આરોગ્ય.કૉમ - ગુજરાતી

Wednesday, Jan 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ સાંધાના દુખાવાથી છુટકારો કેવી રીતે મેળવવો?(યોગ ભગાવે રોગ)

સાંધાના દુખાવાથી છુટકારો કેવી રીતે મેળવવો?(યોગ ભગાવે રોગ)

Print PDF
સાંધાના દુખાવાથી છુટકારો કેવી રીતે મેળવવો?(યોગ ભગાવે રોગ)
યોગ ભગાવે રોગ - બાબા રામદેવ

અમુક વર્ષ પહેલાં ચિકનગુનિયાના રોગે લોકોને ભારે પરેશાન કરેલા. સાંધોઓને પકડીને પજવતા આ રોગમાંથી લોકો ઉગરી ગયા છે, પણ સાંધા દુઃખવાનાં કારણો ક્યાં ઓછા છે. શરીરમાં જ્યારે અમ્લ તત્ત્વ વધે છે ત્યારે સાંધાઓમાં દુખાવો થાય છે. શરીરમાં વાયુનો પ્રકોપ વધે ત્યારે પણ દૂષિત પદાર્થ સાંધાઓમાં જમા થાય છે, જેથી દરદ થાય છે. અમ્લતા અને વાયુને કારણે લોહીમાં વિકાર આવવાથી શરીર જ્વરથી પીડાવા લાગે છે અને સાંધાઓમાં સોજા આવી જાય છે. ધીરે ધીરે આ રોગ આખા શરીરના સાંધાઓમાં ફેલાય છે. જેથી રોગી હરવા-ફરવા-બેસવાનું કપરું બનતું જાય છે. રક્ત દૂષિત થવાથી જ રોગ થાય છે. લોહીમાં અમ્લતત્ત્વનો ઓક્ઝોલિક એસિડ વધુ બને છે, જે શરીરના સાંધાઓમાં જમા થઈ સોજા, દરદ તથા જકડન પેદા કરે છે. જે રોગનું મુખ્ય કારણ છે.

પ્રાકૃતિક ઉપચાર :
સૌ પહેલો ઉપચાર ત્રિફળા ચૂરણથી પેટ સાફ રાખો. હૂંફાળા ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફળા ચૂરણ રાત્રે સૂતી વખતે લેવું જોઈએ.

સ્નાન કરવાના ટબમાં ૧૦૦ ગ્રામ મેગ્નેશિયા મીઠું તથા ૧૦૦ ગ્રામ ખાવાનું મીઠું ગરમ પાણીમાં નાખી અડધા કલાક સુધી રોગીને તેમાં સૂવડાવવો જોઈએ અને બધા જ સાંધાઓ તથા શરીર પર ટોવેલ વડે પાણીમાં માલિશ કરવી જોઈએ. જ્યાં સુધી રોગી ટબમાં રહે ત્યાં સુધી માથા પર ઠંડા પાણીમાં પલાળેલો ટોવેલ રાખવો. માથા પર ગરમ પાણી નાંખવું નહીં અને જો ગરમી હોય તો ઠંડા પાણીથી સ્નાન કરાવડાવો. અને શરદી હોય તો શરીર કોરું કરી કપડાં પહેરાવી બાથરૂમથી બહાર લાવો. તે પછી ૩૦ મિનિટ અથવા એક કલાક સુધી રોગીને સૂવડાવી દો. સૂવડાવ્યા પહેલાં થોડો વ્યાયામ કરાવો કે જેથી સાંધાઓમાં જમા થયેલો વિકાર છૂટો પડે. બાથટબ ન હોય તો ૧૦ મિનિટ બાષ્પ સ્નાન અથવા ગરમ પાણીથી સ્નાન કરાવો. ૩૦ મિનિટ તડકામાં બેસાડો. તડકામાં બેસી શરીર તથા સાંધાઓની માલિશ આયુર્વેદિક તેલથી કરો અથવા લાલ રંગની શીશીમાં નાળિયેરના તેલને ૨૦-૨૫ દિવસ સુધી તડકામાં રાખો. આમ કરવાથી આ તેલ પણ માલિશ કરવાલાયક બની જશે. જ્યારે તડકામાં શરીર સારી રીતે ગરમ થઈ જાય ત્યારે સાંધાઓનું હલનચલન કરો અને પૂરતો વ્યાયામ કરો.

યૌગિક ઉપચાર :
  • દરરોજ ૩૦ મિનિટ સુધી યોગનિંદ્રાનો અભ્યાસ કરી શરીરને શિથિલ કરવાથી પણ ખાસ આરામ મળે છે.
  • યોગોપચાર પણ પ્રાકૃતિક ઉપચારનો જ એક ખાસ ભાગ છે - રોગી કુંજલ, જલનેતિ તથા સૂત્રનેતિનો અભ્યાસ કરી શરીરને શુદ્ધ રાખે.
  • દરદ અને સોજો ઘટે અથવા સાંધા ખૂલે ત્યારે યોગાસનોનો અભ્યાસ શરૂ કરી દો. સૂર્ય નમસ્કાર, કટિ ચક્રાસન, વજ્રાસન, મકરાસન, પવનમુક્તાસનનો અભ્યાસ કરવાથી સાંધાઓના દુખાવામાં ખાસ લાભ થાય છે.
  • જો દરદ અને સોજા ઘૂંટણોમાં, કાંડામાં, કોણી કે ખભામાં હોય તો તે જગ્યાએ ૩ મિનિટ ગરમ, ૨ મિનિટ ઠંડો શેક કરો. તેની માલિશ કરો. તથા સાંધાઓને વ્યાયામ આપો.
આહાર ચિકિત્સા :
દરેક રોગનું મૂળ ભોજનમાં રહેલું હોય છે. યોગ્ય આહાર લેવામાં ન આવે તો ભલભલો ઉપચાર પણ કામ આવતો નથી. આ રોગમાં એવું ભોજન લેવું જોઈએ, જેમાં નિયમિત વિટામિન ‘એ’ તથા ‘ડી’ની માત્રા વધુ પ્રમાણમાં હોય. પણ ટામેટાં તથા પાલકનું શાક કે રસ હોવો જોઈએ નહીં, કારણ કે તેમાં ઓકઝોલિક એસિડ હોય છે.
  • કાચી શાકભાજીના રસ, ખાસ કરીને ગાજર, કાકડી, દૂધી, આદું તથા ફળોના રસ નારંગી, મોસંબી, સફરજન, દાડમ, દ્રાક્ષ વગેરે લેવાથી સાંધાનો દુખાવો, સોજો તથા જકડન થોડાક જ દિવસમાં ઘટી શકે છે.
  • આ રોગમાં લસણ તથા આદુનો ઉપયોગ ભરપૂર કરવો જોઈએ. લસણના એક ચમચી રસમાં અડધી ચમચી મધ મેળવી દિવસમાં બે વાર લેવાથી વાયુનો પ્રકોપ ઓછો થાય છે. શાકમાં પણ આનો ઉપયોગ કરો.
  • યોગ દ્વારા ચિકિત્સા કરવાથી મોટાભાગે રોગ વધે છે, કારણ કે રોગ શરીરની બહાર નીકળે છે, દબાવજો નહીં. ગભરાવાની જરૂર નથી. ઉપચાર ઓછો કરો અથવા બે ત્રણ દિવસ માટે બંધ કરો. ભોજન પરેજપૂર્વક કરતાં રહો.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us