહિત ૨૦ જેટલી વ્યક્તિઓ કમળાનો ભોગ બની હોવા છતાં આરોગ્ય તંત્રના કોઈ અધિકારી અહીં ડોકાયા ન હોવાનું જણાવી રહીશોએ ઉમેર્યું હતું કે, અમારા વિસ્તારમાં ગટરોની કુંડીઓ પાસેથી જ પાણીની પાઈપલાઈન જાય છે અને તેનાથી પણ પીવાનું પાણી દૂષિત થઈ રહ્યું હોય તેવું જણાય છે.

ઘર અને ગેસ્ટહાઉસ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય
અહીંના રહીશોએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન બાજુનાં ઘરની લાઈન અને ગેસ્ટહાઉસો વચ્ચે ચોમાસુ પાણીના નિકાલ માટેની છ ફૂટની જગ્યા છે. જેમાં રસ્તા ઉપર ગેસ્ટહાઉસોના માલિકોએ દબાણ કરી દીધા હોઈ આ નવેળીમાં ગંદકી સર્જાય છે. જેથી આ દબાણ તોડવા તેમજ ગેસ્ટહાઉસોમાંથી અહીં ગંદુપાણી તથા કચરો નાખીને ગંદકી ફેલાવાતી અટકાવવા માટે અમે પાલિકામાં રજુઆત કરવા છતાં પગલાં લેવાતાં ન હોઈ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી પરેશાન થઈ રહ્યા છીએ.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us