આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ મુંબઈ એરપોર્ટ પર રૃા. આઠ લાખની પ્રતિબંધિત દવાઓ છૂપાવી લાવનારો પકડાયો

મુંબઈ એરપોર્ટ પર રૃા. આઠ લાખની પ્રતિબંધિત દવાઓ છૂપાવી લાવનારો પકડાયો

Print PDF
મુંબઈ - સિંગાપોરથી દાણચોરી કરીને મુંબઈમાં લવાયેલી ગર્ભપાત માટેની દવાની ૧૪ હજાર ટીકડી (ટેબ્લેટ્સ) સોમવારે રાત્રે કસ્ટમ્સ વિભાગે જપ્ત કરી હતી.

છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ફરજ પરના કસ્ટમ્સ અધિકારીઓએ નાયબ કમિશનર સમીર વાનખેડેની આગેવાની હેઠળ મુંબઈના રહેવાસી યુસુફ મસાલાવાલા (૫૪ વર્ષ) પાસેથી માઈસોપ્રોસ્ટોલ ટેબ્લેટ્સનો આ જથ્થો પકડયો હતો. સિંગાપોરથી રાત્રે નવેક વાગ્યે કિંગફિશર એરલાઈનના વિમાનમાં આવેલા મસાલાવાલાની ધરપકડ કરાઈ હતી.

લગભગ આઠેક લાખ રૃપિયાની આ ટેબ્લેટો પોતાની પાસે હોવાની જાણ કર્યાં વગર જ મસાલાવાલા ગ્રીન ચેનલમાંથી નીકળી જવાની ફીરાકમાં હતો ત્યારે અધિકારીઓએ તેને પકડયો હતો.

જે મુસાફરોને પોતાની પાસે કોઈ ચોક્કસ વસ્તુ કે સામાન છે. તેની જાણ સત્તાવાળાઓને કરવાની જરૃર ન હોય તેવા મુસાફરો જ ગ્રીન ચેનલમાંથી પસાર થઈ શકે છે. મસાલાવાળા પાસે રહેલી બે બેગની તપાસ કરતાં સત્તાવાળાઓને દવાની એક હજાર સ્ટ્રીપ મળી હતી, જેમાં આ દવાની કુલ ૧૪ હજાર ટીકડી હતી.

સામાનમાં ખોરાક છે એવું કહીને મસાલાવાલાએ કસ્ટમ્સના અધિકારીઓને છેતરવાનો પ્રયાસ પણ કર્યો હતો. અધિકારીઓએ જ્યારે તેના સામાનમાંના પાર્સલો ખોલ્યાંતો તેમાંથી આ ટેબ્લેટ્સ મળી આવી હતી. કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટેબ્લેટ્સ પ્રતિબંધિત વસ્તુઓમાં સમાવિષ્ટ છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, 'આના કારણે લાઈસન્સ વગર તેને સાથે રાખવી એ દાણચોરી ગણાય છે.'

વધુમાં આ અધિકારીએ કહ્યું હતું કે, અંગત સામાન સાથે આટલા મોટા પ્રમાણમાં આ દવા સાથે રાખવાની પણ છૂટ નથી. કસ્ટમ્સ વિભાગ ખાસ કરીને દવાઓની દાણચોરી પર ખાસ નજર રાખે છે કેમ કે તેમાં ભેળસેળ થઈ શકે છે અને તે જોખમી પુરવાર થઈ શકે છે. આ અધિકારીએ કહ્યું હતું કે, 'આ ટેબ્લેટોમાં કોઈ ભેળસેળ કરાયેલી છે કે કેમ, તેની અમે તપાસ કરી રહ્યાં છીએ'

પુછપરછ દરમિયાન મસાલાવાલાએ અધિકારીઓને જણાવ્યું હતું કે, તે એક કેરિયર છે અને અગાઉ તે ચોક્કસ કમિશન લઈને દાણચોરી કરતી વિવિધ ટોળકીઓ માટે ઈલેક્ટ્રોનિક સામાનની દાણચોરી કરતો હતો. કસ્ટમ્સના અધિકારીના જણાવ્યા મુજબ, 'તેને આ કામ માટે આવવા-જવાની ટિકિટ પણ મળતી હતી.' અધિકારીઓને ધ્યાનમાં આવ્યું હતું કે, મસાલાવાલા-એ સુટ- ટાઈ અને ચશ્મા પહેરી એક સજ્જન વેપારી દેખાવાનો પ્રયાસ કર્યો હતો.જેથી ગ્રીન ચેનલમાંથી પસાર થતી વખતે તેને કોઈ અટકાવે નહિં.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us