આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Nov 21st

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ સાઉથ એશિયાના દેશોને આરોગ્ય કટોકટીનો ખતરો : વર્લ્ડ બેન્ક

સાઉથ એશિયાના દેશોને આરોગ્ય કટોકટીનો ખતરો : વર્લ્ડ બેન્ક

Print PDF
સાઉથ એશિયાના દેશોને આરોગ્ય કટોકટીનો ખતરો : વર્લ્ડ બેન્ક
વોશિંગ્ટન, તા.૯

દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશો અને ખાસ કરીને ભારત 'હેલ્થ ક્રાઇસીસ' (આરોગ્યલક્ષી કટોકટી)નો સામનો કરી રહ્યા છે. દક્ષિણ એશિયાના દેશોમાં હૃદયના રોગો, ડાયાબિટીસ, ઓબેસિટી (મેદસ્વીપણું) તથા અન્ય બિનચેપી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તેમ આજે વર્લ્ડ બેન્કે જણાવ્યું છે.

વર્લ્ડ બેન્કે તેના રિપોર્ટ 'કેપિટલાઇઝિંગ ઓન ધ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન : ટેકલિંગ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ઇન સાઉથ એશિયા'માં હૃદયના રોગોને ૧૫થી ૬૯ વર્ષની વ્યક્તિઓમાં મોતનું મુખ્ય કારણ ગણાવ્યું છે અને સાઉથ એશિયનોને ચેતવતાં કહ્યું છે કે દુનિયાના અન્ય ભાગોના દેશોની સરખામણીએ સાઉથ એશિયાના દેશોમાં વસતા લોકોને હૃદયરોગનો પ્રથમ હુમલો ૬ વર્ષ વહેલો આવે છે. વર્લ્ડ બેન્કે ત્યાં સુધી કહ્યું છે કે હૃદયના રોગો ૨૦૩૦ સુધીમાં ભારતમાં મોતનું મુખ્ય કારણ બની જશે, ભારતમાં ૩૬ ટકા મોત હૃદયના રોગોથી થતાં હશે.

હાઇપરટેન્શનના દર્દીઓની સંખ્યા વર્ષ ૨૦૦૦માં ૧૧.૮૨ કરોડ હતી, જે ૨૦૨૫ સુધીમાં લગભગ બમણી થઇને ૨૧.૩૫ કરોડ થઇ જશે. ઉત્તર ભારતના પુરુષોમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ (સીઓપીડી)નું પ્રમાણ ૨૦૯ ટકાની રેન્જમાં અને દક્ષિણ ભારતના પુરુષોમાં ૧૦૪ ટકાની રેન્જમાં છે. સીઓપીડી ફેફસાંની બીમારી છે અને પુરુષોને આ બીમારી થવાનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે જ્યારે સ્ત્રીઓને સોલિડ ફ્યુઅલના ઇનડોર કમ્બશનથી આ બીમારી થઇ શકે છે.

વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે ભારતમાં કેન્સરના ૭૦ ટકાથી વધુ કેસોમાં નિદાન રોગના એડવાન્સ સ્ટેજમાં થાય છે, જેના કારણે દર્દીના બચવાની શક્યતા ઘટી જાય છે અને કેન્સરથી મૃત્યુદર વધે છે. ફેફસાંના અને મોઢાના કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન છે. વળી વધતા આર્થિક વૃદ્ધિદરની સાથે સાથે વાહન અકસ્માતોથી મોત અને ઇજાના કિસ્સા પણ વધી રહ્યા છે.

વાહન અકસ્માતોમાં દર વર્ષે એક લાખથી વધુ મોત અને ૨૦ લાખ હોસ્પિટલાઇઝેશન થાય છે જ્યારે ૭૭ લાખ વ્યક્તિઓને નજીવી ઇજા થાય છે. રિપોર્ટમાં ઉમેર્યું હતું કે વાહન અકસ્માતો આ રીતે જ વધતા રહ્યા તો ૨૦૧૫ સુધીમાં મોતના કિસ્સા વધીને ૧,૮૫,૦૦૦ અને હોસ્પિટલાઇઝેશનના કિસ્સા ૩૬ લાખ થઇ શકે છે.
  • હૃદયરોગ, ડાયાબિટીસ, ઓબેસિટી જેવા રોગોના પ્રમાણમાં ચિંતાજનક હદે વધારો
  • ૨૦૩૦ સુધીમાં હૃદયરોગ ભારતમાં મોતનું મુખ્ય કારણ બની જવાની ચેતવણી

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us